________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૩૧ તેણે (ઉમાદરૂપે રહેલી) પ્રતિમાઓ દૂર કરાવી અને તે નગર જલદીથી જિતાયું. પાટલિપુત્રને ઘેરો ઘાલ્યો અને ખુંખાર લડાઈ થઈ. તે આ પ્રમાણે
યુદ્ધમાં ક્યાંક તિલ્યો (ભાલા) ફેંકાય છે, ક્યાંક પણ ઘણા લોકસમૂહને નાશ કરનારા યંત્ર સમૂહો મુકાય છે. ક્યાંક નગરના લોકોએ બનાવેલા વિષમ દઢ નગરના દરવાજાઓ તીક્ષ્ણ કુહાડાના પ્રહારથી સારી રીતે તાડન કરાયેલા તૂટે છે. શક્તિવાળા લોકોના હાથમાંથી મુકાયેલી યમરાજના જિલ્લા સરખી શક્તિઓ જલદીથી લોક ઉપર પડે છે અને યમના ઘરે લઈ જાય છે. ક્યાંક મેરુપર્વતના શિખર જેવા ઊંચા ઘરોના શિખરો વિજળીની ઝડપથી હણાયેલાની જેમ પૃથ્વી ઉપર પડે છે. ક્યાંક કાનસુધી ખેંચાયેલા ધનુષ્યના દંડમાંથી મુકાયેલી બાણશ્રેણિઓ બને પણ સૈન્યોના પ્રાણપ્રલયને કરે છે. જુદાજુદા આકારને ધારણ કરનારી ઘંટીઓ કીલ્લા ઉપર પડે છે તથા સેંકડો સુરંગ ખોદાય છે. શૈલ્યુશસ્ત્ર પડે છે. આ પ્રમાણે કેટલાક દિવસો ગયા પછી નંદનું સૈન્ય ભંગાયે છતે નંદ મોટા ધર્મદ્વારને માગવા લાગ્યો. આ લોકોએ કહ્યું કે એક રથમાં જેટલું લઈ જવા શક્તિમાન હો તેટલું લઈ જા. પછી તે બે પતી અને એક કન્યા અને કંઈક ધન લઈને નગરના દરવાજે પહોંચ્યો તેટલામાં કન્યાએ ચંદ્રગુપ્ત-ઉપર વિલાસભરી દૃષ્ટિ ફેંકી. પિતા વડે અનુજ્ઞા કરાયેલી કેટલામાં તે ચંદ્રગુપ્તના રથ ઉપર ચડી તેટલામાં ક્ષણથી તેના રથના નવ આરા ભાંગ્યા અને ચંદ્રગુપ્ત ઝંખવાયો. ત્રિદંડીએ કહ્યું કે તું આનો નિષેધ ન કર કારણ કે સ્કુરાયમાન સત્ત્વવાળા નવયુગ (પાટપરંપરા) સુધી રાજ્ય કરશે. નગરની અંદર પ્રવેશ્યા પછી રાજ્યને બે ભાગમાં વહેંચ્યું.
વિષભાવિત શરીરવાળી નંદની એક પુત્રી પર્વતક રાજાના ચક્ષુનો વિષય બની. પર્વતકને તેની ઇચ્છા થઈ અને તે તેને અર્પણ કરાઈ. લગ્નવિધિ શરૂ થઈ. અગ્નિ પ્રગટાવ્યો. પર્વતકનો જ્યારે હસ્તમેળાપ શરૂ થયો ત્યારે તેના શરીરમાં રહેલા ઉગ્ર વિશ્વનું સંક્રમણ પર્વતકના શરીરમાં થયું. પર્વતક કહે છે કે હે મિત્ર ! હું મર્યો. ચંદ્રગુપ્ત તેની સારવાર કરવા માટે આદરવાળો થયો તેટલામાં ત્રિદંડીએ ભયંકર ભ્રકુટિ ચડાવી. તત્ક્ષણ જ તે પાછો ફર્યો અને પર્વતક પણ તુરત જ મરણ પામ્યો. સુખોથી ભરપુર બંને પણ રાજ્યો તેના થયા. નંદપરિવારના પુરુષો ચંદ્રગુપ્ત પાસેથી વૃત્તિ (આજીવિકાસાલિયાણું) નહીં મેળવતા તે જ નગરમાં ઘણી ચોરીઓ કરવા લાગ્યા. ચાણક્ય ચોર પકડવામાં કુશળ પુરુષની શોધ કરે છે. (૮૧).
હવે નગરની બહાર ભમતા ચાણક્ય એક મહીનાથી ઘર ચણી રહેલા એક નલદામ નામના કોલિકને જોયો. તે વખતે કીડીઓ વડે કોલિકનો પુત્ર સાયો. તે કીડીઓ ઉપર ક્રોધે ભરાયો અને મૂળને શોધીને તેઓના બિલને કોશથી ખોદીને ક્ષણથી અગ્નિથી બાળ્યું. આના સિવાય બીજો કોઈ મારા ચિંતિત કાર્યને સાધવા સમર્થ નથી આ પ્રમાણે વિચારીને ત્રિદંડીએ રાજાની પાસે બોલાવ્યો. કુસુમપુરનું આરક્ષક પદ તેને આપ્યું. કોલિકે તેઓને વિશ્વાસમાં લઈ, વિષનું ભોજન આપી, કુટુંબ સહિત નંદના પરિવારોને હણ્યા. નગરને નિશ્ચોર્ય કર્યું.
૧. ધર્મકાર– ઇચ્છિત વસ્તુ આપનાર સ્થાન અથવા રક્ષણ સ્થાન.