________________
૨૬૮
ઉપદેશપદ : ભાગ-૧ મસ્તકમાં એક શિંગડુ ઉગેલું છે તથા પાડા જેવા આકારને ધરનારો છે. ઘણાં કાળા, ભય ઉત્પન્ન કરે તેવા શરીરથી માર્ગમાં મુસાફરોને મારવા લાગ્યો. કોઈક વખત માર્ગે ચાલતાં સાધુઓને જોયા. સાધુઓને હણવા નજીક આવતો ત્યારે તે સાધુઓના અતિતીવ્ર તપ સમૂહના પ્રભાવથી સાધુઓના અવગ્રહનું ઉલ્લંઘન કરવા સમર્થ ન થયો તેથી તે વિચારવા લાગ્યો. પછી તેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને સમ્યકત્વની પ્રાપ્તિ થઈ. પછી ચારેય આહારના પચ્ચકખાણ કરી, કાળ કરી દેવલોકમાં ઉત્પન્ન થયો. (૧૪૮)
थभिंदे एक चिय, कलापडणीयखड्ड गुरुसावे । तावस मागहि मोदग, मिलाण रागम्मि वेसाली॥१४९॥
अथ गाथाक्षरार्थः-स्तूपेन्द्र इति द्वारपरामर्शः । तत्र स्तूपेन्द्रो मुनिसुव्रतस्वामिसम्बन्धितया शेषस्तूपापेक्षप्रधानस्तूपः । एकं चिय त्ति' एकमेव ज्ञातं न द्वे ज्ञाते ।कथमित्याह- 'कूलापडणीयखुड्ड' त्ति कूलवालगनामा प्रत्यनीकक्षुल्लकः सन् । 'गुरुशापे' गुरोराचार्यस्य शापे आक्रोशे सति तापसाश्रमं गतः । मागहि' त्ति मागधिकया वेश्यया 'मोदग' त्ति मोदकान् दत्त्वा 'गिलाण' त्ति ग्लानः कृतः । ततस्तया प्रतिजागर्यमाणस्य तस्य तां प्रति रागे कामरागलक्षणे समुत्पन्ने स तस्या वशीभूतः । क्रमेण च वैशाली विनाशिता तेनेति ॥१४९॥
ગાથાર્થ– સ્તુપેન્દ્ર એક જ કૂલ પ્રત્યેનીક ક્ષુલ્લક સાધુ, ગુરુનો શ્રાપ, તાપસ, માગધા વેશ્યા મોદક, મ્યાન રાગ અને વૈશાલી નગરીનું ભાંગવું. (૧૪૯).
ફૂલવાલક મુનિનું દૃષ્ટાંત ચારિત્રગુણરૂપી મણિ માટે રોહણાચલ પર્વત સમાન, વિશિષ્ટ સંઘયણથી જિતાયો છે મોહરૂપી મલ્લ જેના વડે, દુર્ધર ઘણાં શિષ્ય પરિવારવાળા એવા સંગમસિંહ નામના આચાર્ય હતા. તેમનો એક શિષ્ય કંઈક ઉÚખલ સ્વભાવી હતો. પોતાની બુદ્ધિથી દુષ્કર તપ કાર્યોને કરતો હતો છતાં પણ કુગ્રહના વશથી આજ્ઞાપૂર્વકનું ચારિત્ર નથી પાળતો. સૂરિ તેને પ્રેરણા કરે છે કે હે દુલ્શિષ્ય ! આ પ્રમાણે સિદ્ધાંત વિરુદ્ધ કાષ્ટ જેવા આચરણથી પોતાને ફોગટ શા માટે દુષ્ટ સંતાપમાં નાખે છે ? આજ્ઞાથી જ ચારિત્ર છે. આજ્ઞાના ભંગથી શું નથી ભાંગતું? આજ્ઞાનું અતિક્રમણ કરતો બાકીનું કોના આદેશથી કરે છે? આ પ્રમાણે શિક્ષા અપાતો દુઃશિષ્ય ગુરુ ઉપર ઘોર વૈરને બાંધે છે. (૫)
હવે કોઇક વખતે ગુરુ તે એકલાની સાથે સિદ્ધશિલાના વંદન માટે એક પર્વત ઉપર ચડ્યા અને લાંબા સમય પછી તેને વંદન કરીને ધીમેથી નીચે ઉતર્યા. હવે તે દુર્વિનીત શિષ્ય વિચાર્યું ૧. અવગ્રહ- સાધુની આજુબાજુની અમુક મર્યાદાની ભૂમિ. તેમાં પ્રવેશ કરવા સાધુની રજા માગવી પડે.