________________
૨૩૮
ઉપદેશપદ : ભાગ-૧ સામગ્રીથી પ્રતિલાભિત કરાયા. મુનિએ પણ તેના હાથમાં પાસું આપ્યું. સર્વ પણ પરિજનોએ મુનિને મસ્તક નમાવીને વંદન કરી ઘરે પાછો જવા લાગ્યો. સુંદરીનંદે વિચાર્યું કે જ્યાં સુધી ભાઈ મુનિ મને રજા ન આપે ત્યાં સુધી હું સ્વયં જ સાથે જાઉં. આ પ્રમાણે ભાઈ એવા મુનિવડે ઉદ્યાનની અંદરની ભૂમિ સુધી લઈ જવાયો. | સાધુના પાત્રાને હાથમાં ઊંચકી જતા નંદને જોઇને નગરના લોકોએ મશ્કરીમાં કહ્યું કે અહો ! આ સુંદરીનંદે દીક્ષા લીધી છે અને સાધુએ વૈરાગ્યને ઉત્પન્ન કરનારી દેશના લાંબા સમય સુધી આપી. સુંદરીમાં તીવ્ર રાગને ધારણ કરતો નંદ મોક્ષમાર્ગનો સ્વીકાર કરતો નથી તેટલામાં મુનિઓમાં શ્રેષ્ઠ વૈક્રિયલબ્ધિવાળા પૂજ્ય તે મુનિ વિચારે છે કે બીજા કોઈપણ ઉપાયથી આ પ્રતિબોધ કરી શકાય તેમ નથી તેથી અધિક્તર લોભ સ્થાનને બતાવું. અને કહ્યું કે હું તને પોતાના કિરણોના સમૂહથી કરાયેલો છે રંગબેરંગી આકાશના છેડા સુધીનો ભાગ જેના વડે એવો મેરુપર્વત બતાવું. સુંદરીના વિરહનો કાયર તે સ્વીકારતો નથી. ફરી પણ મુનિએ હ્યું કે એક મુહૂર્તથી જ આપણે અહીં પાછા આવી જઇશું માટે તું મારી સાથે ત્યાં આવ. પછી તે મેરુપર્વત પર જવા તૈયાર થયો. અને મુનિ એક વાનર યુગલને વિકુર્વે છે. પણ બીજા આચાર્યો કહે છે કે બધે જ ભય ઉત્પન્ન કરે છે. મુનિએ નંદને પુછ્યું કે અરે ! સુંદરી અને વાંદરી એ બેમાં કોણ વધારે સુંદર છે ? નંદ કહે છે કે આ ઘણું અણઘટતું લાગે છે, અર્થાત્ બંનેની સરખામણી થઈ શકે તેમ નથી. ક્યાં મેરુ અને ક્યાં સરસવ. કોની સાથે સરખામણી થાય? અર્થાત્ ન થાય. નંદે આવો જવાબ આપ્યો ત્યારે મુનિએ વિદ્યાધર યુગલને વિકુર્તીને બતાવ્યું. આ વિષે અભિપ્રાય પુછાયેલો નંદ કહે છે કે જાતિ વિશેષથી પ્રાયઃ તુલ્ય જ જણાય છે. પછી ક્ષણથી એક દેવયુગલ દૃષ્ટિ પથમાં આવ્યું અને સાધુ વડે પુછાયેલો નંદ કહે છે કે હે ભગવન્! વાંદરી આ એકેયમાં પણ સમાન નથી. મુનિએ કહ્યું કે થોડાક પણ ધર્મથી આ દેવી પ્રાપ્ત કરાય છે પછી તેને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ. આ પ્રમાણે સુંદરીને વિષે જેનું મમત્વ ઓગળી ગયું છે એવા નંદે પછી દીક્ષા લીધી. શ્રમણ્યનો રાગી થયો. મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થયો. ભગ્નપરિણામી ન થયો. મુનિની આ પારિણામિકી બુદ્ધિ હતી જેનાથી તેવા પ્રકારનો રાગી ભાઈ પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત કરાવાયો અને નિરવઘ ગુણવાળી દીક્ષા પ્રાપ્ત કરાવાઈ. ૧. સુંદરી અને વિદ્યાધરી બંનેની મનુષ્ય જાતિથી સમાન હોવાથી બંને રૂપમાં સમાન દેખાય છે. ૨. આ કથાનો ભાવ એ છે કે મુનિએ પોતાના ભાઈ નંદને પ્રતિબોધ કરવા (૧) વાનર યુગલ (૨) વિદ્યાધર
યુગલ અને (૩) દેવ યુગલ વિક્ર્વને બતાવ્યું. પછી આ બધામાં સુંદર કોણ છે એવો અભિપ્રાય નંદને પુક્યો. નંદે કહ્યું કે આમાં દેવ યુગલ સૌથી શ્રેષ્ઠ છે. પછી મુનિએ કહ્યું કે આ દેવ ભવની પ્રાપ્તિ સદ્ધર્મ એટલે કે સંયમની આરાધનાથી થાય છે માટે સંયમની આરાધના કરવામાં પ્રયત્નશીલ બન. પછી નંદને ધર્મ ઉપર શ્રદ્ધા થઈ અને સુંદરી વિશેનો રાગ ઓગળી ગયો અને દીક્ષાનો સ્વીકાર કર્યો.