________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૬૧
પછી શાંત થયો. તેને પણ માતાએ કહ્યુંઃ તું તેને નહીં ગમતું કાર્ય કરીશ તો ગુસ્સે થશે પણ બીજો નિગ્રહ નહીં કરે. ત્રીજીએ કહ્યું: તમે કહ્યા મુજબ મેં કર્યું ત્યારે અત્યંત ક્રોધે ભરાયે છતે થાંભલાની સાથે બાંધીને સો ચાબુકના ઘાત કર્યા અને તું મારી દાસી છે તું દુષ્કુળમાં જન્મેલી છે એમ કહ્યું. આવા પ્રકારના કાર્યમાં ઉદ્યત થયેલી તારી સાથે મારે કોઇ કામ નથી. પછી માતાએ જમાઇની પાસે જઇને કહ્યું કે આ અમારો કુળધર્મ છે. જો તે ધર્મ કોઇરીતે ન કરવામાં આવે તો સસરાનું કુળ આનંદિત થતું નથી. આ પ્રમાણે જમાઇના ચિત્તનું સમાધાન કરીને પુત્રીને શિખામણ આપી કે આને દેવની જેમ આરાધજે નહીંતર આ તારું પ્રિય કરનારો નહીં થાય. જમાઇઓના ચિત્તને જાણવા માટે પુત્રીઓને આ શિખામણ બ્રાહ્મણીનું પારિણામિક બુદ્ધિનું ફળ જાણવું.
તથા ઉજ્જૈની નગરીમાં ચોસઠ કળાથી યુક્ત, જનપદો (દેશો)માં પ્રસિદ્ધ એવી દેવદત્તા નામની ગણિકા હતી. વિલાસી પુરુષના ચિત્ત જાણવા માટે પોતાના ઘરમાં સ્વભાવથી પોતાના વ્યાપારમાં મગ્ન બનેલાઓના ચિત્રો દિવાલના ભાગમાં આલેખાવ્યા. જેનો જેવો વ્યાપાર હોય તેવો પુરુષ જ્યારે તેની પાસે આવે છે ત્યારે અંતરમાંથી પ્રકટેલા હર્ષવાળો તે પોતપોતાના વ્યાપારના ચિત્રને લાંબા સમય સુધી જોતો રહે છે. પછી તે ગણિકા તેના ભાવને જાણીને કોઇક રીતે તેવી સેવા કરે છે જેથી તે ખુશ થયેલો અતિદુષ્કર પણ ઇચ્છા મુજબ પોતાના દ્રવ્યનું દાન આપીને જાય છે. તે ચિત્ત જાણવા માટે તેવા સ્વાભાવિક ચિત્રો આલેખાવ્યા અને ધનભેગું કર્યું. એ પણ ગણિકાની પારિણામિક બુદ્ધિ છે.
ગાથાક્ષરાર્થ– પારિણામિકી બુદ્ધિમાં ઉદાહરણ છે. આ કોણ છે ? નિર્ધ્વસ નામના બ્રાહ્મણની આ સ્ત્રી છે. લોકના અભિપ્રાયને જાણવામાં તેનું ઉદાહરણ કહેવાયું છે. બીજું ઉજ્જૈની નગરીમાં દેવદત્તા વેશ્યાનું ઉદાહરણ છે. તેણે સર્વભોગીઓના સ્વભાવને જાણીને તેની યોગ્ય સેવા કરીને ઘણું ધન ભેગું કર્યું. (૧૪૩)
चलणाहणे त्ति तरुणेतरेसु पुच्छाहु तरुण तच्छेदो ।
इयरे ऊसरिऊणं, आलोच्चिय बिंति पूजति ॥१४४॥
चरणाघात इति द्वारपरामर्शः । तत्र कश्चिद् राजा तरुणैर्व्युद्ग्राह्यते । यथा देव ! अमी वृद्धा मन्त्रिणो जर्जरशरीरत्वेन दुर्बलबुद्धयः स्वपदाद् उत्तार्यन्ताम् । तरुणाः समर्थबुद्धयस्तत्पदे आरोप्यन्तामिति । ततस्तत्परीक्षणार्थं 'तरुणेयरेसु पुच्छा' इति, यदि कश्चिद् मां चरणेन शिरसि आहन्यात्, ततस्तस्य चरणस्य को दण्ड इति तरुणेषु इतरेषु च मिलितेषु पृच्छा कृता । ततस्तरलमतित्वेन 'आहु तरुण' त्ति तरुणा आहुर्बुवते ।
૧. કોઇક ભોગી કુંભાર ગણિકાની પાસે આવ્યો હોય ત્યારે કુંભારના ધંધાને લગતા ચિત્રો જોઇને ખુશ થતો હતો. ત્યારે ગણિકા સમજી જતી કે આ આવેલ માણસ કુંભાર છે. પછી કુંભારને ઉચિત સર્વસત્કાર કરતી, અર્થાત્ કુંભારના વ્યાપારની પ્રશંસા કરીને ખુશ કરતી ઇત્યાદિ સ્વયં વિચારવું.