________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૬૯ ખરેખર અહીં અવસર છે તેથી દુર્વચનના ભંડાર એવા આ આચાર્યોને હણું. જો આ અવસરે પણ નિઃસહાય આચાર્ય પણ ઉપેક્ષા કરાયા તો મને જાવજીવ દુષ્ટ શિક્ષાઓથી નિર્ભત્સત્ન કરશે. આ પ્રમાણે વિચારીને સૂરિને હણવા પાછળથી મોટી શિલા ગબડાવી. સૂરિએ શિલાને કોઈપણ રીતે જોઈ પછી જલદીથી બાજુ પર ખસીને કહ્યું: અરે મહાદુરાચારી ! ગુરુ પ્રત્યેનીક સ્વરૂપ આવું ગાઢ પાપ કેમ આચર્યું ? તું લોકસ્થિતિને પણ જાણતો નથી, જે ઘણાં ઉપકારી વિશે આવી વધબુદ્ધિ અર્થાત્ મારવાનો વિચાર કરે છે ? જેમના ઉપકારનો બદલો વાળવા માટે સંપૂર્ણ ત્રણ લોકનું દાન પણ અલ્પ છે. કેટલાક પણ શિષ્યો ઘાસનો ભારો નીચે ઉતારાયે છતે પણ ઉપકારને માને છે, અર્થાત્ કોઈએ ભારો ઉતારવામાં મદદ કરી હોય તો તેનો પણ ઉપકાર માને છે. લાંબા સમયથી ઉપકાર કરાયેલા પણ તારા જેવા કેટલાક વધ કરવા તૈયાર થાય છે. અથવા કુપાત્રના સંગના વશથી ખરેખર આવી જ મતિ થાય છે. ક્યારેય પણ મહાવિષ સર્પની સાથે મૈત્રી નભી શકતી નથી. આ પ્રમાણે આવા ભારે પાપકર્મથી મૂળ સહિત ઉખેડી નખાયું છે સુકૃત જેનું, સર્વત્ર ધર્મપાલનમાં અત્યંત અયોગ્ય એવા હે પાપી ! તારો લિંગત્યાગ ખરેખર સ્ત્રીથી થશે, અર્થાત્ હવે પછી તું સ્ત્રી સંગથી ભ્રષ્ટ થઈશ. એ પ્રમાણે શાપ આપીને સૂરિ જ્યાંથી ગયા હતા ત્યાં પાછા ફર્યા. હું તેવું કરું જેથી આ સૂરિનું વચન અસત્ય ઠરે એમ વિચારીને તે કુશિષ્ય અરણ્યભૂમિમાં ગયો. એક નદીના કાંઠે જનસંચારથી રહિત એક તાપસ આશ્રમમાં રહ્યો અને ઉગ્ર તપ કરવાને લાગ્યો. વર્ષાકાળ આવે છતે તેના તપથી ખુશ થયેલ દેવતાએ “નદી આને પાણીથી તાણી ન જાઓ” એમ વિચારીને બીજા કાંઠેથી વહાવી. હવે અન્ય કાંઠાથી વહેતી નદીને જોઈને તે દેશમાં વસનારા લોકોએ તેનું કૂલવાહક એવું ગુણપૂર્વકનું નામ કર્યું. તે માર્ગથી જતા સાર્થ પાસેથી ભિક્ષા લઈને જીવતા મુનિનો કેવી રીતે લિંગ ત્યાગ થયો તેને હું હમણાં કહું છું. (૨૧)
ચંપા નગરીમાં પરાક્રમથી આક્રાંત કરાયો છે શત્રુ સમૂહ જેના વડે એવો શ્રેણિક રાજાનો અશોકચંદ્ર નામનો પુત્ર રાજા હતો. શ્રેણિકે તેના (અશોકના) નાના ભાઈ હલ્લ વિહલ્લને શ્રેષ્ઠ હાથી અને હાર આપ્યા. દીક્ષા લીધી ત્યારે અભયકુમારે માતાના દેવતાઈ વસ્ત્ર અને બે કુંડલો તેઓને આપ્યા. હવે વસ્ત્ર, હાર અને કુંડલોથી શોભતા શ્રેષ્ઠ હાથી ઉપર આરૂઢ થયેલા તેઓ ચંપાનગરીમાં ત્રણ-ચાર રસ્તે દોગંદક દેવની જેમ ક્રિીડા કરે છે. આ જોઈને ઇર્ષ્યા પામેલી પત્નીએ અશોકચંદ્રને કહ્યું હે દેવ ! પરમાર્થથી તો આ તમારા ભાઈઓ પાસે રાજ્ય સંપત્તિ છે, જેઓ આ પ્રમાણે અલંકૃત થઈ હાથીના સ્કંધ પર રહેલા ક્રીડા કરે છે. તમારે તો મહેનત સિવાય બીજું કોઈ રાજ્યનું ફળ પ્રાપ્ત થયું નથી. તેથી તેઓ આઓની પાસે હાથી વગેરે રત્નોની માગણી કરો. રાજાએ કહ્યું: હે મૃગાક્ષી ! પિતાએ સ્વયં નાનાભાઈઓને અર્પણ કરેલા છે તો તેને માગતા મને લજ્જા ન થાય ? તેણે કહ્યું: હે નાથ ! આઓને શ્રેષ્ઠ મોટું રાજ્ય આપીને હાથી વગેરે રત્નોને માગતા અહીં લજ્જા કેવી ? આ પ્રમાણે તેના વડે વારંવાર સારી રીતે તર્જના કરાતો