________________
૨૨૪
ઉપદેશપદ : ભાગ-૧ ધૂ કહ્યું કે આટલા બધા સંદેશાને હું યાદ રાખવા સમર્થ નથી તેથી આ જ (વાચાળ જ) ત્યાં મોકલાય. તે જ રીતે ધૂર્તને બદલે વાચાળને મોકલવા શરૂ કરાયું અને વાચાળે પોતાના સ્વજન વર્ગને કહ્યું કે તમારે મોટું સંભાળવું મોટું નહીં સંભાળવાથી મને આટલું ફળ પ્રાપ્ત થયું.(૧૩૬)
खमए मंडुकिथंभे, विराहियाहि णिसि रायसुयमरणे । सीसे रूवग रेहा, पुच्छे सुय दिक्खचउक्खमगा ॥१३७॥
अथ गाथाक्षरार्थः-'क्षमक' इति द्वारपरामर्शः । तस्य मंडुक्कि'त्ति लघ्वी दर्दुरिका पादतले लग्ना, मृताच ।सन्ध्यावश्यककाले संप्रेरितः सन् क्षुल्लकेन स्तम्भेप्रतीतरूपे आपत्य मृतः । 'विराहियाहि' त्ति विराधितश्रामण्यानामहीनां कुले जातः। 'निसि' त्ति स च रात्रिसंचारी जातः ।अन्यदाच राजसुतमरणे जाते सति राज्ञा भणितं शीर्षे सर्पसम्बन्धिनि समर्पिते सति रूपकं दीनारलक्षणं ददामि । ततः सर्पाखेटकेन रात्रिसंचरणकृता रेखा उपलभ्य औषधिबलेन बिलाद् आक्रष्टं आरब्धोऽसौ ।तेन दृष्टिविषेण दयालुना सता पुच्छे निष्काशिते छिद्यमाने च मृतोऽसौ । सुय'त्ति तस्यैव राज्ञः सुतो जातः । दीक्षा च क्रमेण लब्धा । चउक्खमग'त्ति चतुर्णां क्षमकाणां वक्तव्यता भणनीया ॥ इति ॥१३७॥
ગાથાર્થ– ક્ષમા, દેડકી, થાંભલો, વિરાતિશ્રામાણ્ય, સર્પ, રાત્રે રાજપુત્રનું મરણ, કાપેલા મસ્તકના બદલામાં રૂપીયાનું અર્પણ, લીસોટાનું દર્શન, પૂંછડી. તે જ રાજાનો પુત્ર, દીક્ષા, ચાર પકોનું કથન. (૧૩૭).
કુલ્લક (કુરગડુ) મુનિની કથા ચંદ્રની કાંતિ જેવા નિર્મળ તપ લક્ષ્મીથી શોભતા કોઈક વિશાળ ગચ્છમાં, મહીનાના અંતે ભોજન કરનારા એક ક્ષપક મુનિ હતા. હવે કોઈક વખતે પારણાના દિવસે તે ક્ષુલ્લક સાધુની સાથે ઉચ્ચાદિ ઘરોમાં ગોચરી ફરવા લાગ્યો. તીવ્રસુધાને કારણે મંદ થયેલા આંખોના તેજમાં પગપ્રદેશમાં આવેલી દેડકીને ન જોઇ. તેના પગ નીચે દબાઈને મરી ગઈ અને ક્ષુલ્લકે તે જોઈ. વસતિમાં જઈને પકે ગુરુની પાસે ઈરિયાવતિનું પ્રતિક્રમણ કર્યું. ભિક્ષાચર્યાની સમ્યમ્ આલોચના કરી. આલોચેલા ભક્તનું ભોજન કર્યા પછી સંધ્યા સમયે આવશ્યક વખતે તેની વિરાધનાની આલોચનાનો પ્રસંગ આવ્યો ત્યારે ક્ષુલ્લક પ્રગટ બોલીને દેડકાની વિરાધના યાદ કરાવી કે હે ક્ષપક ! તમે દેડકીના અપરાધની કેમ આલોચના કરતા નથી ? ક્ષપક તેના વચનથી રોષે ભરાયો. ક્રોધાધીન બનેલો મુનિ જેટલામાં તેને મારવા ઉભો થાય છે તેટલામાં થાંભલા સાથે માથું ભટકાયું અને મરણ પામ્યો. જેઓ રોષથી શ્રામણ્યને મલિન કરી સર્પભાવને પામે છે તેવા સર્પોનાં કુળમાં વિષમ દૃષ્ટિવિષ સર્પ થયો. તેઓ જાતિસ્મરણ ગુણથી જાણે છે કે અમે પરસ્પર રોષ કરવાથી આવા થયા છીએ અને અમે કોઈ જીવને ન મારીએ એવી ભાવનાથી રાત્રિએ ફરે છે પણ દિવસે ફરતા નથી તથા પ્રાસુક (અચિત્ત) આહારને કરે છે.