________________
૨૧૨
ઉપદેશપદ : ભાગ-૧ - હવે યોવનને પામેલો, સંયમનું પાલન કરવા નહીં ઇચ્છતો, પરિણામથી પડેલો માતાને દીક્ષા છોડવા પૂછે છે. માતાએ તેને ઘણા ઉપાયોથી રોક્યો છતાં પણ રોકાતો નથી, ત્યારે માતાએ
હ્યું: હે પુત્ર ! મારી ખાતર તું બાર વરસ દીક્ષા પાળ. હા હું દીક્ષા પાળીશ એમ તેણે સ્વીકાર્યું. બાર વર્ષ પુરા થયા એટલે તે દીક્ષા છોડવા તૈયાર થયો. ફરી માતાએ કહ્યું કે મારી ગુણીને પૂછ. પુછાયેલી ગુણીએ પણ તેને બાર વરસ સુધી સંયમમાં રોકી રાખ્યો. આ પ્રમાણે આચાર્યે પણ બાર વર્ષ સુધી અને ઉપાધ્યાયે પણ તેટલો જ કાળ ધારી રાખ્યો. એમ તેના અડતાલીશ વર્ષ પસાર થયા તો પણ સંયમમાં સ્થિર નહીં થતો માતા વડે ઉપેક્ષા કરાયો. પતિનામાંક્તિ મુદ્રા અને રતકંબલ જે પહેલા રાખી મુક્યા હતા તે આપીને કહ્યું: હે પુત્ર ! તું જ્યાં ત્યાં ભટકીશ નહીં પરંતુ પુંડરીક રાજા તારા મોટા બાપા છે. આ પિતાના નામની મુદ્રા તેને બતાવજે તેથી તે મુદ્રાને ઓળખીને તે અવશ્ય રાજ્ય અર્પણ કરશે. આ પ્રમાણે માતાની શિખામણ સ્વીકારીને ક્ષુલ્લકકુમાર નીકળી ગયો. કાલક્રમથી સાકેતપુરમાં રાજાને ઘરે આવ્યો. પણ તે વેળા આશ્ચર્યભૂત નાટક ચાલી રહ્યું છે. આવતી કાલે હું રાજાને મળીશ એમ વિચારીને ત્યાંજ બેઠેલો એકાગ્ર થઈ નાટક જોવા લાગ્યો. નાટકમાં પણ સર્વ પણ રાત્રિ નૃત્ય કરીને થાકી ગયેલી, પ્રભાત સમયે કંઈક નિદ્રાને લેતી (= ઝોકા ખાતી) એવી નર્તકીને વિવિધ હાવભાવ કરવાના પ્રયોગથી સુંદર જામેલો રંગભંગના ભયથી માતાએ ગીત ગાવાના બાનાથી એકાએક આ પ્રમાણે બોધ કર્યો. “હે શ્યામ સુંદરી ! તેં સારું ગાયું. સારું વગાડ્યું. સારું નાચ્યું, લાંબી રાત્રી ફરજપૂર્વક પૂર્ણ કરી તેથી હવે સ્વપ્રમાં પણ પ્રમાદ કરીશ નહીં. આ વાક્યો સાંભળીને ક્ષુલ્લકે તેને કંબલરત્ન અર્પણ કર્યું તથા રાજપુત્રે કુંડલરત્ન, શ્રીકાંતા સાર્થવાહીએ હાર, જયસંધ અમાત્ય કર્યું અને મહાવતે રત્નાકુશ અર્પણ કર્યો. આ બધા એકેક લાખના મૂલ્યવાળા હતા. (૨૬)
હવે ભાવ જાણવા માટે રાજાએ પ્રથમ જ ક્ષુલ્લકને પુછવું તે શા માટે કંબલરત્ન અર્પણ કર્યું? પછી તેણે મૂળથી જ સર્વવૃત્તાંત કહ્યો. હું રાજ્ય માટે આવેલો છું ત્યાં સુધી સર્વ કહ્યું. આ ગીતને સાંભળીને હું બોધ પામી વિષયાસક્તિથી રહિત થયો છું. હું પ્રવ્રજ્યામાં સ્થિર ચિત્તવાળો થયો છું, આથી આ (નર્તિકી) મારી ગુરુણી છે એટલે કંબલ રત્ન અર્પણ કર્યું. રાજા તેને ઓળખીને કહે છે કે હે વત્સ ! આ રાજ્યને તું ગ્રહણ કર. ક્ષુલ્લકે કહ્યું: આયુષ્ય થોડું હોય ત્યારે હમણાં લાંબા સમયના સંયમને નિષ્ફળ કરવાથી શું ? પછી રાજાએ પોતાના પુત્રો વગેરેને પુછ્યું કે તમારે દાનનું શું કારણ છે ? તે કહો. રાજપુત્રે કહ્યું કે હે તાત ! હું તમને મારીને આ રાજ્યને ગ્રહણ કરવા ઇચ્છતો હતો અને આ ગીત સાંભળીને રાજ્યાસક્તિથી હું પાછો ફર્યો છું. તથા સાર્થવાહીએ પણ કહ્યું કે મારો પતિ પરદેશ ગયો તેને બાર વરસ થયા છે. હું બીજા પતિને કરું એમ વિચારું છું. પતિની આશામાં હું શું કામ ખેદ પામું? પછી અમાત્યે કહ્યું કે હું બીજા રાજાઓની સાથે ઘાટ ઘડું