________________
૨૧૦
ઉપદેશપદ : ભાગ-૧
- કાલાંતરથી શ્રેષ્ઠી પાછો ફર્યો. એટલામાં ઘરને જુએ છે તેટલામાં કૂકડા-મદનશલાકા દાસી અને પુત્ર વિનાનું સડેલું, પડેલું જોયું. ગળચી પકડીને વજાને પુછ્યું: જેટલામાં ગ્રહથી ગ્રહણ કરાયેલીની જેમ એક શબ્દ બોલતી નથી તેટલામાં પાંજરાથી મુકાયેલા પોપટે ઘરનો સર્વ વૃત્તાંત કહ્યો. વૈરાગ્યને પામેલો ત્યારે ભોગોને ચિંતવે છે. આ સ્ત્રીને માટે મારે આવા પ્રકારના સેંકડો
ક્લેશો પ્રાપ્ત થયા. આ સ્ત્રીએ આવું કર્યું. વિષ સમાન વિષયોથી સર્યું. સાવદ્ય કાર્યના ત્યાગથી સાધ્ય દીક્ષા લીધી. પર્યાય (ભાગ્યના) વશથી બ્રાહ્મણ સહિત વજા તે જ નગરમાં ગઈ અને સાધુ પણ વિહાર કરતા તે જ નગરમાં આવ્યા જ્યાં પુત્ર રાજા થયો છે. વજાએ આ વૃત્તાંતને જાણી છુપાવેલા સુર્વણથી યુક્ત ભિક્ષા આપી અને મોટો કોલાહલ કર્યો કે મારા ઘરમાં આણે ચોરી કરી છે. રાજપુરુષો સાધુને પકડીને રાજાની પાસે લઈ ગયા. ધાત્રીએ ઓળખી રાજાને નિવેદન કર્યું કે આ તારો પિતા છે. તેઓને (= બ્રાહ્મણ અને વજાને) દેશપાર કર્યા અને પિતાને ભોગોની પ્રાર્થના કરી. નિમંત્રણ કરાયેલા છતાં સાધુ ભોગને ઇચ્છતા નથી. પિતાસાધુએ રાજાને શ્રાવક કર્યો. જૈન શાસનની પ્રભાવના થઈ અન્ય શાસનોની અપભ્રાજના થઈ. તે નગરમાં ચોમાસું કર્યું.
ચોમાસું પૂર્ણ થયા પછી વિહાર કરતા મુનિની પાછળ રાજા જેટલામાં જાય છે તેટલામાં ઘણાં મત્સરવાળા બ્રાહ્મણોએ એક ગર્ભવતી દાસીને બોલાવીને ચડાવી (બ્રામિત કરી) કે પરિવ્રાજિકાનો વેશ પહેરી રાજમાર્ગમાં બાથ ભરી કહેવું કે મારી શી ગતિ થશે? આથી તમો કંઈક આપો.” તેણીએ તે પ્રમાણે કર્યું. મુનિ ઉપયોગથી તે જાણે છે. ધીમુ ધીક આ પ્રવચન માલિન્યને હમણાં કેવી રીતે દૂર કરું? પછી સુર, ખેચર અને મનુષ્યના માહભ્યને જેણે પરાભવ કર્યો છે એવા સત્યવચની મુનિ કહે છે કે જો આ ગર્ભ મારો હોય તો યોનિથી નીકળે અને મારો ન હોય તો પેટ ભેદીને નીકળે. આ પ્રમાણે બોલ્યા એટલે તે દાસીનો ગર્ભ પેટ ફાટીને પડ્યો. ઉન્મત્ત અને મરતાના સદ્ભાવો પ્રકટ થાય છે. બ્રાહ્મણોએ આ કાવત્રુ કરાવ્યું છે એમ દાસીએ રાજાને કહ્યું અને જલદીથી મરી. શરદઋતુના ચંદ્રના કિરણના સમૂહ સમાન પ્રવચનની ઉજ્વળતા થઈ. તે પ્રવચનને ધન્ય છે જ્યાં આવા પ્રકારના સાધુઓ છે. આ પ્રમાણે આ પારિણામિક બુદ્ધિ છે કે જેના કારણે શાસનની પ્રભાવના થઈ. અથવા પારિણામિકી બુદ્ધિથી પોતે ચારિત્રની પરિભાવના કરીને દીક્ષા લીધી.
ગાથાફરાર્થ– “શ્રેષ્ઠી’ એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. તે શ્રેષ્ઠીને વ્યાપારના કારણે દેશાંતર જવા સ્વરૂપ પ્રવાસ થયો અને પાછળથી વજાનામની સ્ત્રી બ્રાહ્મણજાતિના સંગથી શીલભ્રષ્ટ થઈ. ક્યારેક ઘરે આવેલા સાધુએ કૂકડાના માથાનું ભક્ષણ રાજ્યફળવાળું ક્યું. આ વૃત્તાંતને અનુસારે દાસી બાળકને બીજા નગરમાં લઈ ગઈ અને તે ત્યાં રાજા થયો. શ્રેષ્ઠી સાધુ થયા પછી તે જ નગરમાં આવ્યો. બ્રાહ્મણોથી પ્રેરણા કરાયેલી દાસી વડે અવર્ણવાદ ઉત્પન્ન કરાયે છતે કહ્યું કે જો મારાથી અન્યનો આ ગર્ભ હોય તો યોનિમાર્ગથી ન નીકળો અર્થાત્ યોની સિવાયના માર્ગથી નીકળો. (૧૨૯)