________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૨૩ નથી ત્યાં સુધી મારે પણ શરીર સ્થિતિ ન કરવી. ફૂટ કલ્પનાઓ કરીને મંત્રીઓએ એક મનુષ્યને સાધ્યો કે તારે રાજસભામાં રાજાને કહેવું કે હે દેવ ! દેવીએ મને સ્વર્ગમાંથી અહીં મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે દેવ કુશલ વાર્તાને ગ્રહણ કરે, અર્થાત્ હું અહીં દેવલોકમાં કુશળ છું અને તારે મારી પાસે ખબર લઈને આવવું. પછી રાજાએ પુછ્યુંઃ દેવી કુશળ છે ને ? મંત્રીમંડળે કહ્યું: હે દેવ ! તેમ જ છે, અર્થાત્ કુશળ છે. દેવીને માટે શરીર શૃંગાર આના મારફત મોકલો જેથી દેવી શરીર સ્થિતિ કરે. પછી તેના મુખથી રાજાએ દેવીવૃત્તાંત મેળવ્યું છતે, કટિસૂત્રાદિ અર્પણ કર્યા પછી તે સાધિત પુરુષ બહાર નીકળે ત્યારે મંત્રીઓ તેમાંથી ભાગ પડાવે છે આમ પ્રતિદિન ચાલ્યું. (૧૨)
હવે કોઇક દિવસે મંત્રીની પોલ જાણીને એક ધૂર્ત રાજાને દેવીના કુશલ સમાચાર આપે છે. અને તે જ રીતે શૃંગારને મેળવે છે. મંત્રીઓની બાજી બગડી અને તેઓએ વિચારણા કરી. તેમાંના એકે કહ્યું કે તમે ધીરજ રાખો, હું આ કાર્યમાં આ પ્રયત કરીશ. તેણે સર્વ સંપાદન કર્યું, અર્થાત્ ધૂર્તનો પરાભવ કરવા સર્વ પૂર્વ તૈયારી કરી અને રાજા પાસે જઈને કહે છે કે હે દેવ ! આ (પૂર્વ) દેવી પાસે કેવી રીતે જશે? રાજા- પૂર્વ દિવસોમાં કેવી રીતે ગયા હતા. મંત્રી- હે દેવ ! જેવી રીતે દેવી ગઈ હતી તે રીતે. રાજાએ કહ્યું: આને પણ તે જ રીતે મોકલો. આ પ્રમાણે રાજાએ કહ્યું એટલે ધૂર્ત ચાર ખાંધ ઉપર ધારણ કરાયો, અર્થાત્ તેને ઠાઠડીમાં બાંધ્યો. એક મશ્કરો ઉપહાસ કરવાની બુદ્ધિથી રાજાની સમક્ષ જ તેને (ધૂર્તને) કહેવા લાગ્યો કે તું દેવીને આ પ્રમાણે કહેજે કે રાજા તને મળવા અતિ ઉત્કંઠ થયો છે. પૂર્વે પણ વિચાર્યું કે અહીં સર્વ (પ્રાણ) બચાવી લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે તેથી મશ્કરાને કહ્યું. મને તારા જેવું વિજ્ઞાન નથી જેથી આવા પ્રકારના અર્થને જાણતો હોવા છતાં પણ વચનના પ્રત્યુત્તરને આપી શકતો નથી. માટે હું કહું છું કે હે પ્રધાનો ! તમારે આ વાચાળને મોકલવો. પ્રધાનોએ તેમ કર્યું, અર્થાત્ વાચાળને ઠાઠડીમાં બાંધ્યો. ઉગ્ર હાહારવથી તે પ્રદેશને રુંધતો વાચાળ પોતાના બંધુ વર્ગને કહે છે કે, પોતાના મોઢાને સંભાળજો મુખની વાચાળતાના કારણે હું આવા કષ્ટને પામ્યો. મંત્રીઓએ દમદાટી આપીને કરુણાથી તેને (વાચાળને) છોડ્યો અને બીજા મૃતકને બાળ્યું. તે મંત્રીને આવી પારિણામિકી બુદ્ધિ થઈ જેથી ધૂર્ત અને વાચાળ બંને જણ પાઠ ભણાવાયા.
ગાથાફરાર્થ– અને ત્યાં એટલે પારિણામિકી બુદ્ધિમાં પૂર્વે જે ઉદાહરણો અપાયા છે તેમાં આ ઉદાહરણને જાણવું. દેવી મરણ પામે છતે રાજા જ્યારે શરીર સ્થિતિ કરતો નથી ત્યારે મંત્રીએ સ્વર્ગમાં રહેલી દેવીના બાનાથી શૃંગાર મોકલીને સેવા શરૂ કરી. આટલામાં કોઈક ધૂર્ત મંત્રીને પુછ્યા વિના જ રાજાની પાસે આવ્યો ત્યારે રાજાએ તેને પૂર્વવત્ કટિસૂત્ર વગેરે શૃંગારનું દાન કર્યું. પછી મંત્રીએ તેને અગ્નિમાં પ્રવેશ કરવા મોકલ્યો ત્યારે અકસ્માત્ ઉપસ્થિત થયેલ વાચાળ વિભાષા કરી. જેમકે– પ્રથમ ધૂર્ત જ્યારે અગ્નિમાં પ્રવેશ કરાવવા લઈ જવાતો હતો ત્યારે અન્ય વાચાળ અરાજકતાથી દેવીને આપવાનો મોટો સંદેશો કહેવા (દવા) લાગ્યો. અને