________________
૨૧૮
ઉપદેશપદ : ભાગ-૧ કે અહો ! મારા ગુરુ ધન્ય છે જેમણે આવા વિષયસુખો મળવા છતાં ત્યાગ કર્યો અને અધન્ય, દુર્બળ મનવાળા એવા મારે વિષયસુખો નહીં હોવા છતાં ત્યાગ દુષ્કર થયો. આ પ્રમાણે ભાવનાના વશથી તત્ક્ષણ તીવ્ર પ્રશમને પામ્યા. આલોચનાનું પ્રતિક્રમણ કરતા મેરુની જેમ સ્થિર થયા. શ્રી નંદિષેણ ગુરુને રાજગૃહ નગરમાં શિષ્યોને લઈ જવા સંબંધી જે મતિ થઈ તે અને શિષ્યને પણ તેઓને જોવાથી જે મતિ થઈ તે પારિણામિકી બુદ્ધિ જાણવી. (૧૫)
ગાથાક્ષરાર્થ- સાધુનું ઉદાહરણ છે. ક્યા સાધુનું? નંદિષેણ મુનિના શિષ્યનું ઉદાહરણ છે. તે શિષ્યને દીક્ષાત્યાગની મતિ થઈ ત્યારે વિરપ્રભુ રાજગૃહ નગરમાં ગયા. ત્યાં ગુરુના અંતઃપુરના દર્શનથી થયેલા સંવેગથી ચારિત્ર નિર્મળ થયું. (૧૩૩)
धणयत्त सुंसुमित्थी, चिलाइरागम्मि धाडिगहणं तु । णयणे लग्गण मारण वसणे तब्भक्खणा चरणं ॥१३४॥
अथ गाथाक्षरार्थः-'धनदत्त' इति द्वारपरामर्शः । तत्र च धनदत्तश्रेष्ठिनः सुंसुमाभिधाना स्त्री इति कन्यारूपा । तस्याः 'चिलाइ'त्ति चिलातीपुत्रेण रागे तदगोचरे जाते सति । धाडिगहणं तु'त्ति धाट्या प्रतीतरूपया ग्रहणमादानं कृतम् । तुशब्दः पूरणार्थः। नयने स्वपल्लिप्रापणे तेन तस्याः प्रारब्धे सति 'लग्गण' त्ति श्रेष्ठिना सपुत्रेण पृष्ठतो लगनं कृतम् । नेतुमपारयता च तेन 'मारण'त्ति मारणं कृतं तस्याः । ततो व्यसने बुभुक्षालक्षणे सम्पन्ने तद्भक्षणात् सुंसुमाभक्षणाल्लब्धजीवितानां तेषां चरणं कालेन चारित्रं सम्पन्नमिति રૂા .
ગાથાર્થ- ધનદત્ત સુસુમ પુત્રી, ચિલાતિપુત્ર, રાગમાં ધાડથી હરણ, લઈ જવું, પાછળ પડવું, મારવું, કષ્ટમાં તેનું ભક્ષણ, ચારિત્ર. (૧૩૪)
ચિલાતિપુત્રનું કથાનક ભૂમિપ્રતિષ્ઠિત નગરમાં જિનશાસનની હિલના કરવામાં રત, પોતાને પંડિત માનતો યજ્ઞદેવ નામનો બ્રાહ્મણ હતો. અહીં જે જેનાથી જિતાય તે તેનો શિષ્ય થાય એવી પ્રતિજ્ઞાવાળા વાદમાં પરમ બુદ્ધિમાન સાધુ વડે તે જિતાયો અને શિષ્ય કરાયો, અર્થાત્ દીક્ષા આપી. દીક્ષાનો ત્યાગ કરતા એવા તેને દેવતાએ નિષેધ કર્યો આથી તે સાધુધર્મમાં સુનિશ્ચલ થયો તો પણ જાતિમદથી કંઈક દુગંછા ભાવને ધારણ કરતા તેણે પોતાના સર્વ સ્વજન વર્ગને પ્રતિબોધ કર્યો. પરંતુ તેની
સ્ત્રી પૂર્વે વિસ્તરેલ ગાઢ પ્રેમના અનુબંધના દોષથી તેને પ્રવજ્યા ત્યાગ કરાવવા ઇચ્છે છે. પણ નિશ્ચલચિત્તવાળો સદ્ધર્મમાં તત્પર એવો તે દિવસો પસાર કરે છે.
હવે કોઇક વખતે તેણે યજ્ઞદેવ ઉપર કામણ કર્યું. તેના દોષથી મરીને તે દેવલોકમાં દેવ થયો. તેના મરણથી સંતપ્ત થયેલી તેણીએ પણ દીક્ષા લીધી. આલોચના કર્યા વિના મરીને