________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૪૭ કેમકે બળવાન પણ પુંડરીક સાધુ દેવલોકમાં ગયો. ચામડા અને હાડકા બાકી રહ્યા છે જેના શરીરમાં એવો કંડરીક મુનિ કટુક અને નિબિડ તપના વશથી, ગાઢ રૌદ્રધ્યાનવાળો મરીને નારક થયો. સાધુપણાનું મુખ્ય કારણ અહીં અશુભ ધ્યાનનો નિગ્રહ છે. ક્ષીણ શરીરી પણ મુનિને શુભ ધ્યાનનો વિરહ દુર્ગતિમાં લઈ જનારો છે. તેને સાંભળીને તુષ્ટમનવાળા વૈશ્રમણે જાણ્યું કે આ મારા અધ્યવસાયને જાણે છે. અહો ! આમનું જ્ઞાન કેવું ઉત્તમ છે ! ભગવંતને વંદન કરીને ગયો.
ત્યાં વૈશ્રમણ સમાન તિર્થક જૈભક દેવ હતો. આ દેવ જ્ઞાતા ધર્મકથામાં કહેવાયેલ પાંચશો ગ્રંથ પરિમાણવાળું પુંડરીકઅધ્યયન નામનું શ્રુત જેને ગૌતમ સ્વામીએ કહ્યું તેનું અવધારણ કરે છે અને શુદ્ધ સમ્યકત્વ પામે છે. વીર જિનેશ્વરના નિર્વાણ પછી કંઈક ન્યૂન પાંચસો વર્ષ પસાર થયે છતે દેવલોકમાંથી તિર્યમ્ છુંભક દેવનો જીવ ચવ્યો. (૧૧૬)
હવે આ બાજુ અવંતિદેશમાં તુંબવન સન્નિવેશમાં પોતાના શરીરની કાંતિથી જિતાયું છે દેવનું રૂપ જેના વડે એવો ધનગિરિ નામનો વણિકપુત્ર હતો. તે જિનેશ્વરના ધર્મને સાંભળીને બાળપણામાં શ્રાવક થયો. છેદાઈ છે વિષય તૃષ્ણા જેની એવો તે દીક્ષા લેવા વંછે છે. ભરયૌવન વયનો થયો ત્યારે માતાપિતા તેના માટે જે જે કન્યાઓને પસંદ કરે છે તે તે કન્યાઓને પરણવા નિષેધ કરે છે અને કહે છે કે હું દીક્ષા લેવાની ભાવનાવાળો છું.
તે નગરમાં ધનપાલ નામે વણિક છે. તેની પુત્રી કહે છે કે તમે મને ધનગિરિને આપો જેથી હું તેને વશમાં લાવીશ. પોતાની દૃઢતાથી જિતાયો છે મેરૂ પર્વત જેના વડે, જાતિ સ્મરણ જ્ઞાનવાળા સિંહગિરિ ગુરુની પાસે ધનગિરિના ભાઈ સમિતે દીક્ષા લીધી. ધનગિરિએ કહ્યું છે ભદ્ર! હું કંઈપણ ખોટું કહેતો નથી. હું પણ સિંહગિરિની પાસે જલદીથી આ પ્રમાણે દીક્ષા લઈશ તને જે ગમે તે કર. માતાપિતાના દબાણથી અતિ મોટા ધનવ્યયથી તેણે ધનપાલની પુત્રી (સુનંદા) સાથે લગ્ન કર્યા. તે મહાનુભાવો ! જુઓ વિષયસંગમાં ઘણા વિરક્ત થયેલા, અનુરક્ત થયેલાની જેમ દબાણને વશ થયેલા કાર્ય કરનારા થાય છે, અર્થાત્ વિષયોને ભોગવનારા થાય છે. તત્કણ જેનો વિવાહ થયો છે એવો ધનગિરિ આનંદને પામેલી સુનંદાને કહે છે કે હે ભદ્ર ! મને દીક્ષાની રજા આપ. પૂર્વે પણ મારા કહેલા વચનને યાદ કર. સુનંદા તેના વિષે ગાઢ પ્રેમવાળી થઈ પણ ધનગિરિ તેના વિષે ઘણો વિરક્ત થયો. રાગી-વિરાગી તે બેના ઘણાં વાર્તાલાપો થયા. પછી તેટલામાં સુનંદાએ કહ્યું: પિતાના ઘરથી પરાડમુખ થયેલી મારું સ્થાન તમે કે તમારો પુત્ર થાય બીજો કોઈ ન થાય તેનો તમે વિચાર કરો. કહ્યું છે કેકુમારી પુત્રીનો પિતા, ભર યૌવનવાળી સ્ત્રીનો પતિ, અને વૃદ્ધાવસ્થામાં પુત્ર સ્ત્રીઓનો રક્ષક કહેવાયો છે. આ પ્રમાણે તેના વચનને સાંભળીને, ભાઇવર્ગ તથા બીજા લોકોના આગ્રહથી તે પુત્રના લાભ સન્મુખ થયો. (૧૨૯)