________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૬૭ દેવલોકમાં પ્રકૃષ્ટ મુગટના કિરણોથી કાબર ચીતરું કરાયું છે આકાશતલ જેના વડે એવો અસાધારણ રિદ્ધિના સમૂહવાળો દેવ થયો. તેની આ પારિણામિક બુદ્ધિ હતી જેથી તે અનશન કરીને કીડીઓની ઉત્કૃષ્ટ પીડાને સહન કરી ઉત્તમ સ્થાનમાં ગયો. (૪૩)
ગાથાક્ષરાર્થ– “સર્પ એ પ્રમાણે દ્વારપરામર્શ છે. ચંડકૌશિક નામનો સર્પ છે. તેને વીર ભગવાને જોયે છતે વિષદષ્ટિથી તેણે ભગવાનને ત્રણ વાર ડંશ માર્યો તો પણ ભગવાનનું મરણ ન થયું. ભગવાન મારા ઉપર ન પડે માટે પાછો સરક્યો. ભગવાનને દાઢના વિષનો ચટકો ત્રણ વાર બેસાડ્યા પછી ભગવાનના દેહનું દઢ રાગથી દર્શન કર્યું અને તેની વિષ દૃષ્ટિ નાશ પામી તથા જાતિસ્મરણ જ્ઞાન થયું અને બોધિની (સમ્યગદર્શનની) પ્રાપ્તિ થઈ અને સમાધિમરણ રૂપ સમ્યગારાધનાની પ્રાપ્તિ થઈ. (૧૪૭)
खग्गे सावगपुत्ते, पमायमय खग्ग साहुपासणया । उग्गहभेयालोयण, संबोही कालकरणं च ॥१४८॥
खड्ग इति द्वारपरामर्शः । तत्र कश्चित् श्रावकपुत्रः 'पमाय'त्ति प्रमादेन द्यूतादिना मत्तो यौवनकाले सर्वथा धर्मबहिर्भूतमानसः 'मय' त्ति मृतः सन् 'खग्ग' त्ति महाटव्यां खड्गो नाम पशुविशेषः संजातः । स च सर्वतः पृष्ठोभयपार्श्वप्रवृत्ततुरङ्गप्रक्षराकारलम्बचर्मशिरःप्रदेशोद्गतैकश्रृङ्गो महिषाकारधरो वर्त्तते । तमोबहलबहुलतया च पथिकलोकं मार्गे च हन्तुमारब्धोऽसौ ।अन्यदा च साहुपासणया' इति कांश्चित् साधून् मार्गे वहमानान् ददर्श। तेन च तजिघांसार्थं समीपमागच्छता 'उग्गहभेय' त्ति अतितीव्रतपोराशित्वात् साधूनामवग्रहस्याभाव्यभूमिप्रदेशलक्षणस्य अभेदो यदा उल्लङ्घनं कर्तुं न शकितं तदा 'आलोयण' त्ति आलोचना विमर्शो विहितः। ततः सम्पन्नजातिस्मरणस्य 'सम्बोधिः' सम्यक्त्वादिलाभः, तदनन्तरमेव कृतप्रत्याख्यानस्य 'कालकरणं' च देवलोकगमनफलं સમનનીતિ ૨૪૮
ગાથાર્થખગ દ્વાર, શ્રાવકપુત્ર, પ્રમાદ, ગેંડો, સાધુને જોવું, અવગ્રહનો અભેદ-અવલોક, બોધિની પ્રાપ્તિ અને કાળ કરવું. (૧૪૮)
ખડ્ઝ' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. કોઈક શ્રાવકપુત્ર ઘૂતાદિથી (જાગારાદિથી) ઉન્મત્ત થયેલો યૌવનકાળે જ ધર્મથી સર્વથા વિમુખ થયેલો મરે છતે મહાટવીમાં ગેંડો થયો અને તે પાછળ અને બંને બાજુએ ઘોડાનું પાખર પહેરાવેલું હોય તેવું લટકતા ચામડાવાળો છે તથા તેના ૧. પાખર- હાથી અને ઘોડાની ગરદન અને પીઠ ઉપર નાખવાનો સાજ અથવા લડાઈને વખતે રક્ષણ માટે
ઘોડા કે હાથી ઉપર નાખવાનું બખતર.