________________
૨૩૪
ઉપદેશપદ : ભાગ-૧ દેખાયા. ચાણક્ય લજ્જાવાળો થયો. સાધુઓ વસતિમાં ગયા. હું આઓથી વટલાવાયો એમ રાજા દુગંછા કરવા લાગ્યો. ઉદ્ભટ ભૃકુટિની ભયંકર ભાલથી ચાણક્ય કહ્યું કે આજે જ તું સુકૃતાર્થ થયો છે અને વિશુદ્ધ કુળમાં ઉત્પન્ન થયો છે કારણ કે બાળકાળથી જેમણે વ્રતોનું પાલન કર્યું છે એવાઓની સાથે આજે તારે ભોજન થયું. ગુરુ પાસે જઈને જેટલામાં ચાણક્ય શિષ્યોને ઠપકો આપ્યો તેટલામાં ગુરુ બોલ્યા કે તું શાસન પાલક હોતે છતે ભુખથી પીડાયેલા આ ક્ષુલ્લકો નિર્મા બની આવું આચરનારા થયા તે સર્વ તારો જ અપરાધ છે પણ બીજાનો નહીં. ચાણક્ય પગમાં પડ્યો, મારા એક અપરાધને ક્ષમા કરો. હવેથી માંડીને હું પ્રવચનની સર્વ પણ ચિંતા કરીશ.
પછી ચાણક્યના મનમાં આ ચમકારો થયો કે ઘણા લોકોથી વિરુદ્ધ થયેલા રાજાને આ પ્રમાણે કોઈ ઝેર ન આપી દે તેથી ચંદ્રગુપ્ત ગુપ્તપણે વિષથી ભાવિત કરાવા લાગ્યો જેથી શુદ્રોવડે પ્રયોગ કરાયેલો ઝેરના પ્રભાવ વિનાનો થાય. હંમેશા પાસે રહીને તેને ભોજન કરાવે છે. કોઈક કારણે તે ત્યાં ન પહોંચ્યો હોય તો ગર્ભવતી દેવીની પાસે જમે છે. હવે પરમાર્થને નહીં જાણનારા રાજાએ પણ અતિપ્રેમની પરવશતાથી પોતાના થાળમાંથી એક કોળિયો રાણીને આપ્યો. તે રાણી જેટલામાં વિષવાળા કોળિયાને જમે છે તેટલામાં જલદીથી મૂછિત થઈ. ચાણક્યને આ ખબર અપાઈ અને તે ઉતાવળે પગલે પહોંચ્યો. આ અવગણના કરવા યોગ્ય નથી. ઉદરમાં જે ગર્ભ છે તેને બચાવવો જોઈએ એમ મનમાં જાણે છે. તત્કાળ કાર્યમાં દક્ષ એવો તે સ્વયં શસ્ત્રને લઈને પેટની નસને કાપીને ઘણો પક્વ ગર્ભ પોતાના હાથોથી ગ્રહણ કરે છે અને જુના ઘીથી પૂર્ણ ભરેલા વાસણમાં (અથવા તો ઘીથી પૂર્ણ રૂની મધ્યમાં) મૂકે છે. ક્રમથી જેણે પોષણ મેળવ્યું છે એવા તે બાળકનું નામ બિંદુસાર થાઓ. કારણ કે તે ગર્ભમાં રહેલો હતો ત્યારે વિષનું બિંદુ તેના મસ્તક ઉપર સ્થિર થયું હતું. તેટલા ભાગમાં માથામાં વાળ ન ઉગ્યા. કાળથી ચંદ્રગુપ્ત મરણ પામ્યો ત્યારે તેને રાજા કર્યો.
પૂર્વ ઉત્થાપિત કરાયેલો નંદરાજાનો સુબંધુ નામનો મંત્રી આવ્યો અને તેના ચાણક્યના) છિદ્ર શોધીને રાજાને આ પ્રમાણે કહ્યું: હે દેવ ! જો કે તમો મને કૃપાથી પ્રફુલ્લિત આંખથી જોતા નથી તો પણ અમારે તમારું હિત થાય એમ કહેવું જોઇએ. ચાણક્ય મંત્રીએ તારી માતાનું પેટ ચીરીને મરણ પમાડી છે તેથી આનાથી બીજો કોણ વૈરી હોય ? આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલા રાજાએ પોતાની ધાવ માતાને પુછ્યું. તેણે પણ તેમ જ કહ્યું પણ મૂળથી કારણ ન જણાવ્યું. કાર્યપ્રસંગે ચાણક્ય આવ્યો. ભાલતલ પર રચાઈ છે ભૂકુટિ જેના વડે એવો રાજા પણ તેને જોઈને પરાક્ષુખ થયો. અહોહો ! હું મર્યો, નહીંતર કેવી રીતે આ રાજા મારો પરાભવ કરે ! આ પ્રમાણે વિચારીને ચાણક્ય ઘરે ગયો. પુત્ર–પ્રપુત્ર-સ્વજન વર્ગને ઘરનો સાર આપીને ચાણક્ય સૂક્ષ્મબુદ્ધિથી વિભાવના કરે છે કે મારા પદની સંપત્તિની વાંછાથી, અર્થાત્ મંત્રીપદ મેળવવાની વાંછાથી કોઈક ચાડિયાએ આ રાજાને કોપિતૃ કર્યો છે