________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૦૯ स्तस्याः, सर्वविद्वचनानुसारेणेत्यर्थः । 'मतिमान्' प्रकृतबुद्धिधनो जनः। एवं चास्य महात्मनस्तुच्छीभूतभवभ्रमणरोगस्य सुप्रयुक्तमिवौषधं असावागमः सर्वाङ्गं परिणमते । मुच्यते चासौ तैस्तैर्भवविकारैरिति ॥१८४॥
હવે આ જ વિષયને અન્વયથી કહે છે–
ગાથાર્થ– અન્ય મતિમાન અહિંસા કેવી છે તે આગમથી સમજી શકાય છે, આગમ ગુરુની પાસેથી મળે છે એમ વિચારે છે. આથી તે લોકોત્તર નીતિથી વિધિપૂર્વક જ આગમમાં યત્ન કરે છે.
અન્ય- પૂર્વે કહેલ ધાર્મિકથી જુદો ધાર્મિક. મતિમાન- પ્રસ્તુત બુદ્ધિ એ જ જેનું ધન છે તેવા લોકો
અહિંસા કેવી છે– સકળ કુશલ લોકને પ્રશંસનીય અહિંસા હેતુથી, સ્વરૂપથી અને અનુબંધથી કેવી છે.
આગમથી સમજી શકાય છે– આગમ એટલે આપ્તવચન. અહિંસા આગમ સિવાય બીજી રીતે સમજી શકાય તેમ નથી, કિંતુ આગમથી જ સમજી શકાય છે. (યોગબિંદુમાં કહ્યું છે કે-) “અલ્પસંસારી, માર્ગાનુસારી, શ્રદ્ધારૂપી ધનથી યુક્ત જીવ પરલોકના ફળવાળાં કાર્યો કરવામાં મોટા ભાગે શાસ્ત્ર સિવાય બીજા લોકરૂઢિ આદિ કોઈનું આલંબન લેતો નથી. (૨૨૧) અર્થ અને કામમાં તો ઉપદેશ વિના પણ લોકો હોંશિયાર હોય છે. ધર્મ માટે તો શાસ્ત્ર સિવાય બીજો કોઈ આધાર નથી, માટે શાસ્ત્રમાં આદર કરવો એ જ હિતકર છે. (૨૨૨) શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે. શાસ્ત્ર પવિત્ર કાર્યોનું નિમિત્ત છે. શાસ્ત્ર સૂક્ષ્મબાદર વગેરે સર્વ વસ્તુમાં જનારી (=સર્વ વસ્તુઓને જોનારી) આંખ છે. શાસ્ત્ર સર્વ કાર્યોની સિદ્ધિનું કારણ છે. (૨૨૫)”
તથા હિંસાના હેતુનો અને સ્વરૂપનો નિર્દેશ આ પ્રમાણે છે– પ્રમાદના યોગથી થતો પ્રાણનો વિયોગ એ હિંસા છે. હિંસાની આ વ્યાખ્યામાં પ્રમાદ(=અયતના) એ હેતુ હિંસા છે અને પ્રાણનો વિયોગ એ સ્વરૂપ હિંસા છે. (હિંસાનું ફલ આ પ્રમાણે છે-) “ત્રણ જગતમાં જે કંઈ દુઃખ છે, લોક જે વ્યાધિવાળો અને માનસિક દુઃખવાળો છે, તે સઘળું હિંસારૂપ વૃક્ષનું ફળ કહેવાય છે.” આનાથી વિપરીત રીતે અહિંસાની યોજના કરવી. તે આ પ્રમાણે– અપ્રમાદ(યતના) હેતુ અહિંસા છે. પ્રાણના વિયોગનો અભાવ સ્વરૂપ અહિંસા છે. પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ એ અનુબંધ અહિંસા છે. ત્રણ જગતમાં જે કંઈ સુખ છે, લોક જે નિરોગી અને માનસિક શાંતિવાળો છે તે સઘળું અહિંસા રૂપ વૃક્ષનું ફળ છે.