________________
૩૧૮
ઉપદેશપદ : ભાગ-૧ ___यः कश्चिद् रागश्च द्वेषश्च रागद्वेषौ । तत्र रागोऽभिष्वङ्गः स च स्नेहकामदृष्टिरागभेदात् त्रिप्रकारः । तत्र स्नेहरागो जनकादिस्वजनलोकालम्बनः । कामरागः प्रियप्रमदादिविषयसाधनवस्तुगोचरः । दृष्टिरागः पुनर्योऽयं दर्शनिनां निजनिजदर्शनेषु युक्तिपथावतारासहेष्वपि कम्बललाक्षारागवत् प्रायेणोत्तारयितुमशक्यः पूर्वरागद्वयापेक्षयातिदृढस्वभावः प्रतिबन्धो विजृम्भते स इति । द्वेषो मत्सरः । अयमपि तत्तत्कार्यमपेक्ष्य सचित्ताचित्तद्रव्यगोचरतया द्विभेदः । ततो मन्दौ निर्बीजीभूतौ निर्बीजीभावाभिमुखौ वा रागद्वेषौ यस्मिन् स तथा 'परिणामो' निरूपितरूपः 'शुद्धकः' परिशुद्धस्वभावः 'तउ' त्ति तको भवति जायते । यत एवं, ततो मोहे च विपर्यासे मिथ्यात्वमोहनीयोदयजन्ये पुनः प्रबले गुणवत्पुरुषप्रज्ञापनाया अप्यसाध्यत्वेन बलीयसि विजृम्भमाणे सति 'न' नैव 'मन्दता' निहतशक्तिरूपता । हंदीति सन्निहितसभ्यजनस्य पश्यतः स्वयमेव प्रयोजनं पश्यतु भवानेव यदि मन्दता स्याद् एतयोः' रागद्वेषयोः । न हि कारणमन्दतामन्तरेण कार्यमल्पीभवितुमर्हति, महाहिमपातसमये इव रोमोद्भुषणादयः शरीरिणां शरीरविकारा इति॥१८९॥
શા કારણે શુભ પણ પરિણામ અજ્ઞાનતાથી અશુભ બને છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ- જેમાં રાગ-દ્વેષ મંદ છે તેવા પરિણામ શુદ્ધ છે. મોહ પ્રબળ હોય ત્યારે રાગલેષની મંદતા થતી નથી.
ટીકાર્થ–રાગ એટલે અભિધ્વંગ(-પ્રેમ). રાગના સ્નેહરાગ, કામરાગ અને દૃષ્ટિરાગ એમ ત્રણ પ્રકાર છે. તેમાં કોઈ જાતના સ્વાર્થ વિના) પિતા વગેરે સ્વજને પ્રત્યે રાગ તે સ્નેહરાગ. વિષયો પ્રત્યે અને વિષય સુખનું સાધન એવી પ્રિયપત્ની વગેરે વસ્તુઓ પ્રત્યે રાગ તે કામરાગ. મિથ્યાદૃષ્ટિ જીવોનો યુક્તિમાર્ગમાં પ્રવેશ કરવા માટે અસમર્થ(ન્યુક્તિથી ન ઘટી શકે તેવા) પોત-પોતાના દર્શન ઉપર ગાઢ રાગ તે દૃષ્ટિરાગ. આ રાગ પૂર્વના બે રાગથી અધિક દઢ હોય છે. આથી જ જેમ કામળીમાં રહેલો લાક્ષારંગ દૂર કરવો અશક્ય છે તેમ આ રાગ પ્રાયઃ દૂર કરવો અશક્ય છે. વૈષ એટલે મત્સર (–અપ્રીતિ). દ્વેષ પણ તે તે કાર્યની અપેક્ષાએ સચિત્ત અને અચિત્ત દ્રવ્ય ઉપર થતો હોવાથી બે પ્રકારનો છે. (અર્થાત્ સચિત્ત દ્રવ્ય ઉપર દ્વેષ થાય તે સચિત્ત દ્વેષ અને અચિત્ત દ્રવ્ય ઉપર દ્વેષ થાય તે અચિત્ત દ્વેષ.).
પ્રશ્ન- કેવા રાગ-દ્વેષ મંદ કહેવાય ? ૧. આથી જ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે-કામરાગ અને સ્નેહરાગ સહેલાઈથી નિવારી શકાય છે. પણ પાપી દૃષ્ટિરાગ સારા(-તત્તાતત્ત્વનો વિવેક કરવાની શક્તિ ધરાવનારા) માણસોથી પણ મહાકષ્ટથી દૂર કરી શકાય છે. (છઠ્ઠો પ્રકાશ)