________________
૨૨૬
ઉપદેશપદ : ભાગ-૧ ગાથાફરાર્થ– “ક્ષમક એ પ્રમાણે દ્વારપરામર્શ છે. તે ક્ષેપકના પગમાં નાની દેડકી આવી અને મરી. સંધ્યાના આવશ્યક વખતે ક્ષુલ્લક સાધુથી પ્રેરણા કરાયેલો છતાં થાંભલા સાથે અથડાઈ મરણ પામ્યો. જેઓએ શ્રમણ્ય વિરાધ્યું છે તેવા સાપના કુળમાં જન્મ્યો. અને તે રાત્રે ભોજન માટે ફરનારો થયો. અને કોઈ વખત રાજપુત્રનું મરણ થયું ત્યારે રાજાએ કહ્યું કે સાપનું માથું જે મને અર્પણ કરશે તેને એક દીનાર આપીશ. પછી સાપને પકડનારે રાત્રિમાં સંચરણ કરાયેલા સાપના લીસોટા જોયા. પગેરું શોધીને ઔષધિના બળથી દરમાંથી સાપને બહાર કાઢવા લાગ્યો. તે દયાળુ દૃષ્ટિવિષ સાપે પૂંછડી બહાર કાઢે છતે અને કપાયે છતે તે મરણ પામ્યો અને તે જ રાજાનો પુત્ર થયો અને ક્રમથી દીક્ષા લીધી. ચારેય પણ ક્ષમકોની અહીં વક્તવ્યતા કહેવી. (૧૩૭)
तहा य अमच्चपुत्ते, कुमार णेमित्ति सिव अलीगत्ति । खुड्डेतरे परिच्छा, गिलाणदाणे मणापउणो ॥१३८॥
अथ गाथाक्षरार्थः-तथा च अमात्यपुत्र इति अमात्यपुत्रश्च ज्ञातम् । कथमित्याह'कुमारि' त्ति कुमारेण राज्याईराजपुत्रेण सह देशान्तरं प्रतिपन्नः । तयोश्च तत्र विचरतो: 'णेमित्ति' त्ति नैमित्तिक एकः शिवारुतादिविज्ञाता मिलितः, रात्रौ च क्वचिद् देवकुले शयितानां तेषां 'सिव' त्ति शिवारटितमभूत् । तस्य च नैमित्तिकेन फले निरूपिते संवादिते च पुनरपि शिवारटिते जाते नैमित्तिकेनोक्तम्-'अलीक'त्ति । अलीकेयम् । मन्त्रीपुत्रेण 'खुडेयर' त्ति क्षुद्रः कृपणः इतरो वा अक्षुद्र एष राजपुत्र इति परीक्षाकर्तुमारब्धा। ततो मन्त्रिपुत्रो मायया ग्लानो वृत्तः । दाणे' त्ति राजपुत्रेण च तत् पेयामूल्यार्थं पायंकशतस्य दानं कृतम् । ततस्तदार्यचेष्टितेन आक्षिप्तमनसा मन्त्रिनन्दनेन 'मणापउणो' इति मनाक् प्रगुणोऽहं जात इति भणित्वा सह एव गमनं कृतमिति ॥१३८॥
ગાથાર્થ– તથા અમાત્ય પુત્ર, કુમાર, નૈમિત્તિક, શિવ (શિયાળ) અલીક, ક્ષુલ્લક કે ઉદાર તેની પરીક્ષા, ગ્લાન, દાન, મનથી પ્રગુણ. (૧૩૮)
મંત્રી અને રાજપુત્ર ખરેખર કોઈ એક મંત્રીપુત્ર કાપડિયાનો વેશ લેનાર રાજપુત્ર સાથે ઘણાં આશ્ચર્ય ભર્યા દેશાંતરોમાં ભમે છે. કોઈક વખતે શિયાળના અવાજ ઉપરથી સદ્ભાવને જાણનાર એક નૈમિતિક મનુષ્યનો ભેટો થયો. રાત્રિમાં તેઓની સાથે દેવકુલિકામાં સૂતા તેટલામાં અતિ મોટા અવાજથી એક શિયાલણી રોવા લાગી. કુમારે નૈમિત્તિકને પુછ્યું. ઉપયોગ મૂકીને નૈમિત્તિકે કહ્યું કે આ નદી