________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૭૧
પ્રમાણે કહ્યું: “જ્યારે કૂલવાલક સાધુ માગધા ગણિકાનો સંગ કરશે ત્યારે અશોકચંદ્ર વૈશાલી નગરીને મેળવશે.” આ વચનને સાંભળીને શ્રવણપુટથી જાણે અમૃતની જેમ પીતો ન હોય તેમ હર્ષથી વિકસિત થયું છે મુખ જેનું એવો રાજા “તે સાધુ ક્યાં છે?” એમ લોક પૂછે છે. (૫૫)
હવે તે નદી કાંઠે રહેલો છે એમ લોક પાસેથી કોઈક રીતે જાણીને ગણિકામાં શ્રેષ્ઠ એવી માગધિકાને બોલાવે છે અને કહે છે કે ભદ્રે ! તું ફૂલવાલક મુનિને અહીં લાવ. “એ પ્રમાણે કરું છું.” એમ વિનયવાળી તેણે સ્વીકાર્યું. પછી તે કપટી શ્રાવિકા થઇને સાર્થની સાથે તે સ્થાને ગઈ. | વિનયપૂર્વક તે સાધુને વંદીને આ પ્રમાણે બોલે છે કે ઘરના સ્વામી સ્વર્ગે સિધાવ્યા છે. જિનભવનોને વિંદન કરતી તમે અહીં છો એમ સાંભળીને અહીં વંદન માટે આવી છું. પ્રશસ્ત તીર્થ જેવા તમે આજે જ જોવાયા છો, તેથી આજે મારો સુદિન ઊગ્યો છે, હે મુનિપ્રવર ! આ ભિક્ષા ગ્રહણ કરીને મારા ઉપર કૃપા કરો. તમારા જેવા સુપાત્રમાં અપાયેલું અલ્પપણ દાન જલદીથી સ્વર્ગ અને મોક્ષના સુખોનું કારણ થાય છે. આ પ્રમાણે વિનંતિ કરાયેલ કૂલવાલક મુનિ ભિક્ષા માટે આવ્યા. તેણે દુષ્ટદ્રવ્યથી સંયોજિત લાડુ વહોરાવ્યા. તેને ખાધા પછી તરત જ તેને ઘણો અતિસાર(ઝાડા) થયો. તેનાથી નિર્બળ થયેલા કૂલવાલક મુનિ પડખું ફેરવવાને પણ અસમર્થ થયા. તેથી માગધાએ કહ્યું કે ભગવદ્ ! ઉત્સર્ગ અને અપવાદને હું જાણનારી ગુરુ-સ્વામી-બંધુ સમાન તમારી પ્રાસુક દ્રવ્યોથી કંઈક ઉપચાર કરીશ, શું એમાં પણ કંઈ અસંયમ થાય? તેથી હે ભગવંત! મને વેયાવચ્ચ કરવાની અનુજ્ઞા આપો. નિરોગી થયે છતે અહીં પ્રાયશ્ચિત્તને સ્વીકારજો. કારણ કે પ્રયતથી આત્માનું રક્ષણ કરવું જોઇએ. શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે– સર્વત્ર સંયમનું રક્ષણ કરવું જોઈએ, સંયમ કરતા આત્માની જ રક્ષા કરવી જોઈએ, પ્રાયશ્ચિત્ત કરતો આત્મા સેવાયેલા પાપથી મુકાય છે. જીવતા આત્માની ફરી વિશુદ્ધિ થાય છે પણ પ્રાણથી મુકાયેલાને ફરી વિરતિ પ્રાપ્ત થતી નથી. આ પ્રમાણે સિદ્ધાંતના ભાવાર્થને જણાવનારા સારભૂત વચનોને સાંભળીને તે વેયાવચ્ચ કરતી માગધિકાને અનુજ્ઞા આપે છે. પછી ખુશ થયેલી તેની સમીપ બેઠેલી તે ઉદ્વર્તન (= પડખું ફેરવવું), ખરડાયેલા શરીરને ધોવું, બેસાડવું વગેરે તેની સર્વક્રિયાઓ કરે છે. કેટલાક દિવસો સુધી આ રીતે ઔષધાદિથી શુશ્રુષા કરીને તે તપસ્વીનું શરીર લીલાથી નિરોગી કર્યું. (૭૦).
હવે એક દિવસે શ્રેષ્ઠ ઉદ્ભટ શૃંગારના સારભૂત વેશથી સુશોભિત શરીરવાળી તેણે મુનિને વિકારપૂર્વક કહ્યું: હે પ્રાણનાથ ! મારી વાણી સાંભળો, ગાઢ-રૂઢ થયેલ પ્રેમથી મનોહર, સુખના રાશિનો નિધિ એવી મને ભજો, આ દુષ્કર તપોવિધિને છોડો. શરીરનો શોષ કરનાર, વૈરી એવા દરરોજ પણ કરાતા તપથી શું ? શ્રેષ્ઠ મચકુંદ જેવી સફેદાઈવાળી એવી મને જેઓ મેળવે છે તેઓએ આ તપનું ફળ પ્રાપ્ત જ કર્યું છે. વળી તમે જે આ અરણ્યનો આશ્રય કર્યો છે તે દુષ્ટ વ્યાપદના સમૂહથી દુર્ગમ છે તેથી આવો આપણે રતિ જેવી સુરૂપ મૃગાક્ષીઓથી સુંદર એવા મનોહર નગરમાં જઈએ. મુગ્ધ તથા ધૂર્તના સમૂહથી ઠગાયેલા તથા માથું મુંડાવેલા અહીં કેમ