________________
ઉપદેશપદ : ભાગ-૧ :
૨૮૭ - હવે જો વર્ષાદ આદિનો ભેદ અન્ય કારણથી સ્વીકારવામાં આવે તો “કાળ જ એક કારણ છે” એવી પ્રતિજ્ઞામાં વિરોધ થાય. કોઈક કારણથી કાળનો ભેદ સ્વીકારવામાં કાળનું અનિત્યપણું થાય એમ પૂર્વે કહ્યું છે. (જો આ દોષનું નિવારણ કરવા) ઉત્પત્તિ-સ્થિતિ-નાશમાં બીજો કાળ કારણ છે એમ માનવામાં આવે તો તેમાં પણ પ્રશ્ન થાય કે એ બીજા કાળનું કોણ કારણ? એ બીજા કાળનું કારણ ત્રીજો કાળ કારણ છે એમ કહો તો એ ત્રીજા કાળનું કોણ કારણ ? એમ અનવસ્થા થવાથી વર્ષાદ વગેરે કાર્યની ઉત્પત્તિ ન થાય.
વળી એકનું કારણપણું યુક્તિયુક્ત નથી. કેમકે ક્રમ અને યૌગપદ્ય એ બેથી તેનો વિરોધ છે. (તે આ પ્રમાણે- કાળ ક્રમથી કે યુગપ ( એકી સાથે) એમ બે રીતે કાર્ય કરે. તેમાં ક્રમથી કાર્ય ન ઘટે. ક્રમ દશક્રમ અને કાળક્રમ એમ બે પ્રકારનો છે. તેમાં એક સ્થળે એક કાર્ય કરીને બીજા સ્થળે બીજું કાર્ય કરવું તેને દેશક્રમ કહેવામાં આવે છે. કાળ જ્યારે એક સ્થાનમાં એક કાર્ય અને બીજા સ્થાનમાં બીજું કાર્ય કરે ત્યારે પૂર્વના (=પહેલાના) સ્થાનમાં પૂર્વકાર્ય કરવાનું જ સામર્થ્ય હોય, ઉત્તર(=પછીના) કાર્યને કરવાનું સામર્થ્ય ન હોય. જો ઉત્તર કાર્ય કરવાનું સામર્થ્ય હોય તો પૂર્વના સ્થાનમાં જ તેની પણ ઉત્પત્તિનો પ્રસંગ આવે. પૂર્વ અને ઉત્તર સ્થાનનો ભેદ હોવાથી કાળના નિત્યત્વની ક્ષતિ થાય.
કાળક્રમથી પણ કાર્યન ઘટે. એકવાર કાર્ય કરીને ફરી કાલાંતરે કાર્ય કરવું તેને કાળક્રમ કહેવામાં આવે છે. આમાં કાળનો ભેદ હોવાથી કાળના નિત્યત્વની ક્ષતિ થાય.
યુગપએકીસાથે પણ કાર્ય કરવાનું ન ઘટે. કાલાંતરે થનારાં સઘળાં કાર્યોને એક જ ક્ષણમાં કરી દેવા તે એકી સાથે કાર્ય કર્યું કહેવાય. કોઈ પણ કાર્યક્રમથી થતું દેખાય છે, એકી સાથે થતું દેખાતું નથી. આથી આ પક્ષમાં પ્રત્યક્ષ વિરોધ છે. વળી જો કાળ એકી સાથે કાર્ય કરે તો એક જ સમયમાં બધાં કાર્યોને કરી લીધાં હોવાથી બીજી વગેરે ક્ષણમાં કશું કરવાનું ન રહે. આમાં પણ પ્રત્યક્ષ વિરોધ છે.)
સ્વભાવવાદ બીજાઓ તો સ્વાભાવથી જ પદાર્થો ઉત્પન્ન થાય છે એમ કહે છે. અહીં જો “પદાર્થો સ્વભાવથી ઉત્પન્ન થાય છે.” એમ તેમને સ્વીકાર્ય હોય તો સ્વભાવમાં ક્રિયાવિરોધ દોષ થાય. તે આ પ્રમાણે- ઉત્પન્ન નહીં થયેલા પદાર્થોમાં સ્વભાવ નથી. ઉત્પન્ન થયેલા પદાર્થોમાં સ્વભાવ ઘટતો હોવા છતાં ઉત્પત્તિની પહેલાં સ્વભાવના અભાવમાં પણ ઉત્પત્તિ થઈ હોવાથી તેમાં ( પદાર્થની ઉત્પત્તિમાં) સ્વભાવ કારણ ન બને. હવે બીજો વિકલ્પ–કારણ વિના જ પદાર્થો ઉત્પન્ન થાય છે. એથી પદાર્થો સ્વ-પરના કારણ અને નિમિત્તની ઉત્પત્તિમાં અપેક્ષા રાખતા નથી. આથી પદાર્થો સર્વ હતુઓની આશંસાના અભાવ રૂપ સ્વભાવવાળા છે એવો સ્વભાવ શબ્દનો અર્થ છે તો પ્રત્યક્ષ વિરોધ રૂપ દોષ થાય. તે આ પ્રમાણે–પ્રત્યક્ષથી અને અભાવથી અન્વય અને વ્યતિરેકથી બીજ વગેરે કાર્યના કારણ તરીકે નિશ્ચિત જ છે.