________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૫૧ હવે બીજા કોઈક પ્રસંગે મધ્યાહ્ન સમયે આચાર્ય બહાર સ્પંડિલભૂમિએ ગયે છતે અને સાધુઓ ભિક્ષા માટે ગયે છતે વસતિ પાલક તરીકે વજ રખાયો. પછી બાળપણના વશથી ઉત્પન્ન થયેલ કૌતુકવાલા તેણે સાધુઓના વીંટીયાઓને માંડલીમાં ક્રમથી ગોઠવ્યા અને પોતે જ માંડલીની મધ્યમાં રહીને સમુદ્રને સંક્ષોભ કરે તેવા ગંભીર અવાજથી પૂર્વોની અને અંગોની વાચના આપવા લાગ્યો. એટલીવારમાં પાછા ફરેલા ગુરુ નિર્દોષણાને સાંભળીને વિચારે છે કે સાધુઓ જલદીથી પાછા આવી ગયા છે નહીંતર આવો અવાજ ક્યાંથી હોય ? હર્ષ પામેલા છૂપાઈને જેટલામાં ઊભા રહે છે તેટલામાં જાણ્યું કે આ સાધુઓનો અવાજ નથી પરંતુ આ વજનો અવાજ છે એટલે તેને ક્ષોભ થવાના ભયથી પાછા ફર્યા અને નિસીહ શબ્દ કર્યો. અતિ દક્ષત્વગુણથી ગુરુના શબ્દ (અવાજ)ને ઓળખીને સ્વસ્થાને સર્વ વીંટીયાઓ મૂકીને ગુરુના હાથમાંથી દાંડો લીધો અને પાદપ્રમાર્જન કર્યું.
પછી સિંહગિરિ આ પ્રમાણે વિચારે છે કે આ અતિશય શ્રુતરતનો નિધિ છે તેથી સાધુ વર્ગ આનો પરાભવ ન કરે માટે આની ગુણગરિમાની જાણ કરું જેથી તેઓ પણ આના ગુણનો ઉચિત વિનય કરે. રાત્રે ભેગા થયેલા સાધુઓને ગુરુએ આ પ્રમાણે જણાવ્યું કે અમે બે ત્રણ દિવસ બીજે ગામ જઈએ છીએ એટલે યોગવહન કરનારા સાધુઓ કહેવા લાગ્યા કે અમારો વાચના દાતા કોણ થશે ? ગુરુ કહે છે કે વજ તમારો વાચના દાતા થશે. સ્વભાવથી વિનયરૂપી લક્ષ્મીનું કુલઘર, ગુરુના આદેશોનું પાલન કરનારા તે મુનિસિંહો ગુરુના તે વચનને સ્વીકારે છે. પ્રભાત સમય થયો ત્યારે કરવા યોગ્ય વસતિ પ્રમાર્જના કરી અને વજનો કાલનિવેદન રૂપ વિનય કરે છે. સાધુએ સિંહગિરિ ગુરુના અનુગત (પટધર) ગુરુને ઉચિત યોગ્ય આસનોથી તેનું આસન પાથર્યું અને વજ સારી રીતે તેના ઉપર બિરાજમાન થયા. તેઓ પણ ગુરુની જેમ તેનો (વજનો) પણ વંદનાદિ વિનય કરે છે. વજ પણ ઉત્તમ પ્રયતપૂર્વક યથાક્રમથી વાચના આપે છે. તેમાં પણ જે મંદમતિ સાધુઓ હતા તેઓ પણ વજના અનુભાવથી મનમાં વિષમ સ્વરૂપવાળા આલાપકો ધારવા લાગ્યા. તે સાધુઓ પણ વિસ્મિત મનવાળા થયા અને પૂર્વે ભણાયેલા પણ હમણાં જેનો અર્થ ઉપસ્થિત થયો નથી એવા અનેક આલાપકોને પૂછે છે. દક્ષતાગુણથી યુક્ત વજ તત્ક્ષણ પ્રશ્નોના સાચા ઉત્તર આપે છે. ત્યારે સંતોષ પામેલા કહે છે કે જો કેટલાક દિવસો હજુ પણ ગુરુ ત્યાં જ રહે તો અહીં આ શ્રુતસ્કંધની સમાપ્તિ જલદી થઈ જાય. જે ગુરુ પાસે લાંબાકાળે સમાપ્તિ થાય છે, તે વાચના અહીં એક પોરસીમાં પૂર્ણ થાય છે. પછી તેઓને વજ ચિંતામણિરત્નથી અધિક અત્યંત બહુમાન્ય થયા. વજના ગુણોને જણાવીને આ વજ બાકીના શ્રુતને ભણાવે તો સારું થાય એવા સ્થાપિત કરાયા છે પોતાના મનના વિકલ્પો જેના વડે એવા ગુરુના પગમાં ૧. વસતિ પાલક– વસતિ એટલે ઉપાશ્રય. જેમાં સાધુઓ ઉતર્યા હોય તે ઉપાશ્રયમાં હંમેશા કોઈને કોઈ સાધુ હોવો જોઈએ. ઉપાશ્રય સાધુ વિનાનો ન હોવો જોઈએ. ઉપાશ્રયની ધ્યાન રાખતો સાધુ વસતિપાલક કહેવાય.