________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૭૫ ફરી પૂછ્યું. માતાએ કહ્યું: ઋતુ સમાગમ સમયે શરીર સ્નાન કરી, વિભૂષણ કર્યા પછી હું કુબેરને વિશે અભિલાષવાળી થઈ તથા આ પ્રમાણે શેઠ વિશે અભિલાષવાળી થઈ એમ માતાએ કહ્યું: શેઠની સાથે સંભોગ થયો એમ કેટલાક કહે છે. પરંતુ તેના બીજ (વીર્ય)થી તું નિષ્પન્ન થયો નથી પણ રાજાના વીર્યથી તું ઉત્પન્ન થયો છે. રાજાને માતા ઉપર તિરસ્કાર ઉત્પન્ન થયે છતે સુમતિએ કહ્યું કે હે દેવ ! સ્ત્રીઓ સ્વભાવથી ચંચળ મનવાળી હોય છે. જેવી રીતે ભુખ્યાને રાંધેલા અન્ન ઉપર જેવો અભિલાષ થાય છે તેવી રીતે સ્ત્રીઓને કામુકો ઉપર અભિલાષ થાય છે. સારી રીતે સચવાતું અન્ન બગડ્યા વિનાનું રહે છે તેમ કૌતુકથી રક્ષાયેલી સ્ત્રીઓ શીલવતી રહી શકે છે. આથી જ કહે છે કે- એકાંત ન હોય, મળવાનો પ્રસંગ ન હોય, પ્રાર્થના કરનાર મનુષ્ય ન હોય તો હે રાજન! સ્ત્રીઓમાં સતીત્વ પ્રગટે છે. તથા શાસ્ત્રોમાં પણ સંભળાય છે કે કુંતીને પાંચ પાંડુપુત્રો હતા, ચંદ્ર જેવી નિર્મળ કીર્તિવાળા પાંડુવડે એક પણ ઉત્પન્ન કરાયો નથી. તેથી તે સ્વામિન્ ! આનો જે દોષ છે તેના ઉપર તારે નારાજ ન થવું અને કોઈને ન કહેવો. આ દોષ સ્ત્રીઓનો ન ગણાય. મનુ મુનિ આ પ્રમાણે કહે છે– “જારથી સ્ત્રી દોષિત કરાતી નથી, રાજકાર્યથી રાજા દોષિત થતો નથી, મળમૂત્રથી પાણી દોષિત થતું નથી, વેદક્રિયા (કર્મ)થી બ્રાહ્મણ દોષિત થતો નથી. અત્યંત વિચક્ષણ ચેષ્ટાવાળો આ સર્વે મંત્રીઓનો નાયક થયો. તથા આ લોક અને પરલોક અવિરુદ્ધ સુંદર પ્રતિષ્ઠાને પામ્યો. (૧૫)
मंडलसिद्धी रन्नो, समुद्ददेवस्स केणती सिटुं। सुमती णाम दियवरो, पन्नोऽतिसएण अंधो य ॥१५१॥ तस्साणयणं चारुयपक्खम्मि चडावणं परिक्खत्थं । पक्का पंथे बोरी, नरिंदचलणम्मि पडिसेहो ॥१५२॥ न सुहा एसा विन्नासियम्मि तह चेव कह तए णायं । पंथन्नागहणाओ, किमेत्थ जाणंति निवतोसो ॥१५३॥ धलिकिरियामाणं, गुलपलघयकरिससंनिरूवणया । देवपसादो बहुमन्नणत्ति थिरपण्णणाणत्थं ॥१५४॥ टाराधिवासपेसण, सव्वुत्तम तप्परिक्ख खररोमो । णो उत्तिमोति, णाणे पसाय माणादिवुड्डित्ति ॥१५५॥ कनारयणे चेवं, वयणादारब्भ सोणिछिवणंति । धीरत्तणओ वेसासुयणाण पसायवुड्डित्ति ॥१५६॥