________________
૨૭૪ -
ઉપદેશપદ : ભાગ-૧
પ્રકાશને પામેલો રાજા પણ કાર્યોને યથાસ્થિત જુએ છે. તથા– જેને કાર્યને વહન કરનાર વિચક્ષણ-દક્ષ મંત્રી નથી તે રાજાને સારભૂત રાજ્યલક્ષ્મી અને સારંગલોચનાઓ (રાણીઓ)નો સંયોગ ક્યાંથી હોય?
રાજાએ જનવાદથી સાંભળ્યું કે અહીં સુમતિ નામનો ઉત્તમ બ્રાહ્મણ છે. જેણે પોતાના બુદ્ધિપ્રકર્ષના ગુણથી બૃહસ્પતિને જીતી લીધો છે. પરંતુ તે આંધળો છે. રાજાએ તેને ગૌરવપૂર્વક બોલાવ્યો. રાજાને સવારી કરવા યોગ્ય હાથણી ઉપર એક બાજુ બેસાડ્યો. રાજા તે હાથણી ઉપર આરૂઢ થયો અને કહ્યું: માર્ગમાં ઘણાં પાકેલા બોરવાળી બોરડી છે તેથી આપણે બોર ખાવા જઈએ. ખરેખર માર્ગમાં જતા કોઇપણ મુસાફર લોકવડે તે બોર ખવાતા નથી. (બોરડી માર્ગમાં રહેલી હોય અને માર્ગે જતાં લોકો એ બોરનું ભક્ષણ ન કરે એ ન બને, છતાં લોકો તેનું ભક્ષણ કરતાં નથી, તેથી તેનું ભક્ષણ ઉચિત નથી એમ કહીને સુમતિએ રાજાને નિષેધ કર્યો. રાજાએ તેવા પ્રકારના લોકોને તે બોરના ભક્ષણ કરાવવાના પ્રયોગથી બોરનો સ્વભાવ જાણ્યો. ખુશ થયેલા રાજાએ તેની એક માણક પ્રમાણ લોટ, પલ પ્રમાણ ગોળ અને કર્ષ પ્રમાણ ઘીની આજીવકિ બાંધી આપી. રાજાની આ પ્રથમ કૃપા છે એમ તેણે સહર્ષ વધાવી લીધી. હવે સજ્જાવેલ અતિદુર્ધર રૂપવાળો અધમ અશ્વ તેની પાસે લઈ જઈને તેની બુદ્ધિની સ્થિરતા જાણવા માટે ફરી બીજી વખત રાત્રીએ પુછ્યું કે “આ વેચાય છે તે લેવાય કે નહીં ?” તેણે મુખથી માંડીને પાછળના ભાગ સુધી જેટલામાં સ્પર્શ કર્યો તો રૂક્ષવાળવાળો જણાયો એટલે ખરીદવાની ના પાડી. કોમળવાળવાળા ઘોડાઓ જાતિવંત હોય છે, આ ઘોડો મોટો છે તે સાચું પણ જાતિવાન નથી. વિશેષથી સંતુષ્ટ થયેલા રાજાએ તેની આજીવિકા બમણી કરી આપી, અર્થાત્ લોટ આદિનું જે માપ હતું તે બમણું કર્યું.
ફરી કોઈક દિવસે કુળ જાણવા માટે બે કન્યાઓ સુશોભિત કરીને મોકલી કે આ બેમાંથી કઈ પરણવા યોગ્ય છે. પછી તેણે મુખથી માંડીને કેડ સુધી હાથથી ધીમે ધીમે એક કન્યાને સ્પર્શ કર્યો તો પણ તે કંઈપણ ક્ષોભ ન પામી. નિર્લજ્જ માતાની કુક્ષિમાં ઉત્પન્ન થઈ હોવાથી આવા પ્રકારની થઈ છે. એટલે આ વેશ્યાની પુત્રી છે એમ વિચારીને નિષેધ કરાઈ. તે જ પ્રમાણે બીજીને સ્પર્શના કરી ત્યારે તે ઘણી ક્રોધે ભરાઈ અને કઠોર વચનોથી તેણે નિર્ભત્ન કરી કે હે આંધળા ! તું કુલવાન નથી, કેમ કે તું લજ્જા વિનાનો છે. આ ઉત્તમકુળમાં ઉત્પન્ન થઈ છે નહીંતર આવું સુશીલપણું ક્યાંથી હોય ? આનું શીલ કમળ જેવું ઉજ્વળ જ છે એમ તેણે રાજાને જણાવ્યું. રાજાએ હર્ષથી મોટા આડંબરથી લગ્ન કર્યા. કૃપાથી પૂર્વ માણકાદિને બમણું કર્યું. પછી સુમતિએ કહ્યું હે દેવ ! તું વણિક પુત્ર છે, પણ ભક્તિમાન નથી. “જેવું મનમાં તેવું હોઠમાં એ ન્યાયથી અમે કહ્યું છે માટે તમારે અમારા ઉપર કોપ ન કરવો. શંકિત મનવાળા રાજાએ પોતાની માતાને એકાંતમાં પુછ્યું. તેણે પણ સત્ય હકીકત જાણાવી. “આ આ પ્રમાણે કેમ થયું?” એમ રાજાએ