________________
૨૫૨
ઉપદેશપદ : ભાગ-૧
પડેલા સાધુઓને ગુરુ પૂછે છેઃ તમારો સ્વાધ્યાય સુખથી થયો ને ? સુપ્રશાંત મુખ અને આંખોવાળા સાધુઓ કહે છે કે એ પ્રમાણે જ થયું છે. આ જ અમારો વાચનાચાર્ય કરાય. પછી ગુરુ કહે છે કે આ તમારા મનોરથોને પૂરનારો થશે. આ વજ અવ્યક્તગુણ સમૂહવાળો છે તેથી તમારાથી તેનો પરાભવ ન થાય એ હેતુથી એનો ગુણગણ જણાવવા માટે અમે ગામ ગયા હતા. હમણાં આ શ્રુતની વાચના આપવા યોગ્ય નથી. આણે કાનથી સાંભળીને શ્રુતગ્રહણ કર્યું છે પણ વિધિપૂર્વક ગુરુ પાસે ગ્રહણ કર્યું નથી. આ ઉસ્સાર કલ્પને યોગ્ય છે તેથી હું તેને કરીશ અને તે વજ પ્રથમ પોરસીમાં જેટલું ભણી શકવા શક્તિમાન થાય છે તેટલું ભણાવાય છે. અત્યંત મેધાવી જેટલું ભણી શકે તેટલું અપાય છે પણ તેના માટે દિનમાનનું પ્રમાણ નથી. અહીં તેમ જ કરાય એમ જાણી સૂરિ તેમ જ કરવા લાગ્યા. બીજી પોરિસીમાં તેનો અર્થ કહે છે જેથી તે બંને પણ કલ્પ (સૂત્રકલ્પ, અર્થકલ્પ) કરવા ઉચિત થાય છે એ પ્રમાણે તેઓના દિવસો જાય છે.
શિષ્યો ચાર પ્રકારના હોય છે. ૧. અતિજાત ૨. સુજાત ૩. હીનજાત અને ૪. સર્વથી અધમ આચરણને કરનાર કુલાંગાર. ગુરુના ગુણ સમૂહથી અધિક હોય તે પ્રથમ અતિજાત જાણવો. ગુરુના ગુણની સમાન થાય તે બીજો સુજાત, ગુરુના ગુણોથી કંઈક હીન તે ત્રીજો અને પોતાના નામ સરખો ચોથો એટલે ગુરુના ગુણોનો નાશ કરનાર. આ પ્રમાણે કુટુંબોમાં પણ પુત્રો ચાર પ્રકારના થાય છે તેમ સમજી લેવું. વજ અતિજાત થયો. સિંહગિરિને પણ અર્થોમાં જ્યાં શંકા હતી ત્યાં તેણે સારી રીતે શંકા દૂર કરી સ્પષ્ટતા કરી. ગુરુપાસે જેટલો દૃષ્ટિવાદ હતો તેટલો ગ્રહણ કર્યો. લોકોના પાપોને હરતા પૃથ્વીમંડલ પર ગ્રામ નગર આદિમાં વિહાર કરતા શ્રીદશપુર નામના નગરમાં આવ્યા. તે વખતે ઉજજૈનીમાં ભદ્રગુપ્ત નામના આચાર્ય વૃદ્ધવાસથી રહ્યા છે. તેમની પાસે દશપૂર્વે સંપૂર્ણ હતા. તેની પાસે સંઘાટક મોકલાયો. રાત્રીના અંતભાગમાં તે (ભદ્રગુપ્તસૂરિ) સ્વપ્નને જુએ છે કે મારું ખીરથી ભરેલું પાત્ર કોઈક આગંતુક વડે પીવાયું. પ્રભાત થઈ ત્યારે ગુરુએ સાધુઓને તે સ્વપ્ન કહ્યું. તેઓ પણ સ્વપ્નનો પરમાર્થ જાણી શકતા નથી ત્યારે એક બીજાને પુછવા લાગ્યા. ગુરુએ કહ્યું તમો આ અર્થ જાણતા નથી. આજે કોઈ મહામેધાવી શ્રુતનો વાંછુ આવશે અને તે મારી પાસે સર્વ પૂર્વગત શ્રતને ગ્રહણ કરશે. (૨૩૨)
ભગવાન પણ વજ સ્વામી તે નગરની બહાર રાત્રિએ રહ્યા. ઉત્કંઠિત મનવાળા ભદ્રગુપ્તાચાર્યની વસતિમાં પહોંચ્યા. કુમુદવનથી જેમ ચંદ્ર, મયૂરમંડલથી જેમ મેઘ જોવાય તેમ મનમાં સંતુષ્ટ થયેલા સૂરિવડે તે વજ જોવાયો. તેમણે જાણ્યું કે આ વ્રજ છે જેનો યશ
૧. ઉસ્મારકલ્પ એટલે અનેક દિવસોમાં ભણાવવા યોગ્ય ગ્રંથનું એક જ દિવસમાં ભણાવવું. ૨. તેમ જ કરાય એનો અર્થ એ છે કે વજ ઘણા મેધાવી હતા અને એક દિવસમાં ઘણું ભણી શકે તેવી
શક્તિવાળા હતા તેથી તેને ઘણું ભણાવવું જોઈએ એમ સૂરિ માનતા હતા અને ઘણું ભણાવવા લાગ્યા.