________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૧૭
પરિણામ સારો લાગે. પણ તેમ મારી નાખવાથી તે જીવો દુઃખથી મુક્ત બનતા નથી, કિંતુ અધિક દુઃખી થાય છે. કારણકે આર્તધ્યાન વગેરે કરીને અશુભ-કર્મનું ઉપાર્જન કરે છે. દુઃખથી મુક્ત બનવાનો સાચો ઉપાય તો એ છે કે જીવોને કર્મથી મુક્ત બનાવવા.)
વિષાનભોજી- ઝેર મિશ્રિત અન્નનું ભોજન કરનારા. (દુઃખથી કંટાળી જાય એથી એમ વિચારે કે ઝેરવાળું ભોજન કરું કે જેથી આ દુઃખથી મુક્ત બનું આવું વિચારીને ઝેર મિશ્રિત અન્નનું ભોજન કરે તે વિષાન્નભોજી).
(આ રીતે મરી જવાથી દુઃખથી મુક્ત બની જવાય એ અજ્ઞાનતા છે. બાકી રહેલા કર્મો એ જીવ જ્યાં જાય ત્યાં ભોગવે છે. દુઃખથી મુક્ત બનવા કર્મથી મુક્ત બનવું જોઈએ. આથી દુઃખ આવે ત્યારે ઝેરમિશ્રિત અન્નનું ભોજન વગેરેથી આપઘાત કરવાને બદલે કર્મક્ષય થાય તેવો પ્રયત કરવો જોઈએ.).
ગલમસ્ય આદિ ત્રણનો પરિણામ અનર્થના ફલવાળો જ છે. અજ્ઞાનતાના કારણે એ પરિણામ પોતાની લ્પનાથી શુભ લાગતો હોવા છતાં અંતે ભંયકર હોવાથી સંક્લિષ્ટ જ છે.
પ્રશ્ન-ગલમત્સ્ય આદિને આ પરિણામ શુભ લાગે છે એનો નિશ્ચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર- પોતે તેવી પ્રવૃત્તિ કરે છે તેનાથી નિશ્ચિત થાય છે કે તેમાં સ્વરુચિ છે. સ્વરુચિ વિના તેની પ્રવૃત્તિ ન થાય. આથી નિશ્ચિત થાય છે કે આ પરિણામ તેમને સ્વકલ્પનાથી શુભ લાગે છે–દેખાય છે. પ્રશ્ન- ગલમસ્ય આદિનો આ પરિણામ અશુભ છે એનું શું કારણ ? ઉત્તર- કારણકે તેનાથી પરિણામે અશુભ ફળ મળે છે.
આ પ્રમાણે ગલમસ્ય આદિના પરિણામની જેમ જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને ધર્મચારીનોસ્વચ્છંદી સાધુનો) આ (–શુદ્ધ ભિક્ષા આદિ સંબંધી) પરિણામ પણ અશુભ જ છે. કારણ કે તેનાથી પરિણામે અશુભ ફળ મળે છે. બંને (-ગલમસ્યાદિ + સ્વચ્છંદી સાધુ) સ્થળે આજ્ઞાના પરિણામનો અભાવ હોવાથી સમાનતા જ છે, અને એથી ફળ તુલ્ય જ છે. (૧૮૮).
आह–कस्माच्छुभोऽपि परिणामो मोहादशुभतां प्रतिपद्यत इत्याशङ्क्याहजो मंदरागदोसो, परिणामो सुद्धओ तओ होति । मोहम्मि य पबलम्मी, ण मंदया हंदि एएसिं ॥१८९॥