________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૪૩
લીધી ત્યારે પ્રથમ અમને રાજ્ય આપ્યું પછી આઓ વડે દીક્ષામાં સ્થાપન કરાયા આથી આઓ સિવાય બીજો અમારો કોઈ ઉપકારી નથી. આ પ્રમાણે શુદ્ધ ધ્યાનના વશથી કર્મો છેલ્લું સ્થાન પ્રાપ્ત કરે છતે, અર્થાત્ ઘાતિકર્મો નાશ થયે છતે રમ્યસ્વરૂપી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયું છે પૂર્ણ જ્ઞાન (કેવળજ્ઞાન) જેઓને એવા તેઓ ગુરુના માર્ગને અનુસરતા ક્રમે કરી ભગવાન પાસે પહોંચ્યા. ત્રણ પ્રદક્ષિણા કરીને તીર્થને અભિવાદીને કેવલી પર્ષદામાં જવા લાગ્યા અને ભગવાન ગૌતમ પણ જેટલામાં જિનને ત્રણ પ્રદક્ષિણા આપીને પગમાં પડીને ઉભા થાય છે અને જેટલામાં તેઓને કહે છે કે અહીંથી ક્યાં ચાલ્યા? આ સ્વામીના ચરણને પ્રણામ કરો. તેટલામાં જગતપ્રભુએ કહ્યુંઃ હે ગૌતમ ! તું આ કેવલીઓની આશાતના ન કર. સંતુષ્ટ ચિત્તવાળા તેણે તેઓને ખમાવ્યા. પછી અતિસંવેગને પામેલા ગૌતમ વિચારે છે કે અતિદુષ્કર તપને તપતો છતાં પણ હું જે કારણથી કેવળજ્ઞાનને મેળવતો નથી તેથી મને શું આ ભવમાં સિદ્ધિ નહીં થાય ? અને સ્વામી પાસે ગયો. સ્વામીએ પણ પહેલા મનુષ્ય-સુર અને અસુર સહિત પર્ષદામાં કહ્યું હતું કે જે વિનયમાં તત્પર પોતાના સામર્થ્યથી અષ્ટાપદ ઉપર ચડે છે અને ચૈત્યોને વાંદે છે તે આ જ ભવમાં સિદ્ધ થાય છે એમાં કોઈ શંકા નથી. તે વચન શ્રવણના હર્ષથી પુરાયું છે ચિત્ત જેનું એવા દેવો પરસ્પર આ પ્રમાણે જ બોલે છે અને આ વાત સર્વત્ર ફેલાઈ. નાશ કરાઈ છે આપદા જેના વડે એવા અષ્ટાપદ ઉપર જો કોઈક રીતે મારું ગમન થાય તો સારું થાય એમ જેટલામાં સુગજગામી ભગવાન ગૌતમ સ્વામી વિચારે છે તેટલામાં તેના મનના સંતોષ માટે અને તાપસના પ્રતિબોધને માટે ભગવાને કહ્યું હે ગૌતમ ! તું અષ્ટાપદ ઉપર સુપ્રશસ્ત જિનબિંબોને વંદન કર. તે વખતે વિનયથી નમ્યું છે સર્વ અંગ જેનું એવો તે હૃષ્ટ તુષ્ટ મુનિસિંહ જિનને નમીને અષ્ટાપદની તળેટીમાં પહોંચ્યો. (૫૪)
હવે આ બાજુ જિનેશ્વરની આ વાત સાંભળીને કૌડિન્ય, બીજો દિત્ર અને ત્રીજો સવાલ એવા ત્રણ તાપસ પ્રભુ પાંચશો-પાંચશો પરિવારથી યુક્ત અષ્ટાપદ ચડવા ચાલ્યા. પહેલો કૌડિન્ય તાપસપ્રભુ ચોથ ભક્તને અંતે અચિત્ત કંદમૂળનું ભોજન કરે છે. બીજો દિન તાપસપ્રભુ છઠ્ઠ તપને અંતે ખરી પડેલ શુષ્ક પાંદડાઓનું ભોજન કરે છે. ત્રીજો સેવાલ તાપસપ્રભુ અઠ્ઠમતપને અંતે સ્વયં જ સુકાયેલી સેવાળનું ભોજન કરે છે. તેઓ પ્રથમાદિ ત્રણ મેખલાઓ ઉપર ક્રમથી ચડ્યા ત્યારે પુષ્ટ શરીરી ભગવાન ગૌતમ સ્વામીને જોયા. આવા શરીરવાળો આ પર્વત ઉપર કેવી રીતે ચડી શકશે? જંઘાચારણ લબ્ધિવાળા આ ભગવાન લુતાતંતુની નિશ્રા કરીને ઉપર ચડે છે. તેઓના દેખતા આ ગૌતમસ્વામી ક્ષણથી ઉપર ચડ્યા. ૧. જંઘાચારણ લબ્ધિ– લતા તંતુ અથવા સૂર્યના કિરણોની મદદ વડે બંને જંઘાએ આકાશમાર્ગે ચાલે તે જંઘા
ચારણ કહેવાય. આ લબ્ધિ યથાવિધિ અતિશયપૂર્વક નિરંતર વિકૃષ્ટ અટ્ટમની તપસ્યા કરતા ઉત્પન્ન થાય છે. આ લબ્ધિયુક્ત મુનિ એક પગલે અહીંથી તેરમાં રૂચક દ્વીપે જઈને ત્યાં ચૈત્યોને વાંદી, ત્યાંથી પાછા ફરતા બીજા પગલે નંદીશ્વર દ્વીપે આવીને ત્યાંના ચૈત્યોને વંદના કરી ત્યાંથી ત્રીજે પગલે જ્યાંથી ગયા હોય ત્યાં પાછા આવે. ઊર્ધ્વ દિશામાં અહીંથી એક પગલે પાંડુકવનમાં જઈ ત્યાનાં ચૈત્યોને વાંદી ત્યાંથી પાછા ફરતા બીજા પગલે નંદનવન આવી ત્યાનાં ચૈત્યોને વંદન કરી જ્યાંથી ગયા હોય ત્યાં પાછા ફરે.