________________
૨૮૨
ઉપદેશપદ : ભાગ-૧ रूपः, अनघः'पुण्यानुबन्धित्वेन सुवर्णघटाकारतया निर्दोषः।नहि अनीदृशकर्मणो जन्तवः कल्याणमित्रयोगवन्तो जायन्त इति । एषोऽपि किंनिबन्धन इत्याह-'तथाभव्यत्वंतस्यापि' अनघकर्मपरिणामस्य कारणं भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वं अनादिः पारिणामिको भावः । तथाभव्यत्वं तु एतद् एव विचित्रं द्रव्यक्षेत्रादिभेदेन जीवानां बीजाधानादिहेतुः । कीदृशमित्याह –'तथापुरुषकारयुतं 'तथा तत्प्रकारोऽनन्तरपरम्परादिभेदभाक्फलहेतुर्यः पुरुषकारो जीववीर्योल्लासरूपश्चरमपुद्गलपरावर्त्तवशसमुन्मीलितः तेन युतम् । सर्वेषामपि भव्यानां तथाभव्यत्वमस्त्येव, परं तथाविधपुरुषकारविकलं न प्रकृतकर्मपरिणामहेतुतया सम्पद्यत इति प्रस्तुतविशेषणोपादानं कृतिमिति ॥१६३॥
નિપુણબુદ્ધિમાન પ્રત્યે ભક્તિ વગેરે પ્રગટવાનાં ક્યાં કારણો છે તે કહે છે
ગાથાર્થ– કલ્યાણ મિત્રનો યોગ બુદ્ધિમાન પ્રત્યે ભક્તિ વગેરે પ્રગટવાનું કારણ છે. કલ્યાણ-મિત્રના યોગનું કારણ શુદ્ધકર્મપરિણામ છે. શુદ્ધકર્મપરિણામનું પણ કારણ તેવા પ્રકારના પુરુષાર્થથી યુક્ત તથાભવ્યત્વ છે.
ટીકર્થ- કલ્યાણમિત્રનો યોગ- સ્વપરનું સદા કલ્યાણ કરનારા સાધુ-સાધર્મિક રૂપ મિત્રોનો સંબંધ. આવા મિત્રોનો સંબંધ સર્વ અનુચિત પ્રવૃત્તિને રોકીને ઉચિત પ્રવૃત્તિનું અસાધારણ કારણ હોવાથી બુદ્ધિમાન પુરુષો પ્રત્યે ભક્તિ વગેરે પ્રગટવાનું કારણ છે.
પ્રશ્ન- કલ્યાણ મિત્રના યોગનું પણ શું કારણ છે ? અર્થાત્ કયા કારણથી લ્યાણમિત્રનો યોગ થાય ? . - ઉત્તર- કલ્યાણમિત્રના યોગનું કારણ ભવાંતરમાં બાંધેલાં કર્મોનો શુદ્ધ પરિણામ છે, અર્થાત્ ભવાંતરમાં બાંધેલાં કર્મોનો શુદ્ધ ઉદય થાય તો કલ્યાણ મિત્રનો યોગ થાય.
પ્રશ્ન- શુદ્ધકર્મપરિણામ કોને કહેવાય?
ઉત્તર- જે કર્મપરિણામ પુણ્યનો અનુબંધ કરાવનાર હોવાથી સુવર્ણઘટ સમાન હોવાના કારણે નિર્દોષ હોય તે શુદ્ધકર્મપરિણામ છે. આવા પ્રકારના કર્મપરિણામથી રહિત જીવો કલ્યાણમિત્રના યોગવાળા થતા નથી.
પ્રશ્ન- શુદ્ધકર્મપરિણામનું શું કારણ છે? અર્થાત્ કયા કારણથી શુદ્ધકર્મપરિણામ થાય? ૧. માટીનો ઘડો ભાંગે તો નકામો જાય છે, પણ સોનાનો ઘડો ભાંગે તો નકામો જતો નથી. કેમકે સુવર્ણનો
ભાવ ઉપજે છે. તેમ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળા જીવની ધર્મક્રિયા તેવા પ્રકારના કર્મના ઉદયથી બંધ થઈ જાય તો પણ ક્રિયા કરવાનો ભાવ જતો નથી. માટે અહીં પુણ્યનો અનુબંધ કરાવનાર કર્મપરિણામને સુવર્ણઘટ સમાન કહ્યો છે.