________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૨૧
___ अथ गाथाक्षरार्थः-श्रावक इति द्वारपरामर्शः । तस्य च 'वयंसि रागे' इति वयस्यायां भार्यासत्कायां रागः संपन्नः । तदनुरागोद्रेकदुर्बलदेहं तं दृष्ट्वा शंका संजाता भाया पतिरमणगोचरा । पश्चाच्च तया 'णेवत्थ' त्ति वयस्यानेपथ्यं गृहीत्वा तस्य संतोषः संपादितः । तदनु 'चिण्ह' त्ति चिह्नसारे अहो दुष्कृतं कृतं एवंलक्षणे संवेगे परिशुद्धे सत्यरूपे जाते सति तत्कथना यथावस्थितकथना भार्यया कृता तस्य, यथा अहमेवासौ न अन्या काचित् । तथापि भावदोषात् परकलत्रासेवकोऽहं संजात इति विकटनं गुरुसमीपे कथनं कृतमस्यापराधस्य । गुरुणा अपि भणितोऽसौ यथा अदर्शनं साम्प्रतं तस्यास्त्वया कर्त्तव्यम् । 'परिण्णा' इति परदारप्रत्याख्यानं च असौ पुनरपि વરિત કૃતિ રૂડા
ગાથાર્થ– શ્રાવક, પતીની સખી ઉપર રાગ, શંકા, નેપથ્ય, ચિહ્ન, સંવેગ, પરિશુદ્ધ, તેનું કથન, પ્રાયશ્ચિત્ત, અદર્શન અને પ્રતિજ્ઞા. (૧૩૫)
કોઈ એક નગરમાં પરભાર્યારમણ વિરમણવ્રત સ્વીકારેલા, કારાવાસની જેમ ઘરવાસથી ભય પામેલા એવા કોઈક શ્રાવકને શ્રેષ્ઠ આભૂષણો અને ઉત્તમ શરગારથી ભૂષિત પત્નીની સખી ચક્ષનો વિષય થઈ. વિષના વેગની જેમ રાગ થયો. જલદીથી ચિકિત્સા નહીં થવાથી તેનું શરીર ક્ષણથી ઉપવાસથી ક્ષીણ થયાની જેમ નિસ્તેજ થયું. ભાર્યાએ તેને પુછ્યું: આ તમારી અકાળે દુર્બળતા કેમ થઈ ? અતિ આગ્રહ કરે છતે તેણે સત્ય હકીકત જણાવી. પતીએ કહ્યું: આ કાર્ય અતિસરળ છે, તમે ખેદ કેમ કરો છો ? જેમ તમારી મનસિદ્ધિ થાય તેમ હું સંધ્યા સમયે કરીશ. સખીનો વેશ અને આભૂષણો લઈને પહેરીને અંધારામાં શયાઘરમાં રહી અને તે પ્રવેશ્યો તથા વાંછા પૂર્ણ થઈ ત્યારે તેને પશ્ચાત્તાપની બુદ્ધિ થઈ. લુપ્તશીલવાળા મને ધિક્કાર થાઓ. રતિકાલે કરાયેલી ચેષ્ટાના સ્મરણ કરાવવા પૂર્વક સ્ત્રીએ કહ્યું. તે વખતે હું જ હતી, તે ન હતી, તો પણ તે ઘણો દુર્મનવાળો થયો. અતિ ક્લિષ્ટ અધ્યવસાયથી પણ આ મારો વ્રત ભંગ થયો. આચારરત બહુશ્રુત સુગુરુની પાસે આલોચના લીધી ત્યારે ગુરુએ આ પ્રમાણે શિખામણ આપી કે ઉત્તમ પુરુષે દુષ્ટ દર્શન દૂરથી જ છોડવું જોઈએ. જેમ તેણી વડે પાપ પ્રહારોના વિઘાતો અટકાવાયા. તેમ તેવા પ્રકારના કુપ્રયોગના વશથી ફરીથી તે પ્રકારે જ પાપો જાગૃત થાય છે. દોષનું જે કારણ છે તે કારણને જોવાથી દોષ ઉછળે છે. તેણે ફરી પણ પરદારાની વિરતિ કરી અને સ્ત્રી વડે પારિણામિકી બુદ્ધિના યોગથી મરી અશુભગતિમાં જતો અટકાવાયો અને સુગતિમાં સ્થાપન કરાયો. (૧૨)
ગાથાક્ષરાર્થ– “શ્રાવક’ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. તેને સ્ત્રીની સખી ઉપર રાગ થયો. તેના અનુરાગના અતિશયપણાથી દુર્બલ દેહવાળો જોઈને પત્નીને પતિના રમણ સંબંધી શંકા થઈ. પછી તેણે સખીનો વેશ લઈને સંતોષ પમાડ્યો. ત્યાર પછી અહો ! આ દુષ્કૃત થયું એવો