________________
૩૦૫
ઉપદેશપદ : ભાગ-૧
અનુબંધને પણમાત્ર સમ્યક્ આરંભ જ કરે છે એમ નહિ, કિંતુ અનુબંધને પણ શોધે છે, અર્થાત્ આ આરંભનો અનુબંધ કેવો થશે તે પણ વિચારે છે.
અહીં પણ– અનુબંધની શોધ કરવામાં પણ. કેવળ સમ્યગૂ આરંભમાં જ જેનું સ્વરૂપ પૂર્વે (૧૭ર વગેરે ગાથાઓમાં) કહેલું છે તે ધનવણિકનું દૃષ્ટાંત છે એમ નહિ, કિંતુ અનુબંધની શોધ કરવામાં પણ તેવા પ્રકારનો વ્યવહાર (=વેપાર) કરવાના પ્રારંભમાં બે વણિકોથી પુછાયેલા બે જ્યોતિષીઓનું દૃષ્ટાંત છે. (૧૮૦). एतदेवाहकरकट्टलाभपुच्छा, जोतिसियदुगम्मि दुण्हवणियाण । विहिपडिसेहा लाहो, वत्ता कोवो उ इयरस्स ॥१८१॥
'करो' राजदेयो भागः शुल्कमित्यर्थः स 'कृत्तः' छिन्नः पृथक् कृतो यस्मात् तद् भवति करकृतं, करेण कृत्तं 'कृती वेष्टने' इति वचनाद् वेष्टितमुपरुद्धमवश्यदेयत्वात् तस्य, तच्च व्यवहारप्रयुक्तं धनधान्यादि तस्माल्लाभोऽपूर्वधनागमः, तस्य पृच्छा प्रवृत्ता, क्वचिद् नगरे 'ज्योतिषिकद्विके' द्वयोर्कोतिषिकयोः समीप इत्यर्थः । द्वयोर्वणिजोरावयोरस्मिन् देशान्तरव्यवहारे निरूप्यमाणे किं लाभः समस्ति नवा इति पृच्छा एकैकस्य ज्योतिषिकस्यैकैकेन कृतेत्यर्थः । तत्र ज्योतिषिकाभ्यां द्वाभ्यां पृथक् विधिप्रतिषेधौ कृतौ लाभस्य, एकेनैकस्य लाभोऽन्यस्य चान्येन प्रतिषेधो भणित इत्यर्थः । प्रेषितं चैकेन देशान्तरे मलयविषयादौ निजभाण्डम् । संवृत्तश्च भूयान् लाभः । समागता च तत्र लाभवार्ता। ततः 'कोपस्तु' असंतोषः पुनरितरस्याप्रहितभाण्डस्य बभूव ज्योतिषिकं પ્રતિ ૨૮૨
આ દેતને જ કહે છે
ગાથાર્થ–ટીકાર્થ– એક વણિકે એક જ્યોતિષીને પૂછ્યું: દેશાંતરમાં જઇને ધન-ધાન્યાદિનો વેપાર કરવામાં અમને બેને લાભ થશે કે નહિ ? જ્યોતિષીએ કહ્યુંઃ લાભ થશે. બીજા વણિકે બીજા જ્યોતિષીને એ જ પ્રમાણે પુછ્યું. બીજા જ્યોતિષીએ લાભ નહિ થાય એમ કહ્યું. એકે પોતાનું કરિયાણું મલયદેશ વગેરેમાં મોકલ્યું તેને ઘણો લાભ થયો. બીજા વણિકે સાંભળ્યું કે તેને ઘણો લાભ થયો છે. તેથી કરિયાણું પરદેશ ન મોકલનાર બીજા વણિકને જ્યોતિષી પ્રત્યે રોષઅસંતોષ થયો. (૧૮૧)