________________
૩૨૬
ઉપદેશપદ : ભાગ-૧
જેમને સર્વજ્ઞ વચનના ઉપયોગનું જ્ઞાન નથી, અર્થાત્ ક્યારે ઉત્સર્ગનો ઉપયોગ કરવો, ક્યારે અપવાદનો ઉપયોગ કરવો વગેરે વિશિષ્ટ જ્ઞાન નથી, તેવા પણ કેટલાક જીવોનો ચારિત્રરૂપ શુભ પરિણામ શાસ્ત્રમાં સંભળાય છે, તે શુભ પરિણામ તેમને કેવી રીતે થયો એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– મોષતુષ વગેરેનો માર્ગનુસાર ભાવથી શુભ જ પરિણામ જાણવો. કારણકે તેમને શુભ ઓઘ સંજ્ઞાનનો યોગ હોય છે.
ટીકાર્થ– આગમમાં પ્રસિદ્ધ માલતુષ વગેરે જડ સાધુઓને જીવ-અજીવ આદિ તત્ત્વોનું સ્પષ્ટ જ્ઞાન ન હોવા છતાં મિથ્યાત્વમોહનીયનો તીવ્ર ક્ષયોપશમભાવ થવાના કારણે તેમનામાં માર્ગનુસારિભાવ હતો. માર્ગાનુસારિભાવના કારણે શુભ સંજ્ઞાનનો યોગ હતો, અને શુભ ઓઘસંજ્ઞાનના કારણે શુભ જ પરિણામ હતો.
માર્ગાનુસારિભાવ-માર્ગ એટલે ચિત્તની સરળ ગતિ, અને એ સર્પને પેશવાની નળીની લંબાઈ તુલ્ય, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર અને સ્વરસથી (સ્વતઃ ઇચ્છાથી) પ્રવર્તતો જીવનો પરિણામવિશેષ છે.
(અહીં માર્ગ એટલે આધ્યાત્મિક માર્ગ. સામાન્યથી આપણે આગળ જવા માટેના રસ્તાને માર્ગ કહીએ છીએ. પણ અહીં તો ગતિને જ માર્ગ કહ્યો છે. ચિત્તની સરળ ગતિ એ માર્ગ છે. કોઈ ઈષ્ટ સ્થાને જલદી પહોંચવું હોય તો સીધા ચાલવું જોઇએ. જેટલું આડું અવળું ચલાય તેટલું મોડે પહોંચાય. બે માણસ એક જ ઈષ્ટ સ્થાને જતા હોય તેમાં એક જ માર્ગ હોય તે માર્ગે સીધો ચાલે, અને બીજો. એ જ માર્ગે ઘડીકમાં આ તરફ ચાલે, ઘડીકમાં બીજી તરફ ચાલે એમ આડોઅવળો થયા કરે, તો આ બેમાં સીધો ચાલનાર જલદી ઈષ્ટ સ્થાને પહોંચે. તેમ અહીં અધ્યાત્મમાર્ગમાં સીધીગતિએ ચાલનાર જલદી આગળ વધી શકે છે. માટે અહીં કહ્યું કે માર્ગ એટલે ચિત્તની સરળગતિ. હવે આ ચિત્તની સરળગતિથી શું સમજવું ? એના જવાબમાં કહ્યું કે ચિત્તની આ સરળગતિ જીવનો પરિણામવિશેષ છે. સરળગતિને દૃષ્ટાંતથી સમજાવવા કહ્યું કે જીવનો આ પરિણામ સર્પને પેશવાની નળીની લંબાઈ તુલ્ય છે, અર્થાત્ સર્પને પેશવાની નળીની લંબાઈ સરળ હોય છે, ક્યાંય વાંકી ચૂકી નથી હોતી, જેથી સર્પનો વક્રગતિ કરવાનો સ્વભાવ હોવા છતાં સર્પને સરળ જ ગતિ કરવી પડે છે. જે રીતે સર્પ સરળગતિથી બિલમાં પ્રવેશે છે તે રીતે પ્રસ્તુતમાં સરળગતિ કરનાર જીવ અનેક ગુણોને પામે છે. માટે અહીં જીવપરિણામવિશેષનું વિશિષ્ટ ગુણોના સ્થાનની પ્રાપ્તિ કરાવવામાં તત્પર છે એવું વિશેષણ મૂક્યું છે. વિશિષ્ટ ગુણસ્થાનની ૧. વિનિયોગ = ઉપયોગ. ૨.૩૫થોડા = જ્ઞાન. (ઉપ ૨. ગા. ૬ શ્રતોપાત્ = પ્રવજ્ઞાન)