________________
૨૮૮
ઉપદેશપદ : ભાગ-૧ (અહીં અધ્યક્ષાનુપત્નબ્બTખ્યામન્વય-વ્યતિરે તો એ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે– તત્વ સર્વે તત્ સત્ત્વ એ અન્વય છે. તમારે તમારે એ વ્યતિરેક છે. કારણની સત્તામાં કાર્ય થાય છે. એમ અન્વયથી પ્રત્યક્ષ દેખાય છે. કારણના અભાવમાં કાર્યનો અભાવ એમ વ્યતિરેકથી કાર્યનો અભાવ છે.) જેની વિદ્યમાનતામાં જ જેની સત્તા હોય અને જેના વિકારથી જેનો વિકાર હોય તે તેનું કારણ કહેવાય છે. ઉન્નત આદિ વિશિષ્ટ અવસ્થાને પામેલું બીજ કંટક આદિની તીક્ષ્ણતા આદિનું અન્વય-વ્યતિરેકથી પ્રત્યક્ષ અને અભાવથી કારણ રૂપે નિશ્ચિત છે.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– ઉન્નત આદિ વિશિષ્ટ અવસ્થાને પામેલું બીજ હોય તો કંટક આદિની તીક્ષ્ણતા થાય છે એમ અન્વયથી પ્રત્યક્ષ છે. ઉન્નત આદિ વિશિષ્ટ અવસ્થાને પામેલું બીજ ન હોય તો કંટક આદિની તીક્ષ્ણતા થતી નથી એમ વ્યતિરેકથી કંટક આદિની તીક્ષ્ણતાનો અભાવ હોય છે. આમ ઉન્નત આદિ વિશિષ્ટ અવસ્થાને પામેલું બીજ કંટક આદિની તીક્ષ્ણતા આદિના કારણ તરીકે નિશ્ચિત થયેલું છે. આમ સ્વભાવ જ બધા પદાર્થોનું કારણ છે એવો એકાંતવાદ પણ શ્રેષ્ઠ નથી.
નિયતિવાદ બધી વસ્તુઓ તે તે પ્રમાણે નિયતરૂપે થતી હોવાથી નિયતિ જ બધાં કાર્યોનું) કારણ છે. એમ કોઈક કહે છે. કહ્યું છે કે- “શુભ કે અશુભ જે પદાર્થ પ્રાપ્ત કરવા યોગ્ય છે (=પ્રાપ્ત થવાનું હોય છે) તે પદાર્થ નિયતિ બલના આધારે માણસોને અવશ્ય પ્રાપ્ત થાય છે. જે ન થવાનું હોય તે જીવો ઘણો પ્રયત્ન કરે તો પણ ન જ થાય, અને જે થવાનું હોય તેનો નાશ ન થાય.” આ અસત્ય છે. કેવળ નિયતિને જ કારણ માનવાથી શાસ્ત્રનો ઉપદેશ વ્યર્થ બને. કારણ કે જેણે પદાર્થોમાં નિયતિની બુદ્ધિ કરી છે તેને (પદાર્થોની ઉત્પત્તિ નિયતિથી થાય છે તેવી બુદ્ધિવાળાને) શાસ્ત્રોના ઉપદેશ વિના પણ નિયતિથી જ કાર્યો થઈ જાય. તથા દૃષ્ટ-અદષ્ટ ફળને જણાવનારાં શાસ્ત્રોમાં જણાવેલ શુભ-અશુભ ક્રિયાના ફળનો નિયમ પણ ન રહે. અર્થાત્ અમુક શુભ-અશુભ કર્મથી અમુક દૃષ્ટ-અદૃષ્ટ ફલ પ્રાપ્ત થાય છે એવો જે નિયમ શાસ્ત્રોમાં જણાવ્યો છે તે નિયમ વ્યર્થ બને. કારણકે આ વાદમાં નિયતિ સિવાય બીજું કોઈ કારણ નથી.
કર્મવાદ જગતની સર્વ વિચિત્રતાનું કારણ અન્યભવમાં ઉપાર્જિત કરેલાં ઈષ્ટ-અનિષ્ટ ફલને આપનારાં કર્યો છે એમ કર્મવાદીઓ માને છે. તેઓ આ પ્રમાણે કહે છે– “ભંડારમાં ધનની જેમ પૂર્વકૃત કર્મોનું ફલ પહેલાથી જ વિદ્યમાન રહે છે, અને તે ફલ જે જે રૂપે અવસ્થિત રહે છે તે તે રૂપે તેને સુલભ કરવા માટે મનુષ્યની બુદ્ધિ સતત ઉદ્યત રહે છે, અને તે તે પ્રકારે તેને (°ફળને) પ્રાપ્ત કરવા માટે જાણે હાથમાં દીપક લઈને આગળ આગળ ચાલે છે.”