________________
૨૧૬
ઉપદેશપદ : ભાગ-૧ अथ गाथाक्षरार्थ:-उदितोदयो नाम राजा । श्रीकान्ता तद्भार्या । 'परिवाइय' त्ति तया च परिव्राजिका स्वधर्ममाचक्षाणा खलीकृता । तया च 'अण्णराय' त्ति अन्यस्य धर्मरुचिनानो राज्ञोऽनुरागगोचरं सा आनीता । तेन च सबलवाहनेन उपरोधे पुरिमतालनगरस्य कृते 'जणमणुकंप' त्ति उदितोदयस्य जनं प्रति अनुकम्पा संवृता । ततो देवे वैश्रमणसंज्ञे विषयभूते प्रणिधानं कृतम् । तेन च तदीप्सितमभिलषता धर्मरुचेः 'साहरणं' त्ति संहरणं उपसंहारः कृतो निजकनगर्यामिति ॥१३२॥
ગાથાર્થ– ઉદિતોદય, શ્રીકાંતા, પરિવ્રાજિકા, અન્ય રાજા, ઉપરોધ (ઘેરો) લોક અનુકંપા, દેવ, પોતાની નગરીમાં સાહરણ (મૂકવું).
શ્રી ઋષભસ્વામીના કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીના લાભથી ઉછળ્યું છે માહભ્ય જેનું. સકલ નગરોમાં દેવનગર એવા શ્રી પુરિમતાલ નામના નગરમાં હંમેશા રાજ્યલક્ષ્મીનો ઉગેલો છે ઉદય જેને, વીતરાગ દેવના ચરણરૂપી કમળના પ્રણયમાં તત્પર એવો ઉદિતોદય નામનો રાજા હતો. સારી રીતે ઉપશાંત કરાયેલી છે મિથ્યાત્વ મોહનીયની કુટિલતા જેના વડે એવી તેની શ્રીકાંતા નામની રાણી છે. ક્યારેક તેના અંતઃપુરમાં પરિવારિકા પોતાનો નાસ્તિકવાદ ધર્મ વિસ્તારથી કહેવા લાગી. જિનપ્રવચનમાં પારગત અને કુશળ શ્રીકાંતાએ તેને હેતુઓ સહિત વાદમાં જીતી લીધી. તત્ક્ષણ જ વિલખી થઈ અને દાસીઓ વડે હસાઈ અને તે પ્રદેશમાંથી બહાર કઢાઈ. પછી ગાઢ પ્રદ્વેષને પામેલી વાણારસી નગરીમાં ગઈ અને શ્રીકાંતા દેવીનું ચિત્રમય પ્રતિબિંબ કરી, તે નગરના સ્વામી ધર્મચિ રાજાને બતાવ્યું અને તે તેની ઉપર આસક્ત થયો. ઉદિતોદય રાજાની પાસે દેવી માટે દૂત મોકલે છે. ઉદિતોદય રાજાએ અપમાન કરી તેને બહાર કાઢ્યો. અપમાન અને માનને મનમાં લેતો પરમ અધર્મરુચિના સારવાળો ધર્મરુચિ પુરિમતાલ નગરીને ઘેરો ઘાલે છે. તે વખતે નિઃસંચાર થયો, અર્થાત્ ક્યાંય ગમનાગમન થઈ શકતું નથી. અનુકંપાશીલ મનવાળો ઉદિતોદય રાજા વિચારે છે કે આ મોટા સૈન્યના કચ્ચરઘાણથી સર્યું, અર્થાત્ જેમાં ઘણાં જીવોનું મરણ થાય તેવું હિંસક યુદ્ધ નથી કરવું અને બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી ઉપવાસ કર્યો. પૂર્વે આરાધન કરાયેલ વૈશ્રમણ નામના દેવે સમર્થ, સર્વ સૈન્યથી યુક્ત ધર્મરુચિ રાજાને ઉપાડીને વાણારસી નગરીમાં મૂકી દીધો. ઉદિતોદયની આ પારિણામિકી બુદ્ધિ જાણવી. બીજાને પીડા કર્યા વિના પોતાના આત્માનું રક્ષણ કર્યું. (૧૨)
ગાથાફરાર્થ– ઉદિતોદય નામનો રાજા છે, શ્રીકાંતા તેની પતી છે. તેણે સ્વધર્મ કહેતી પરિવ્રાજિકાને હરાવી અને પરિવ્રાજિકાએ ધર્મરુચિ નામના બીજા રાજાને આના ઉપર આસક્ત ૧. સુરત સુર શબ્દને વ્યાકરણના નિયમ ૮-૨-૧૫૯ થી માત્ર પ્રત્યય લાગીને સુરત શબ્દ બન્યો છે. અર્થાત્ દેવવાળું–દેવનગર.