________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૧૩
તથા કોઈક નગરમાં કોઈક તપસ્વીએ માસખમણનો તપ કર્યો. પારણાના દિવસે ત્યાં અનેષણાની (–દોષિત આહારની) સંભાવના કરીને અજાણ્યા ઘરોમાંથી ભિક્ષા લાવવાની ઈચ્છાથી નજીકના ગામમાં વહોરવા ગયા. તે ગામમાં મોટા કુટુંબવાળી, ભદ્રિક, સાધુદાનમાં અત્યંત શ્રદ્ધાવાળી એક સ્ત્રીએ(કદાચ તપસ્વી મહાત્મા આપણા ઘરે વહોરવા આવી જાય એમ વિચારીને સાધુને વહોરાવવા માટે) ઘણી ખીર બનાવી. પછી વિચાર્યું કે જો મુનિને આદરથી વહોરાવવામાં આવે તો કદાચ આ ખીર મારા માટે બનાવી હશે એવી શંકા પડે તો ચોક્કસ મુનિ નહિ વહોરે. આમ વિચારીને તપસ્વીને વહોરાવવાના અદ્વિતીય(-એના જેવો બીજો કોઈ ઉપાય ન હોય તેવા) ઉપાયને જોતી તેણે બાળકોને શિખવાડ્યું. તે આ પ્રમાણે– ભિક્ષા માટે આવેલા તપસ્વી સાધુ સમક્ષ આ ખીર હું તમને પીરશું ત્યારે “તું રોજ ખીર બનાવે છે, અમને રોજ રોજ ખીર ભાવતી નથી.” એમ અરુચિવાળા વચનો કહીને “અમને આ ખીર જોઇતી નથી” એમ કહેવું. બાળકોએ તે પ્રમાણે કર્યું. તપસ્વીએ પણ દ્રવ્યાદિનો ઘણો ઉપયોગ મૂક્યો. પછી સર્વજ્ઞ વચનની આરાધનાની પ્રધાનતાવાળા તે મુનિએ આ ખીર બધી રીતે શુદ્ધ છે, એમ વિચારીને વહોરી. સ્થાને જઈને ખીરને ખાવાનું શરૂ કર્યું. ખીરનું ભોજન કરતા તેમણે પોતાના આત્માને કહ્યું કે–“હે જીવ! બેતાલીસ એષણાના દોષોથી ગહન અટવી જેવી ગ્રહણેષણામાં તું ઠગાયો નથી. હમણાં ભોજન કરતો તું જેવી રીતે રાગ-દ્વેષથી ન ઠગાય તે રીતે ભોજન કર, અર્થાત્ રાગ-દ્વેષ વિના ભોજન કર.” (ઓઘ નિ. પ૪૫) ઇત્યાદિ શુભ ભાવનાથી ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થતાં કેવળજ્ઞાન થયું.
આ પ્રમાણે યતિવેશધારીને સર્વજ્ઞની આજ્ઞાનો (-નિર્દોષ આહાર વહોરવાનો) ઉપયોગ ન હોવાથી શુદ્ધ આહાર લેવા છતાં ક્લિષ્ટ કર્મબંધ થયો. સુસાધુએ સારી રીતે દોષિત આહાર ન આવી જાય તેનો ઉપયોગ મૂક્યો હતો, આથી તેને તો અશુદ્ધ આહાર લેવા છતાં જેનાથી કેવળજ્ઞાન થાય તેવી નિર્જરાનો લાભ થયો. આથી જ શાસ્ત્રમાં કહ્યું છે કે “આધાકર્મના પરિણામવાળો સાધુ (કદાચ) પ્રાસુક(–નિર્દોષ) ભોજન કરે તો પણ તેને અશુભકર્મનો બંધક કહ્યો છે. શુદ્ધ આહારની જ ગવેષણા કરનાર સાધુ(કદાચ) આધાકર્મ દોષથી દૂષિત આહાર કરે તો પણ શુદ્ધ જ છે.”(પિંડ નિ. ૨૦૭)
તેથી આગમમાં (=આગમ પ્રમાણે) કરેલા પ્રયતને મોક્ષનો હેતુ જાણવો. તેથી આગમમાં (આગમ સંબધી) શુશ્રુષા-શ્રવણ-ગ્રહણ વગેરે પ્રયત બધાજ મુમુક્ષોઓનો મોક્ષ હેતુ જાણવો. કારણકે આ પ્રયત વિના મોક્ષ ન થાય. આથી જ શાસ્ત્રકારો કહે છે કે- “જેવી રીતે પાણી મલિન વસ્ત્રને અત્યંત શુદ્ધ કરે છે તેવી રીતે શાસ્ત્ર અંતઃકરણ રૂપ રત્નને અત્યંત શુદ્ધ કરે છે એમ બુદ્ધિમાન પુરુષો જાણે છે.” (યોગ બિંદુ ૨૨૯) “શાસ્ત્રમાં બહુમાન રૂપી ભક્તિ મુક્તિની ઉત્તમ દૂતી છે એમ જગભૂજ્ય તીર્થકરોએ કહ્યું છે. કારણકે શાસ્ત્રમાં જ ભક્તિ