________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૫૫ તેથી દર્શન-જ્ઞાનાદિ કાર્યોમાં સજ્જ થયેલાઓ દીક્ષાનો સ્વીકાર કરે છે. તેથી તમે પણ આ દર્શનાદિ ગુણોમાં શક્તિથી પ્રવૃત્ત થાઓ. સદા વિવિધ પૂજા પૂર્વક ત્રિકાલ ચૈત્યવંદનથી, અતિ ચીવટથી ચૈત્યોના કાર્યો વારંવાર કરવાથી, આચારમાં તત્પર બનવાથી, બહુશ્રુત એવા સુમુનિઓને વંદન કરવાથી, વારંવાર ગુણીઓના બહુમાનથી તથા વાત્સલ્યથી, શંકાદિ શલ્યોને ઉદ્ધરીને હંમેશા દર્શન શુદ્ધિ કરવી. તથા જિનેશ્વરના જન્મસ્થાનોના દર્શનથી દર્શનશુદ્ધિ કરવી. કહ્યું છે કે અહીં ખરેખર મહાનુભાવ જિનવર તીર્થકરોના જન્મ-દીક્ષાદિ સ્થાનોમાં દર્શન ગુણ દઢ થાય છે. સુતીર્થમાં વિધિપૂર્વક સિદ્ધાંત રહસ્યને સાંભળવાથી, નવા નવા શ્રુતને ભણવાથી, કાલાદિ વિપર્યયના ત્યાગપૂર્વક પૂર્વભણેલ શ્રુતના પરાવર્તનથી અને તેની અનુપ્રેક્ષાથી જ્ઞાન દૃઢ થાય છે. જ્ઞાની સાધુઓ અને સમાન ધર્મીઓ (શ્રાવકો) ના સહવાસથી, આસવારને સંધવાથી, હંમેશા પછી પછીના ગુણોનો અભિલાષ કરવાથી ચારિત્ર પણ પ્રાપ્ત કરાય છે. આ પ્રમાણે ગુણરત્નોથી વિભૂષિત, સુકૃતાર્થ, શરદઋતુના ચંદ્ર સમાન યશના સમૂહથી ભરાયું છે દિગંત જેઓ વડે એવા જીવો આ જન્મમાં જ સુખોને મેળવે છે અને પરલોકમાં કલ્યાણમાળાથી શોભિત માળા મેળવે છે. ક્રમથી જ વિચિત્ર સુખો અનુભવીને ક્ષીણ થઈ છે કર્મ ૨જ જેઓની એવા તેઓ મોક્ષને પણ મેળવે છે.
અત્યંત પ્રભાવિત કરાયેલો રાજા નગરલોકની સાથે પોતાના ઘરે જઈ અંતેકરીઓની પાસે વજના સ્વરૂપને વર્ણવે છે. પછી વિસ્મિત થયેલી તેઓ કહે છે કે હે નાથ ! અમે પણ તેના રૂપના દર્શન કરવા ઇચ્છીએ છીએ. અતિતીવ્ર ભક્તિના પરવશ મનથી રાજા વડે અનુજ્ઞા અપાયેલી સર્વે અંતઃપુરની સ્ત્રીઓ નગરમાંથી નીકળી અને અતિ સુશ્લિષ્ટ રૂપવાળી, સંભળાયો છે વજનો વૃત્તાંત જેના વડે, અતિ વ્યાકુળ, વજને કેવી રીતે જોઉં એમ વિચારતી એવી તે શ્રેષ્ઠીપુત્રીએ પોતાના પિતાને વિનંતિ કરી કે સુભગ શિરોમણિ એવા વજની સાથે મને પરણાવો નહીંતર મારું આ જીવિતવ્ય નથી. સર્વાલંકારથી વિભૂષિત સાક્ષાત્ અપ્સરા જેવી કરાયેલી પુત્રી અને અનેક ક્રોડ ધન લઈને શ્રેષ્ઠી વજ પાસે પહોંચ્યો. ગુરુ (વજ) વડે સવિસ્તર ધર્મ કહેવાયો. લોક કહે છે કે દેવોનું સૌભાગ્ય અધિક હશે પણ રૂપ નહીં. આને જેવી રૂપલક્ષ્મી છે તેવી રૂપલક્ષ્મી ત્રણેય લોકમાં સુર, અસુર કે વિદ્યાધરને નહીં હોય. સભાનું મન જાણીને વજે તત્ક્ષણ જ હજાર પાંદડીવાળું ઉજ્જવળ, ઉદ્યોતને કરતું, સુવર્ણમય કમળ વિકુવ્યું. તેના ઉપર બેઠેલો મતિમાન વજ નિર્મળ લાવણ્યના સમુદ્ર સમાન રૂપને વિદુર્વે છે. આકર્ષિત થયેલ લોક કહે છે કે આનું આ સ્વાભાવિક રૂપ છે, પણ સ્ત્રીલોકો વડે હું ભોગ માટે પ્રાર્થના ન કરાયું એટલે પ્રથમ ન બતાવ્યું. રાજાએ પણ કહ્યું કે અહો ! આનો આવો અતિશય છે. ત્યારે વજ રાજાને આવા પ્રકારના અણગારના ગુણોનું વર્ણન કરે છે. તપગુણના પ્રભાવથી અણગારો અસંખ્યાતા જંબૂઢીપાદિને ભરી દે એટલા વૈક્રિયરૂપને કરી શકે તેટલી લબ્ધિવાળા હોય છે તો અહીં તમને આ શું અતિ અદ્ભુત લાગે છે ! અર્થાત્ કંઈ અદ્ભૂત નથી. (૨૧૬)