________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૨૫ હવે કોઈક સાપે તે નગરના રાજપુત્રને ડંશ માર્યો. રાજપુત્ર પ્રાણોથી મુકયો અર્થાત્ મરી ગયો. પછી ક્રોધે ભરાયેલો રાજા કહે છે કે, જે સાપને મારશે તેને હું એક દીનાર આપીશ. સર્પને પકડનાર એક પુરુષે તે સાપના લીસોટા જોઈને દરમાં વિષમય ઔષધિઓ મૂકીને દુર્ધર ઘણા વાયુથી (દરને) ધમવા લાગ્યો. દુષ્કર કારુણ્યનું પાલન કરનારો તે સાપ બિલમાં રહેવા અસમર્થ થયો. દષ્ટિનો વિષય બનેલો આ મરે નહીં એવી દયાથી પૂંછડીથી જેમ જેમ બહાર નીકળે છે તેમ તેમ તે પૂંછડી કાપે છે. ક્ષપક તે રાજાની પાસે સાપને લઈ ગયો. ઘણો સારી રીતે સંધાયો છે ક્રોધરૂપી વિષ જેના વડે એવો તે સાપ તે જ રાજાની પ્રધાન રાણી વિષે પુત્ર પણે ઉત્પન્ન થયો. પછી નાગદેવતાએ રાજાને પ્રતિબોધ કર્યો કે તું સાપો ન મારે તો તને પુત્ર થશે. કાલક્રમથી તેને પુત્ર થયો અને મહામહોત્સવ કરાયો અને નાગદેવતાએ આપેલ છે તેથી તેનું નામ નાગદત્ત રખાયું. બાળપણ વીતી ગયા પછી સાધુને જોઈ જાતિસ્મરણ જ્ઞાન થયું. ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેને એવા તેણે દીક્ષા લીધી અને અતિશય ક્ષમી (ક્ષમાવાન) થયો. તે પૂર્વના તિર્યંચ ભવના પ્રભાવથી હંમેશા અતિ સુધાળુ રહે છે. સર્વ મુનિઓની સમક્ષ મારે મરણ આવે તો પણ ક્રોધ ન કરવો આ પ્રમાણે ઉગ્ર અભિગ્રહને લે છે. અતિ તીવ્ર સુધાથી પીડાયેલા શરીરવાળો તે પ્રભાત સમયે દોસણ ભોજન માટે ફરે છે. જે ગુરુની પાસે તેણે દીક્ષા લીધી છે તે ગુરુની પાસે સારી રીતે પરિપૂર્ણ શરીરબળવાળા બીજા સાધુઓ રહે છે. એક-બે-ત્રણ અને ચાર માસના ઉપવાસ કરનારા ક્રમથી બીજા ચાર સાધુઓ હતા. શાસન હિતની રાગી એક દેવતા મધ્યરાત્રિએ ક્રમથી બેઠેલા ચારને ઉલ્લંઘીને ક્ષુલ્લકમુનિ પાસે આવી હર્ષિત હૈયાથી વંદન કરે છે અને શરીરની સાતા પૂછે છે. તે સ્થાનમાંથી નીકળતી દેવીનો હાથે પકડીને ગુસ્સાને અધીન બનેલા એક સાધુએ કહ્યું કે અરે કટપૂતની ! આ પૂજનીય ક્ષમક સાધુઓને છોડીને આવા પ્રકારના ત્રિકાલભોજી આ ક્ષુલ્લકને કેમ વંદે છે ? તે કહે છે કે હું ભાવ સાધુને વાંદુ છું, આ ક્ષકો દ્રવ્ય સાધુઓ છે. આ ભેદ આવતી કાલે સવારે પ્રગટ થશે. તે ક્ષુલ્લક સાધુ પ્રભાત સમયે દોસણ ભોજન માટે શ્રાવકોના ઘરમાં ફરીને વસતિમાં આવેલો દરિયાવિયં પ્રતિક્રમીને અને ભક્ત-પાન આલોચીને જેટલામાં ક્ષમક સાધુઓને નિમંત્રણ કરે છે તેટલામાં લોક વડે જેનું નામ કુરગડું પડાયું છે એવા ક્ષુલ્લક સાધુના ભક્ષ્ય ભોજનથી ભરેલા પાત્રમાં ક્ષમા નહીં રાખી શકતા એક સાધુએ ગળફો થેંક્યો અને એ પ્રમાણે બીજા સાધુઓ થુંક્યા. મિથ્યા દુષ્કૃત કરવામાં તત્પર તે કહે છે કે પોતાના પેટ ભરવા માટે નિર્બાકુલ એવા મારી આ નિર્લજ્જ ચેષ્ટાને ધિક્કાર થાઓ જેણે આ સાધુઓને શ્લેખની કુંડી ન આપી તેથી આ લોકોના શ્લેષ્મથી મારો આત્મા કૃતાર્થ થાઓ. શ્લેખને ભોજનમાં ભેળવીને કેટલામાં તે ભોજન કરે છે તેટલામાં તે ચારે સાધુ તીવ્ર નિર્વેદને પામ્યા અને તે ક્ષુલ્લક તથા તે સાધુઓ કેવળજ્ઞાનને પામ્યા. ક્ષુલ્લક મુનિને અને ચાર ક્ષમક મુનિઓને પણ પારિણામિકી બુદ્ધિનું આ ફળ મળ્યું કે ક્રોધના નિગ્રહથી અને નિર્વેદથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧. દોસીણ ભોજન એટલે આગળના દિવસોમાં તૈયાર થયેલું પણ પછીના દિવસોમાં અભક્ષ્ય અને અપ્રાસુક
(= સચિત્ત) ન બને તેવું ભોજન. જેમકે ખાખરા, મિષ્ટાન, ફરસાણ વગેરે.