________________
ઉપદેશપદ : ભાગ-૧
હવે અટવીમાં ભમતા ચિલાતિપુત્રે કાઉસગ્ગમાં રહેલા એક મહાસત્ત્વશાળી સાધુને જોયા અને કહ્યું કે અહો મહામુનિ ! મને સંક્ષેપથી ધર્મ કહે નહીંતર તારું પણ માથું તલવારથી ફળની જેમ કાપીશ. નિર્ભય પણ મુનિ તેને ઉપકાર થશે એમ જાણીને કહ્યું કે ઉપશમ-વિવેક-સંવર આ ત્રણ પદ ધર્મનો સાર છે (સર્વસ્વ છે). આ ત્રણપદને ગ્રહણ કરી એકાંતમાં સારી રીતે વિચારવા લાગ્યો. સર્વ ક્રોધાદિના ત્યાગમાં ઉપશમ થાય છે એમ ઉપશમ શબ્દનો અર્થ છે. ક્રોધીને ઉપશમ ક્યાંથી હોય ? તેથી મારા વડે ક્રોધાદિ ત્યાગ કરાયા. ખરેખર વિવેક પણ ધન સ્વજનના પરિત્યાગમાં થાય છે. તેથી હવે મારે તલવારથી શું અને મસ્તકથી પણ શું ? ઇન્દ્રિય અને મનના રોધથી નિશ્ચયથી સંવર થાય છે. તેથી હું તેને પણ કરીશ એમ વિચારતો પણ તલવાર અને મસ્તકને મૂકીને નાકના અગ્રભાગ પર દૃષ્ટિ મૂકીને મન-વચન અને કાર્યાના વ્યાપારને રુંધ્યો. ફરી ફરી જ આ ત્રણ પણ પદોની પરિભાવના કરતો મેરુપર્વતની જેમ સુનિશ્ચલ કાઉસ્સગ્ગમાં રહ્યો. (૪૧)
૨૨૦
હવે લોહીના ગંધમાં લુબ્ધ થયેલી, કુલિશ જેવા તીક્ષ્ણ અગ્ર પ્રચંડ મુખવાળી એવી કીડીઓથી ચારે બાજુથી જલદીથી ભક્ષણ કરાવા લાગ્યો. અને પગથી માંડીને મસ્તક સુધી સંપૂર્ણ પણ શ૨ી૨ કીડીઓ વડે ભક્ષણ કરાઇને ચાલણી સમાન કરાયું તો પણ ધ્યાનથી કંપિત ન થયો. પ્રચંડ મુખવાળી કીડીઓ વડે તે મુનિનું શરીર ખવાયે છતે તે છિદ્રો સમસ્ત પાપોના નીકળવાના દીર્ઘ દ્વારો ન હોય તેમ શોભે છે. અઢી દિવસ સુધી ધીમાન સમ્યગ્ અનશન આરાધીને સુચારિત્ર છે ધન જેનું એવો તે સહસ્રાર નામના દેવલોકમાં ગયો.
ગાથાક્ષરાર્થ– ધનદત્ત’ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. તેમાં ધનદત્ત શ્રેષ્ઠીને સુંસુમા નામની કન્યા હતી. તેનો ચિલાતિપુત્રની સાથે રાગ થયે છતે ધાડ પાડી ગ્રહણ કરી. તુ શબ્દ પાદપૂરણમાં છે. તે તેને પોતાની પલ્લિમાં લઇ જવા લાગ્યો ત્યારે પુત્રો સહિત શ્રેષ્ઠીએ તેનો પીછો કર્યો. લઇ જવું અશક્ય થયું ત્યારે તેને મારી. પછી ક્ષુધાપીડા થઇ ત્યારે સુંસુમાના ભક્ષણથી પ્રાણ ધારણ કરનારા તેઓને કાળથી ચારિત્રની પ્રાપ્તિ થઇ. (૧૩૪)
सावय वयंसि रागे, संका णेवत्थ चिण्ह संवेगे । परिसुद्धे तक्कहणं, वियडणमहंसण परिण्णा ॥१३५॥
૧. આદિ અન્ત પ્રહને મધ્યપ્રદ્દળસ્ત્રાવરું માવિત્વાર્ એ ન્યાય છે.
કોઇપણ વસ્તુના શરૂઆતના ભાગનો અને અંતના ભાગનો ઉલ્લેખ કર્યો હોય તો તેનો મધ્યભાગ અવશ્ય ગ્રહણ કરવો. જેમકે રાત્રિના ચોથા અને પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો જોઇએ. આથી ફલિત એ થાય છે કે રાત્રિના છેલ્લા પહોરથી રાત્રીના પ્રથમ પહોર સુધીમાં દિવસના ચાર પહોર છે તેમાં પણ સ્વાધ્યાય કરવો જોઇએ. તેમ પ્રસ્તુમાં મન અને કાયાના વ્યપારને રુંધાવાનું કહેવાથી મધ્યના વચનના વ્યાપારને રુંધવાનું છે તે આ ન્યાયથી સમજી લેવું.