________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૫૯ ભગવંત કહે છે– હે ગૌતમ ! તું કેવળીઓની આશાતના ન કર. પશ્ચાત્તાપથી યુક્ત ગૌતમે મિથ્યાદુકૃત આપ્યું અને અતિ દુર્ધર અધૃતિને પામેલા વિચારે છે કે આ લોકો દીક્ષા લીધા પછી તુરત જ કેવળજ્ઞાન પામ્યા. જયારે મને હજુ કેવળજ્ઞાન થતું નથી તેથી આ જન્મમાં સિદ્ધ નહીં થાઉં. ભગવાન પૂછે છે– શું દેવોનું વચન સત્ય છે કે જિનેશ્વરોનું? ગૌતમ કહે છે– જિનેશ્વરોનું વચન સત્ય છે. ભગવાન કહે છે– તો પછી અધૃતિ કેમ કરે છે. ? પછી અવસરે ભગવાન ચારકૃતની પ્રરૂપણા કરે છે તે આ પ્રમાણે- (૧) ચુંબકૃત' (૨) વિદળકૃત (૩) ચર્મકૃત અને (૪) કંબલકૃત. આ પ્રમાણે શિષ્યનો ગુરુ ઉપર સ્નેહ ચાર પ્રકારનો હોય છે. હે ગૌતમ ! તારો મતિ મોહ મારા ઉપર કંબલકૃત સમાન છે. અને બીજુ મારી સાથે તારો લાંબા સમયથી સહવાસ છે. તું લાંબા કાળથી પ્રીતિવાળો છે, લાંબાકાળથી પરિચિત છે, લાંબા સમયથી મારો આરાધક છે, લાંબા સમયથી મને અનુસરનાર છે, હે ગૌતમ ! તું લાંબા સમયથી મારો અનુવર્તન કરનાર છે. તેથી આ ભવને અંતે આપણે સમાન થશું. હે ધીર ગંભીર ગૌતમ ! તું શોક ન કર.
હવે ગૌતમના આધાર(દાંત)થી બીજા મુનિઓને બોધ થાય એ હેતુથી પ્રભુ દ્રુમપત્રક નામનું અધ્યયન પ્રરૂપે છે. જેમકે– પાકીને પીળું પડેલું વૃક્ષનું પાંદડું એની મેળે ખરી પડે છે. તેમ રાજાઓના સમૂહથી પૂજાયેલો મનુષ્ય પણ આયુષ્યપૂર્ણ થતા મરણ પામે છે. આ પ્રમાણે મનુષ્યોનું જીવિત અસ્થિર હોતે છતે હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ કરીશ નહીં વગેરે. હંમેશા છઠ્ઠઅઠ્ઠમ આદિ ઉગ્ર સ્વરૂપવાળા તપને કરતા, ભગવાનની સાથે વિહાર કરતા ગૌતમ મધ્યમાં પુરીમાં આવ્યા. ગૌતમના મોહને છેદવા માટે પ્રભુએ ચાતુર્માસના સાત પખવાડિયા પસાર થયે છતે કાર્તિક અમાવસ્યાના દિવસના બે પહોર ગયા પછી નજીકના ગામમાં ગૌતમને મોકલ્યા અને કહ્યું: હે ગૌતમ ! આ ગામમાં અમુક શ્રાવકને બોધ કર. ત્યાં ગયા પછી વિકાલ થયો એટલે રાત્રિમાં ત્યાં જ રહ્યા. પરંતુ કેટલામાં આવતા જતા દેવોને જુએ છે તેટલામાં ઉપયોગ મૂકીને જાણ્યું કે ભગવાન આજે નિર્વાણ પામ્યા. વિરહથી કાયર મનવાળા તેણે પૂર્વે ક્યારેય ચિત્તમાં વિરહના દિવસની પરિભાવના ન કરી હતી. તે તત્કણ વિચારે છે કે અહો ! ભગવાન કેવા નિઃસ્નેહી છે ! જિનેશ્વરો આવા હોય છે. જે જીવો સ્નેહરાગને અધીન બનેલા છે તે સંસાર સાગરમાં ડૂબે છે. આ સમયે ગૌતમ કેવળજ્ઞાન પામ્યા. કેવલીકાળ બાર વર્ષનો થયો અને ભગવાનની જેમ જ વિહાર કર્યો પણ અતિશયોથી રહિત થયો. પછી આર્ય સુધર્મા સ્વામીને ગણ સોંપીને મોક્ષમાં ગયા. પછી આર્ય સુધર્મને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી આઠ વરસ સુધી તેમણે પણ શ્રેષ્ઠ કેવળીપણામાં વિહાર કર્યો પછી આર્ય જંબૂને ગણ સોંપીને સિદ્ધિમાં ગયા. ભગવંતના કાળ કરવાથી દુઃખી થયેલા દેવ અને દાનવોએ તે મધ્યમ નગરીનું નામ પાપપુરી કર્યું. ૧. સુંબકૃત– ઘાસની સાદડી તેને વિખેરવી સરળ છે. (૨) વિદળકૃત- વાંસના ફાંસની સાદડી જેને વિખેરવી થોડી કઠીન છે. (૩) ચર્મકૃત- ચામડા કે છાલની બનાવેલી સાદડી અને (૪) કંબલકૃત- કાંબળી પોતે અર્થાત્ કામળી જે ઘણા કષ્ટથી વિખેરી શકાય.