________________
૨૩૭
ઉપદેશપદ : ભાગ-૧
ગાથાર્થઆ પ્રમાણે જ સુકોશાને વિષે ઉત્કૃષ્ટ રાગવાળા સ્થૂલભદ્ર, પછી વ્યાપથી ભોગોનો ત્યાગ, ઉભયલોક હિતકારી ચારિત્રનું પણ ગ્રહણ. (૧૪૦)
આ પ્રમાણે જ એટલે કે પ્રસ્તુત પરિણામિક બુદ્ધિ વિશે જેનો વૃત્તાંત આગળ જ વિસ્તારથી કહેવાય ગયો છે એવા સ્થલભદ્રના દાંતને જાણવું. તે સુકોશા વેશ્યા ઉપર ઉત્કૃષ્ટ રાગવાળા થયા. પછી નંદરાજા વડે આમંત્રિત કરાયે છતે વિચાર્યું. જેમકે મંત્રીપદ સ્વીકારવામાં રાજકાર્યના વ્યાકુલતાથી ભોગો મળશે નહીં અને ભોગો માટે રાજ્યાધિકારની ચિંતા કરાય છે તેથી ચારિત્ર જ ઉભયલોકમાં હિત કરનાર છે. તેણે તેને જ ગ્રહણ કર્યું. (૧૪૦) .
णासेक्क सुंदरीणंद भाइरिसि भाणभक्ख निग्गमणं । मंदर वाणरि विज्जा, अच्छर धम्मम्मि पडिवत्ती ॥१४१॥
अथ गाथाक्षरार्थ:-'नासिक्क सुंदरीणंद' इति द्वारपरामर्शः । तस्य च 'भाइरिसि' त्ति भ्राता ऋषिः अभूत् । स च तत्सम्बोधनार्थं 'भाणभक्ख' त्ति भाजनं भिक्षाभृतं भोजनकाले तस्य हस्ते समर्पितवान् । ततो द्वयोरपि नगराद् निर्गमनं समपद्यत । ततोऽसौ ऋषिणा 'मन्दर'त्ति मंदर मेहें नेतुमारब्धः । दर्शिताश्च क्रमेण 'वानरित्ति वानरी, 'विजा इति विद्याधरी, 'अच्छर' त्ति अप्सरा दिव्यस्त्री । तदनन्तरं धर्मे श्रुतचारित्रलक्षणे प्रतिपत्तिः तस्य संवृत्तेति ॥१४१ ॥
ગાથાર્થ– નાસિક્ય, સુંદરીનંદ, ભાઇઋષિ, ભાજન, ભિક્ષા, નિર્ગમન, મેરુ પર્વત, વાંદરી, વિદ્યાધરી, અપ્સરા, ધર્મનો સ્વીકાર. (૧૪૧) - દક્ષિણ દિશાના તિલકભૂત, વિભવથી સમૃદ્ધ, લોકોને માટે વિલાસનું સ્થાન, ચોરાઈ (નાશ કરાઈ) છે સર્વ સ્થાનોની સુંદરતા જેના વડે એવું નાસિક્યપુર નામનું નગર છે. જેણે ઘણા દ્રવ્યને મેળવ્યું છે, સુંદર તારુણ્યવાળો નગરના લોકોને બહુમાનનું સ્થાન એવો નંદ નામનો વણિક ત્યાં રહેતો હતો. સર્વાગથી સુંદર શરીરવાળી, પોતાના લાવણ્યથી પરાભવ કરાયો છે. બીજો લોક જેના વડે, પ્રણયમાં તત્પર એવી સુંદરી નામની તેની પત્ની હતી. લોકોના મનને આનંદ આપનારા બીજા પણ નંદો તે નગરમાં હતા પરંતુ તે નંદ સુંદરીની સાથે જાણે બંધાયેલો ન હોય તેમ એક ક્ષણ પણ તેના વિના ધૃતિને પામતો નથી. લોકોએ તેનું સુંદરીનંદ એ પ્રમાણે ઉપનામ કર્યું. આ પ્રમાણે તેના દિવસો વિષય સેવનમાં પસાર થાય છે અને તેનો (નંદનો) ભાઈ જેણે પૂર્વે દીક્ષા લીધી છે તે પરદેશમાં સાંભળે છે કે મારો ભાઈ પોતાની પત્ની સુંદરીને વિશે અતિ અનુરાગી છે તેથી મારે તેની ઉપેક્ષા ન કરવી જોઈએ. પોતાના ગુરુની અનુજ્ઞા મેળવીને તે તેના અતિથિરૂપે આવ્યો અને ઉતરવાનું સ્થાન મેળવ્યું. ભિક્ષાકાળે ઘરે આવ્યો અને ઘણાં પ્રકારની ભોજન