________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૯૧
આવાસમાં લઈ ગયો. આંબાની લૂમ ઉપર ધનુષ્ય ચઢાવ્યું, બાણ લૂમમાં ચોંટ્યું, બાણના છેડા ઉપર બીજુ બાણ એમ બાણ લગાવતા પોતાના હાથ પાસે બાણનો છેડો આવ્યો ત્યાં સુધી લગાવ્યા. પછી અર્ધચંદ્ર બાણ ફેંકીને લૂમ તોડી. કોશા કહે છે તેવા શિક્ષિતને અહીં શું દુષ્કર છે ? અથવા મારી નૃત્યવિધિને તું જો. પછી સરસવના ઢગલા ઉપર રાખેલી સોયના અગ્રભાગ ઉપર નૃત્ય કર્યું છે જેણે એવી હસમુખી કહે છે કે અહો ! ગુણીઓને વિષે કોને મત્સર હોય ? તેને જ (સ્થૂલભદ્રને) મનમાં ધારણ કરતી આ સુભાષિતને કહે છેઃ શિક્ષિતોને આંબાની લુંબ તોડવી કાંઈ દુષ્કર નથી, શિક્ષિતોને નૃત્ય કરવું તે પણ દુષ્કર નથી, વેશ્યાના મંદિરમાં ચોમાસું રહીને પણ જેણે કામદેવને જિત્યો તે મુનિની મહાનુભાવતા દુષ્કર છે. તેણીએ તેનો પૂર્વનો સર્વ જ વૃત્તાંત જણાવ્યો. તેના ચારિત્રથી આકર્ષાયેલા રથિકને પરમ શ્રાવક બનાવાયો. (૮૮)
તે સમયે બાર વરસનો દુકાળ પડ્યો. સર્વ સાધુ સમુદાય સમુદ્રના કાંઠે ગયો. દુકાળ પુરો થયા પછી ફરીથી સાધુ સમુદાય પાટલિપુત્રમાં આવ્યો. સંઘે શ્રુતજ્ઞાન સંબંધી ચિંતા કરી કે કોને કેટલું જ્ઞાન છે. ઉદેશ કે અધ્યયનાદિ જેની પાસે જે શ્રુત હતું તે સર્વ ભેગું કરીને ત્યાં જે અગીયાર અંગ રાખ્યા (સાચવ્યા) તેમાં દૃષ્ટિવાદ સંબંધી પરિકર્મ, સૂત્રાદિ, પૂર્વગત, ચૂલિકા અને અનુયોગ એમ પાંચ નથી એટલે નેપાલ વર્તી દેશમાં ભદ્રબાહુ ગુરુ વિચરે છે અને દૃષ્ટિવાદને ધારણ કરે એમ સંઘે વિચાર્યું. સંઘે તેમની પાસે સાધુ સંઘાટકને મોકલ્યો અને કહેવડાવ્યું કે તમો દૃષ્ટિવાદની વાચના આપો, અહીં અર્થી સાધુઓ છે. સંઘ કાર્ય જણાવ્યા પછી તેમણે કહ્યું કે હમણાં મેં મહાપ્રાણ ધ્યાન સાધવા શરૂ કર્યું છે, કેમકે પૂર્વે દુષ્કાળ હતો. આ ધ્યાન પૂર્ણ થયા વિના હું વાચના નહીં આપું, કારણ કે ધ્યાનમાં તે વાચના આપવી શક્ય નથી. આવીને સંઘાટકે સંઘને જણાવ્યું. પછી સંઘે ફરીથી તેમની પાસે સંઘાટક મોકલ્યો અને કહેવડાવ્યું કે સંઘની જે આજ્ઞા ન માને તેને શું દંડ થાય? તેને ઉદ્ઘાટન પ્રાયશ્ચિત્ત થાય, અર્થાત્ તેને સંઘની બહાર કરવો જોઈએ. તો તમને જ એ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયું છે. મને સંઘ બહાર ન મૂકો અને જે સુમેધાવી સાધુઓ છે તેને અહીં મોકલો. જયાં સુધી ધ્યાન ચાલશે ત્યાં સુધી દિવસના સાત વાચનાઓ આપીશ. એક ભિક્ષાથી પાછા આવે ત્યારે. બીજી મધ્યા, ત્રીજી સંજ્ઞા ત્યાગ વખતે, ચોથી દિવસના કાળ વેળાએ અને ત્રણ વાચનાઓ શયન વખતે, અર્થાત્ રાત્રે. પછી સ્થૂલભદ્ર વગેરે પાંચસો મેઘાવીઓ તેમની પાસે પહોંચ્યા અને પ્રશ્નોત્તરીમાં વાંચના લે છે. એક વાર, બે વાર કે ત્રણ વાર સુધીમાં તેઓ ધારણ કરવા (યાદ રાખવા) સમર્થ થતા નથી ત્યારે એક સ્થૂલભદ્ર સિવાય બધાએ વાચના લેવાનું છોડી દીધું. ધ્યાન થોડું બાકી રહ્યું ત્યારે ગુરુએ પુછ્યું કે તું ખેદ નથી પામતો ને? તે કહે છે કે હે ભગવન્! મને કોઈ ખેદ નથી. ગુરુએ કહ્યું તો તું થોડો કાળ રાહ જો હું આખો દિવસ વાચના આપીશ. તે આચાર્ય ૧. સાધુ સંઘાટક= બે સાધુ. ૨. સુમેધાવી એટલે તીવ્ર સ્મરણ શક્તિવાળો. ભણતા તરત યાદ રાખી શકે અને ભણેલું જલદી ભૂલે નહીં
તે મેધાવી કહેવાય, અર્થાત્ જેને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તીવ્ર થયો હોય તેવો.