________________
૩૧૨
ઉપદેશપદ : ભાગ-૧ शुश्रूषाश्रवणग्रहणादिः सर्वस्य मुमुक्षोर्विज्ञेयो मोक्षहेतुरिति, एतत्प्रयत्नमन्तरेण मोक्षाभावात्। तथा च पठन्ति “मलिनस्य यथाऽत्यन्तं, जलं वस्त्रस्य शोधनम् ।अन्तःकरणरत्नस्य, तथा शास्त्रं विदुर्बुधाः ॥१॥शास्त्रे भक्तिर्जगद्वन्द्यैर्मुक्तिदूती परोदिता । ૩નૈવેયમતો ચાવ્યા, તપ્રાસન્નમાવત: ર ા i૨૮૫
આ જીવ અહિંસામાં અત્યંત આદર ન કરતાં, આગમમાં અત્યંત આદર કરે છે તેનું શું કારણ છે? એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
ગાથાર્થ– કારણકે આજ્ઞામાં ચારિત્ર રહેલું છે. આ આધાકર્મ આદિ દૃષ્ટાંતથી સિદ્ધ છે. તેથી આગમમાં કરેલા પ્રયતને મોક્ષનો હેતુ જાણવો.
ટીકાર્થ– ચારિત્ર આજ્ઞામાં રહેલું છે–જીવોને દેશચારિત્ર કે સર્વચારિત્ર આજ્ઞાથી સંપન્ન થાય છે, બીજી રીતે નહિ. બીજા સ્થળે પણ કહ્યું છે કે- “સર્વજ્ઞ વચનની આરાધનાથી જ ધર્મ છે. સર્વજ્ઞ વચનની બાધાથી તો અધર્મ થાય છે.” તેથી આ (=સર્વજ્ઞ વચન) જ ધર્મનું રહસ્ય છે. ધર્મનો સર્વસાર પણ સર્વજ્ઞ વચન જ છે.”(ષોડ. ૨/૧૨) “આ (=સર્વજ્ઞ વચન) હૃદયમાં રહ્યું છતે પરમાર્થથી સર્વજ્ઞ હૃદયમાં રહે છે અને સર્વજ્ઞ હૃદયમાં રહે છતે નિયમો સર્વ (=ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ સર્વ) અર્થોની સિદ્ધિ થાય છે.”(ષોડ. ૨/૧૪)
આ વિષય આધાકર્મ આદિ દષ્ટાંતથી સિદ્ધ છે= અહીં આધાકર્મ દોષનું લક્ષણ આ પ્રમાણે છે- સાધુઓ માટે સચિત્ત ફલ અને બીજ વગેરેને અચિત્ત કરવામાં આવે, તથા અચિત્ત ચોખા વગેરેને પકાવવામાં આવે, તેને તીર્થકરો આધાકર્મ કહે છે.” આવા દોષથી યુક્ત આહારપાણીના દૃષ્ટાંતથી ચારિત્ર આજ્ઞામાં રહેલું છે એ વિષયને પિંડનિર્યુક્તિમાં સિદ્ધ કર્યું છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે- કોઈક નગરમાં મુગ્ધબુદ્ધિ, દાનશ્રદ્ધાળુ અને જૈનશાસનને અનુસરેલા (=જૈન) કોઈકે કોઈક સમયે સર્વ(સાધુ-સાધ્વીરૂપ) સંઘ માટે ભોજન તૈયાર કર્યું. તેને ગ્રહણ કરનારા સાધ્વાભાસોને (=વેષધારી સાધુઓને) પાતરાં ભરીને ભોજન આપ્યું. અતિશય ઉદારતાનો સૂચક આ દાનપ્રસંગ નજીકના ગામમાં રહેનારા અને માત્ર સાધુવેષથી જીવન નિર્વાહ કરનારા કોઈક વેષધારી સાધુએ સાંભળ્યો. તે બીજા દિવસે તે શ્રાવકના ઘરે ગયો. તે શ્રાવકે તેને આવવાનું કારણ પૂછ્યું. તેણે કહ્યું: મારા આવવાનું કારણ તમારી ઉદારતા સિવાય બીજું કંઈ નથી. તે દિવસે તેના ઘરે જમાઈ વગેરે ઘણા મહેમાનો આવ્યા હતા. મહેમાનો માટે પકુવાન અને ભાત-દાળ વગેરે આહાર તૈયાર કર્યો હતો. શ્રાવકે તેને પાત્ર ભરીને વહોરાવ્યું. વેષધારી સાધુએ તે આહાર વાપર્યો. ૧. અહીં “આધાકર્મ આદિ દૃષ્ટાંતથી” એ સ્થળે રહેલા આદિ શબ્દથી પ્રાસુક અને એષણીય આહાર-પાણી
સમજવા. ટીકામાં એક દષ્ટાંત આઘાકર્મ દોષથી યુક્ત આહારનું છે અને બીજું દૃષ્ટાંત નિર્દોષ(=પ્રાસુક અને એષણીય) આહારનું છે.