________________
૨૯૦
ઉપદેશપદ : ભાગ-૧ ઉત્તરપક્ષ- દુઃખી જીવોનાં કર્મો પણ પુરુષે જ કરેલાં છે. આનો અર્થ એ થયો કે પહેલાં પુરુષ જીવો પાસે અશુભ કર્મો કરાવે અને પછી તે કર્મોના ક્ષય માટે જીવોને દુઃખી બનાવે. આવું તો વિચારરહિત પુરુષો જ કરે. આનાથી પુરુષ વિચારરહિત જ પ્રવૃત્તિ કરે છે એમ સિદ્ધ થયું.
આ પ્રમાણે પુરુષવાદ પણ વિદ્વાનના મનને આનંદ પમાડનારો નથી.
આ પ્રમાણે કાળ વગેરે એકલા કારણ તરીકે પ્રમાણથી સિદ્ધ થતા નથી. આથી એકલા કાળ આદિ કારણ છે એવો વાદ મિથ્યાવાદ છે. પરસ્પર એકબીજાની અપેક્ષાવાળા અને નિત્ય વગેરે એકાંતવાદને દૂર કરીને એક-અનેક સ્વરૂપવાળા બનીને કાર્ય કરવામાં કુશળ તે કાળ વગેરે પાંચ પ્રમાણના વિષય બનવાથી પરમાર્થથી સત્ય છે. આ પ્રમાણે કાળાદિવાદ સમ્યગુવાદ છે એ નિશ્ચિત થયું. (૧૬૪).
अयं च कालादिकारणकलापो यत्रावतरति तत्स्वयमेव शास्त्रकारः समुपदिशन्नाहसव्वम्मि चेव कज्जे, एस कलावो बुहेहिं निद्दिट्ठो।। जणगत्तेण तओ खलु, परिभावेयव्वओ सम्मं ॥१६५॥
'सर्वस्मिन्' निरवशेषे, चैवशब्दोऽवधारणार्थः, ततः सर्वस्मिन्नेव कुम्भाम्भोरुहप्रासादाङ्करादौ नारकतिर्यग्नरामरभवभाविनि च निःश्रेयसाभ्युदयोपतापहर्षादौ वा बाह्याध्यात्मिकभेदभिन्ने कार्ये न पुनः क्वचिदेव 'एष' कालादि कलापः' कारणसमुदायरूपः 'बुधैः' सम्प्रतिप्रवृत्तदुःषमातमस्विनीबललब्धोदयकुबोधतमःपूरापोहदिवाकराकारश्रीसिद्धसेनदिवाकरप्रभृतिभिः पूर्वसूरिभिः निर्दिष्टो निरूपितो 'जनकत्वेन' जन्महेतुतया यतो वर्त्तते, 'ततो' जनकत्वनिर्देशात, 'खलुः' अवधारणे भिन्नक्रमश्च, ततः 'परिभावयितव्यकः' परिभावनीय एव, न पुनः श्रुतज्ञानचिन्ताज्ञानगोचरतयैव स्थापनीयः, 'सम्यग्' यथावत्, भावनाज्ञानाधिगतानां भावतोऽधिगतत्वसम्भवात् ॥१६५॥ તો આ કાળાદિ કારણસમૂહ જ્યાં અવતરે છે (=જ્યાં જરૂરી બને છે) તેનો જાતે જ ઉપદેશ કરતા શાસ્ત્રકાર કહે છે
ગાથાર્થ- બુધોએ સઘળાંય કાર્યોમાં કાળાદિસમૂહને કારણ કહ્યો છે. તેથી કાલાદિસમૂહ સમ્યક વિચારણીય જ છે.
ટીકાર્થ– બુધોએ= હમણાં પ્રવર્તેલી દુષમારૂપ રાત્રિના બળથી ઉદય પામેલા કુબોધરૂપ અંધકારના પૂરને દૂર કરવા સૂર્ય સમાન શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પૂર્વાચાર્યોએ.
સઘળાંય- નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવભવમાં થનારાં બાહ્ય-આધ્યાત્મિક ભેદથી ભિન્ન એવા ઘટ, કમળ, પ્રાસાદ અને અંકુર વગેરે અને મોક્ષ, (સ્વર્ગાદિ) અભ્યદય, સંતાપ અને હર્ષ વગેરે સઘળાંય કાર્યોમાં કાળાદિસમૂહ અવતરે છે =ઉપયોગી છે, નહિ કે ક્યાંક જ.