________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૩૯ ગાથાફરાર્થ– “નાસિક્ય સુંદરીનંદ' એ પ્રમાણે દ્વારપરામર્શ છે. અને તેનો(નંદનો) ભાઈ સાધુ હતો અને તેણે તેના પ્રતિબોધ માટે ભોજન કાળે ભિક્ષાથી ભરેલું ભાજન તેના હાથમાં પકડાવ્યું પછી બંનેનું પણ નગરમાંથી નિર્ગમન થયું. પછી ઋષિવડે આ (નંદ) મેરુ પર્વત ઉપર લઈ જવા પ્રયત કરાયો અને ક્રમથી વાંદરી, વિદ્યાધરી અને અપ્સરા(દેવી) બતાવાઈ. ત્યાર પછી તેને શ્રત રૂપ અને ચારિત્રરૂપ ધર્મનો સ્વીકાર થયો. (૧૪૧).
वइरम्मि संघमाणण, वासे उवओग सेसपुरियाए। कुसुमपुरम्मि विउव्वण, रक्खियसामिम्मि पेसणयं ॥१४२॥
अथ गाथाक्षरार्थः-वज्रनामके ऋषौ पारिणामिकी बुद्धिः । कथमित्याह'संघमाणण' त्ति यत् संघमाननं मात्रा सह विवादे राजसभायां संघपक्षकक्षीकरणम् । ____ 'वासे उवओग' त्ति वर्षाकाले उपलक्षणत्वाद् उष्णकाले च जृम्भकैनिमन्त्रणे कृते यद् उपयोगो द्रव्यादिगोचरो विहितः । तथा 'सेस पुरियाए' इति शेषा-सहस्रपत्रपद्मस्य पुष्पकुम्भस्य च पुरिकायां नगर्यां समानयनरूपा । तथा 'कुसुमपुरम्मि विउव्वण' त्ति कुसुमपुरे पाटलिपुत्रे विकुर्वणा प्रथममसुन्दररूपस्य पश्चात् सहस्रपत्रपद्मासनस्थस्वरूपस्य च अत्यन्तातिशायिनः । 'रक्खियसामिम्मि पेसणया' इति रक्षितस्वामिन आर्यरक्षितस्य यमकस्तत्र भनस्य यत्प्रेषणं कृतमिति ॥१४२॥
ગાથાર્થ– વજસ્વામી, સંઘનું બહુમાન, વાસ, પુરીમાં ઉપયોગ, કુસુમપુરમાં વિકુવર્ણા, રક્ષિતસ્વામીને મોકલવું. (૧૪૨)
લોકમાં આશ્ચર્ય કરનાર દેવોનો સમૂહ જેમાં વસે છે એવાં સૌધર્મ દેવલોકમાં સુપ્રશસ્ત ચારિત્રમાં રાગી, દેવોનો અધિરાજા એવો શક્રેન્દ્ર છે. પૂર્વાદિ દિશાઓમાં કરાયા છે આવાસો જેઓ વડે એવા સોમ, યમ, વરુણ અને કુબેર ક્રમથી ચાર તેના લોકપાળો છે. વૈશ્રમણ(કુબેર)ને પરીક્ષકભૂત અને પોતાના સમાન વૈભવવાળો, સમર્પિત કરાયો છે (સંપૂર્ણ) મનનો પ્રણય જેના વડે એવો એક દેવ હતો.
આ બાજુ સિદ્ધાર્થ રાજાના પુત્ર, જ્ઞાતકુળરૂપી આકાશમાં પૂનમના ચંદ્ર સમાન જેનો ઘણો યશ વિસ્તર્યો છે એવા ભગવાન શ્રી વર્ધમાન સ્વામી જિનેશ્વર હિમાલયની ઉત્તરે પૃચંપા નગરીમાં પધાર્યા. સુરો તથા અસુરોએ ઉદ્યાનના ઇશાનખૂણાની સપાટભૂમિભાગ ઉપર, દુઃખોથી તમ જીવોને શરણભૂત, જય રૂપી લક્ષ્મીનું વિશ્રામધામ એવું સમોવસરણ રચ્યું. પૃષ્ટચંપામાં રાજકાર્યમાં ધુરંધર, શ્રીમાન્ પ્રસન્નચંદ્ર રાજાનો પ્રથમપુત્ર એવો શાલ નામનો રાજા હતો. તેનો મહાશાલ નામનો ભાઈ યુવરાજ પદે હતો અને તેઓને યશોમતી નામની બહેન હતી અને પિઠર ૧. ગુણ-અવગુણની પરીક્ષા કરનાર,