________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૧૩ કે નહીં? એમ પૂર્વે વિચારતો હતો. મહાવતે પણ કહ્યું કે હું પણ સીમાડાના રાજાઓ વડે કહેવાયો કે પટ્ટહસ્તીને લઈ આવ કે મારી નાખ આ પ્રમાણે ઘણું કહેવાયો. સંશયરૂપી હિંડોળા ઉપર ચંચળ ચિત્તવૃત્તિથી લાંબો સમય રહ્યો. હવે તેઓના અભિપ્રાયને જાણીને પુંડરીક રાજાએ બધાને અનુજ્ઞા આપી કે અહો ! તમને જે ઠીક લાગે તે કરો. આ પ્રમાણે અકૃત્યો કરીને આપણે કેટલો લાંબો કાળ જીવશું ? એમ બોલીને ઉત્પન્ન થયો છે વૈરાગ્ય જેઓને એવા ચારેય પણ તત્ક્ષણ જ ક્ષુલ્લક કુમારની પાસે દીક્ષા લીધી અને સકલ જગત પૂજ્ય તે ક્ષુલ્લક મહાત્મા સર્વની સાથે વિહાર કરે છે. ક્ષુલ્લકને આવી બુદ્ધિ થઈ તે પારિણામિકી જાણવી. રાજપુત્ર, મંત્રી, મહાવત, શ્રીકાંતાને પણ જે બુદ્ધિ થઈ તે પણ પારિણામિકી જાણવી. (૪૦)
ગાથાફરાર્થ– “કુમાર” એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. સાકેત નામના નગરમાં પુંડરીક નામનો રાજા હતો. મા એટલે નાનો ભાઈ કંડરીક. ક્યારેક પુંડરીકને નાના ભાઈ કંડરીકની સ્ત્રી ઉપર આસક્તિ થઈ. પતિનું મરણ થયે છતે અને પોતાનો નાશ નજીક હોતે છતે આ બે વૃત્તાંતને જોઈને તેણીએ દીક્ષા લીધી. દીક્ષા પૂર્વે જ ગર્ભવતી હોવાથી તેને રાજલક્ષણવાળા પુત્રનો જન્મ થયો અને સમયે તેની દીક્ષા થઈ. યૌવનકાળમાં પરિષહથી પરાભવ થયો ત્યારે કાકા પાસે ગમન થયું. ત્યાં ગીતિકા (= ગીત) સાંભળવાથી ક્ષુલ્લકને અને બીજા ચારને બોધિની પ્રાપ્તિ થઈ. (૧૩૦)
देवीयपुष्फचूलाजुवलग रागम्मि नरयसुरसुमिणे । पुच्छा अण्णियबोही, केवल भत्तम्मि सिझणया ॥१३१॥
अथ गाथाक्षरार्थः –'देवी'च इति द्वारपरामर्शः। सा च पुष्पवत्यभिधाना । तत्र च 'पुष्फचूला जुवलग' त्ति पुष्पवती देवी युगलकं पुष्पचूलः पुष्पचूला च इति अभिधानं अपत्ययुगलं प्रसूता । तयोश्च परस्परसंजातविवाहयोः पुष्पचूलाभर्तृविषये 'रागम्मि' त्ति दृष्टे रागे सति मात्रा देवीभूतया 'नरयसुरसुमिणे' इति नरकाः सुरविमानानि च तत्प्रतिबोधनार्थं स्वप्ने प्रदर्शितानि । 'पुच्छा अण्णियबोही' इति ततः पृच्छा तेषां अनिकापुत्राचार्यान्ते कृता । बोधिश्च लब्धः । प्रवजितायाश्च तस्याः 'केवल 'त्ति 'केवलज्ञानमुत्पन्नम्। भत्तम्मि'त्ति केवलबलेन च भक्ते आनीयमाने लब्धस्वरूपेणं सूरिणा तनिषेधे कृते 'सिझणया' इति गङ्गामुत्तरतः सूरेः सिद्धिः सम्पन्नेति ॥१३१॥
ગાથાર્થ– પુષ્પચૂલા દેવી યુગલ, રાગ, નરક અને દેવનું સ્વપ્ન, પૃચ્છા, અર્ણિકાચાર્ય, બોધિ, કેવળજ્ઞાન, ભોજનમાં, સિદ્ધ થવું. (૧૩૧)