________________
૨૬૪
ઉપદેશપદ : ભાગ-૧
થયું. એટલે કે આ કૂવાના પાણીનો વર્ણ લાલ છે તે ઔપાધિક છે પરંતુ સ્વાભાવિક નથી. અને ઉપાધિ તે મણિ છે. પછી નીતિથી ઉપાયથી મણિને મેળવ્યો. (૧૪૬)
सप्पत्ति चंडकोसिग, वीरालोग विसदंस ओसरणं । दाढाविस आभोगे, बोही आराहणा सम्मं ॥१४७॥ ૩ણ માથાક્ષTઈ–“સM' રૂત્તિ તારપરમ તત્ર ‘ચંડલિય' ત્તિ વUgकौशिकनामा सर्पः, तस्य वीरालोग'त्ति वीरावलोके संजाते सति विसदंस'त्ति विषदृष्ट्या दंशो दशनं भगवतो विहितं तेन वारत्रयं यावत् । तथाप्यमरणे ओसरणं दाढाविस' त्ति भगवत उपरि पातभयाद् अपसरणमपक्रमणं स्वस्थानात् ।दंष्ट्राविषस्य भगवति निवेशने सति त्रीन् वारान् पश्चाद् दृढाभिनिवेशाद् भगवतो देहस्य आभोगे-विलोकने विहिते समुत्तीर्णदृष्टिविषस्य तस्य बोधिः समुत्पन्नजातिस्मरणस्य सम्यक्त्वादिलक्षणः, तथा आराधना समाधिमरणलक्षणा सम्यग् यथावत् सम्पन्नेति ॥१४७॥
ગાથાર્થ– સર્પ, ચંડકૌશિક, વીરની દૃષ્ટિ, વિષનો ડસ, પાછું હટવું, ત્રણ વાર દાઢનું ઝેર, જ્ઞાન, બોધિ, અને સમ્યગારાધના. (૧૪૭)
ચંડકૌશિકનું કથાનક ચારે દિશામાં જેનો અતિ યશ પ્રસર્યો છે એવો કોઈ ગચ્છ હતો. દીક્ષા-શિક્ષામાં કેન્દ્રિત કરાયું છે પોતાનું ચિત્ત જેમના વડે, ગુણના ધામ એવા એક ગીતાર્થ આચાર્ય તેના નાયક હતા. તે ગચ્છ વિહાર કરતો પ્રાચીન વસંતપુર નામના નગરમાં પધાર્યો. હેતુ(આશય)ની સિદ્ધિ થવાથી તે ગચ્છ સાધુજનને ઉચિત વસતિમાં ઉતર્યો. તેમાં છઠ્ઠ, અક્રમાદિ તપમાં નિરત એક ક્ષપક મુનિ છે. તે કોઈક વખત પ્રભાતે પારણામાં ખાખરા વગેરે જે બીજે દિવસે ચાલે તેવા વાસિ ભોજન માટે ભિક્ષાચર્યામાં ગયો. તપના ક્લેશથી અને નિરુપયોગથી તેણે પગ નીચે એક દેડકીને કચડી અને તે દેડકી મરણ પામી. પાછળ ચાલતા ક્ષુલ્લક મુનિએ જોયું અને પછી કહ્યું હે ક્ષપક ! તમારા પ્રમાદથી આ દેડકી મરી. ઉત્પન્ન થયો છે કંઈક રોષ જેને એવા ક્ષેપકે કહ્યું: લોક વડે આ અનેક દેડકીઓ મરાયેલી છે તેથી શું હું અહીં અપરાધી છું? અર્થાત્ આ દેડકીઓ પણ મેં મારી છે? આ સાંજે આવશ્યકવેળાએ સ્વયં જ સૂરિપાસે આલોચના કરશે એમ મૌનને ધારણ કરતો ફુલ્લક ૧. ઔપાધિક- બીજાથી જુદો હોવા છતાં બીજાને પોતાના જેવો અથવા પોતાને બીજા જેવો ઓળખાવનાર પદાર્થ તે ઉપાધિ કહેવાય છે અને તેને કારણે જણાતો ફેરફાર ઔપાધિક કહેવાય છે. સ્ફટિક નિર્મળ હોવા છતાં બાજુમાં રહેલા લાલ વસ્ત્ર કે લાલપુષ્પના કારણે સ્ફટિકનું લાલ દેખાવું જેમ પાધિક છે, તેમ પ્રસ્તુતમાં પાણી સફેદ જ છે પરંતુ મણિના કિરણ રૂપ ઉપાધિથી લાલ દેખાય છે. પાણીનું લાલ દેખાવું ઔપાધિક છે.