________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૧૫ ‘દિરૂપ 'સુન્દરીરૂપ “અતિવ્યો' : યતિ–“સુકું છાપુ નો, गुरुकुलचागाइणेह विनेओ । पिच्छत्थं सबरसरक्खवहणपायच्छिवणतुल्लो ॥१॥ इत्यादि । नहि यो यद्वचननिरपेक्षः प्रवर्त्तते स तत्र बहुमानवान् भवति, यथा कपिलादिः सुगतशिवादौ देवताविशेषे, जिनवचननिरपेक्षश्च गुरुकुलवासादिपरित्यागेन शुद्धपिण्डैषणादिकारी साधुः, तस्माद् न भगवति बहुमानवानिति ॥१८७॥"
આખું જગત હણીને જેની બુદ્ધિ લેખાતી નથી=રાગ-દ્વેષવાળી બનતી નથી તે, જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ, પાપથી લપાતો નથી.” ઈત્યાદિ વચન પ્રામાણિક હોવાથી ભાવશુદ્ધિ જ જોવી જોઇએ, આજ્ઞાયોગથી શું? આવી આશંકા કરીને ગ્રન્થકાર કહે છે
ગાથાર્થ–આજ્ઞાનિરપેક્ષ પરિણામ પણ અવશ્ય અશુદ્ધ જ છે. કારણકે તીર્થંકરને વિષે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહરૂપ જાણવો.
ટીકાર્ય–આજ્ઞાનિરપેક્ષ પરિણામ પણ– માત્ર સ્વેચ્છાથી પ્રવૃત્ત થયેલો આજ્ઞા બાહ્ય શુભ પણ પરિણામ. પરિણામ એટલે અંતઃકરણની પરિણતિ. | તીર્થકરને વિષે બહુમાન–જગતના સર્વ જીવો પ્રત્યે વાત્સલ્યભાવવાળા તીર્થંકર પ્રત્યે પોતાની અપેક્ષાએ ઘણું માન તે બહુમાન.
અસ આગ્રહ રૂપ- આજ્ઞાની ઉપેક્ષાવાળો શુભ પરિણામ પણ અશુદ્ધ જ છે. કારણકે તીર્થંકર પ્રત્યે બહુમાન ન હોવાથી તે પરિણામ અસદ્ આગ્રહરૂપ છે. આ વિષે આ જ ગ્રંથમાં આગળ કહેશે કે- “ગુરુકુલવાસ આદિનો ત્યાગ કરીને શુદ્ધ ભિક્ષા આદિમાં કરાતો પ્રયત્ન ભીલે મોરપિચ્છા માટે શૈવ(-ભૌત)સાધુઓનો ઘાત કરીને કરેલા ચરણસ્પર્શના ત્યાગ સમાન છે.” (ઉપ. ગા. ૬૭૭)
પ્રશ્ન- આજ્ઞાની ઉપેક્ષાવાળો જીવ તીર્થંકર પ્રત્યે બહુમાનવાળો નથી એનો નિર્ણય કેવી રીતે કરી શકાય ?
ઉત્તર- જે જીવ જેના વચન પ્રત્યે ઉપેક્ષાવાળો બનીને પ્રવર્તે છે તે જીવ તેના પ્રત્યે બહુમાનવાળો ન હોય એ નિયમ છે. જેમકે સાંખ્યમતના અનુયાયીઓ બુદ્ધ અને મહાદેવ વગેરે દેવના વચન પ્રત્યે નિરપેક્ષ હોવાથી તેમના પ્રત્યે બહુમાનવાળા નથી.
પ્રસ્તુતમાં ગુરુકુલવાસ આદિનો ત્યાગ કરીને શુદ્ધ આહારની એષણા વગેરે કરનાર સાધુ જિનવચન પ્રત્યે ઉપેક્ષાવાળો છે. તેથી તે ભગવાન પ્રત્યે બહુમાનવાળો નથી. (૧૮૭)
अथास्य शुभलेश्यत्वमपि दृष्टान्तोपन्यासेन तिरस्कुर्वन्नाहगलमच्छभवविमोयगविसन्नभोईण जारिसो एसो । मोहा सुहो वि असुहो, तप्फलओ एवमेसो वि ॥१८८॥