________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૦૯ ગાથાર્થ– શ્રેષ્ઠી, વિદેશ પ્રવાસ, ભાયં બ્રાહ્મણ સાથે વ્યભિચારમાં પડી, ઘરે આવેલા સાધુએ કૂકડાના મસ્તકનું ભક્ષણ રાજ્યફળવાળું કહ્યું. દાસી બાળકને લઈ ગઈ. રાજા થયો. શ્રેષ્ઠી સાધુ થયો. મારા સિવાયનો પુત્ર હોય તો એ યોનિથી બહાર ન નીકળો. (૧૨૯).
આ ભરતક્ષેત્રમાં વસંતપુર નામના નગરમાં લોકમાં પ્રતિષ્ઠિત કોષ્ઠ નામનો શ્રેષ્ઠી હતો. વજા નામની તેની સ્ત્રી હતી. તથા દેવશર્મા નામે બ્રાહ્મણ પુત્ર ગૃહમંદિરની પૂજા કરનારો હતો. અતીવ હૃદયવલ્લભ, લક્ષણથી સનાથ, અતીવ બાલ પ્રિયંકર નામે પુત્ર હતો. ક્યારેક ધન ઉપાર્જન કરવા માટે ઘણા દ્રવ્ય લઈને તે શ્રેષ્ઠી શુભ દિવસે દેશાંતર ચાલ્યો. તેણે પત્નીને કહ્યું કે ઘરમાં મદનશલાકા દાસી, પોપટ અને કૂકડો આ ત્રણેય પુત્રતુલ્યનું તારે રક્ષણ કરવું. (૪)
હવે શ્રેષ્ઠીએ પ્રયાણ કર્યું એટલે વજા કુલ-શીલ-મર્યાદા ઓળંગીને બ્રાહ્મણપુત્રના સંગવાળી થઈ. જયારે દેવશર્મા નિત્ય રાત્રીએ તેની પાસે ઘરે આવે છે ત્યારે મદનશલાકા બોલે છે કે કોણ તાતથી ભય નથી પામતો ? પોપટ પણ વારે છે કે જે બીજીનો (કુલટા વજાનો) પતિ છે તે આપણો પણ તાત છે. અવસરને જાણનારો પોપટ પોતાનું રક્ષણ કરે છે. પ્રકૃતિથી ક્રોધી સ્વભાવવાળી મદનશલાકા ઘણું બોલબોલ કરે છે. દાસી પોતાના મુખદોષના કારણે અર્થાત્ બહુ બોલબોલ કરતી હોવાના કારણે પાપી એવી વજા વડે ઘરમાંથી હાંકી કઢાઈ. (૮)
કોઈક દિવસે બે સાધુઓ તેને ઘરે ભિક્ષા માટે આવ્યા. જીવના લક્ષણને જાણનારો આમાનો એક સાધુ કૂકડાને જોઈને, પછી સર્વ દિશાઓને જોઈને બીજા સાધુને આશ્રયીને કહે છે કે જે આ કૂકડાનું માથું ખાસે તે નક્કીથી રાજા બનશે. ઘરની અંદર રહેલા બ્રાહ્મણપુત્રે આ સાંભળ્યું અને વજાને કહે છે કે કૂકડાને માર જેથી હું ભોજન કરું. તે કહે છે કે આ કૂકડો પુત્ર સમાન છે તેથી હું નહીં મારું પણ બીજો લઈ આવીશ. તે બીજો ઇચ્છતો નથી. તીવ્ર આગ્રહ કર્યો ત્યારે માર્યો અને જેટલામાં રંધાય છે તેટલામાં રાજ્યની કાંક્ષાવાળો બ્રાહ્મણ સ્નાન કરવા ગયો એટલામાં વજાનો પુત્ર જે લેખશાળામાં ગયો હતો તે ઘરે આવ્યો. ભુખ્યો થયેલો રહે છે. ત્યારે હજી માંસ રંધાયું નથી. થાળીના મુખમાંથી કૂકડાનું માથું કાઢીને (પુત્રને) આપ્યું. હવે ભાજને લઇને કેટલામાં બ્રાહ્મણપુત્ર ખાવા બેસે છે તેટલામાં થાળીમાં કૂકડાનું માથું ક્યાંય જોતો નથી. વજાને કહે છે કે કૂકડાનું માથું ક્યાં? વજાએ કહ્યું તે તો પુત્રને આપ્યું. ગુસ્સે ભરાયેલો તે કહે છે કે આટલા માટે તો તે વરાછકડો કૂકડો મરાયો છે. પરંતુ હવે જો આ પુત્રનું મસ્તક ખાઉં તો હમણાં હું કૃતાર્થ થાઉં. આગ્રહ કર્યો ત્યારે તે વજા આ પણ કરવા તૈયાર થઇ, અર્થાત્ પુત્રને મારવા તૈયાર થઈ. દાસીએ આ સાંભળ્યું અને પુત્રને લેખશાળામાંથી તે લઈને ભાગી ગઈ. બીજા નગરમાં પહોંચી જ્યાં અપુત્રીઓ રાજા મરણ પામ્યો. અવિવાસિત અશ્વથી પરીક્ષા કરાયેલો તે રાજા થયો. અતિતીવ્ર પ્રતાપી તે રાજાએ દાસીને પણ માતાના સ્થાને સ્થાપી.