________________
૨૦૧
ઉપદેશપદ : ભાગ-૧ ___ 'वर्द्धके' रथकारस्य 'रथादिदारुकप्रमाणज्ञानं' रथादेः रथशिबिकायानयुग्यादेर्घटयितुमारब्धस्य दारुकाणां काष्ठानां दलभूतानां यत् प्रमाणं तस्यापि ज्ञानं संपद्यत एव। अथवेति पक्षान्तरे इह रथादौ निर्मापणीये यदक्षत्वं निर्माणशीघ्रत्वमभ्यासाद्भवति 'एमेव 'त्ति, एवमेव प्रागुक्तहैरण्यकादिवत् पूतिके 'त्ति, कान्दविके माषादिदले माषमुद्गगोधूमचूर्णादौ पक्तुमिष्टभोजनयोग्ये प्रमाणज्ञानं दक्षत्वं वा मुणितव्यं प्रस्तुतबुद्धिप्रभावादिति ॥१२६॥
ગાથાર્થ રથાદિ લાકડાના પ્રમાણનું જ્ઞાન કાર્મિકી બુદ્ધિથી વધે છે અથવા નિપુણપણું, એ પ્રમાણે કંદોઇનું ભાષાદિ પ્રમાણનું જ્ઞાન કાર્મિકી બુદ્ધિથી વધે છે તેમ જાણવું. (૧૨૬)
રથ-શિબિકા-યાન-યુગ્ય (ધોસરું) આદિ ઘડવા શરૂ કરેલ રથિકને લાકડાનું જે પ્રમાણ છે તેનું પણ જ્ઞાન થાય છે. અથવા શબ્દ પક્ષાંતરને સૂચવે છે. રથાદિના નિર્માણમાં જે કુશળતા છે. તે પહેલા કહેવાયેલ સુવર્ણકારાદિની જેમ અભ્યાસથી પ્રાપ્ત થાય છે. પૂતિકા એટલે કંદોઈ, ઈષ્ટ ભોજન યોગ્ય એવા અડદ, મગ, ઘઉં, ચણાદિમાં પકાવવા માટે કંદોઈનું જે પ્રમાણજ્ઞાન અથવા નિપુણપણું છે તે કર્મના બુદ્ધિના માહભ્યથી છે એમ જાણવું. (૧૨૬)
घडकारपुढविमाणं, तह सुक्कुत्तारणं च सयराहं । चित्तकरे एवं चिय, वण्णातो विद्धलिहणं च ॥१२७॥
'घटकारः' कुम्भकारः 'पृथ्वीमानं' घटादिदलभूतमृत्पिण्डप्रमाणं जानाति यथा इयता मृत्पिण्डेन इयं घटादिनिष्पत्तिः निपत्स्यते । तथेति समुच्चये। 'सुक्कुत्तारणं 'त्ति 'शुष्कस्य' मनाक् शोषमुपागतस्य भाण्डस्य घटादेरुत्तारणं चक्राद्दवरकेण पृथक्करणमित्येतत् सयराहं 'त्ति शीघ्रं करोति'चित्तकरे एवं चिय' त्तिचित्रकरोऽप्येवमेव, वर्णाद्' वर्णकाद्रक्तपीतादेः सकाशात् प्रमाणं लेखनीयचित्रस्य बुद्ध्यते । विद्धस्य जीवत इव गजतुरङ्गमादेर्जीवस्य लेखनं करोति, प्रक्रान्तबुद्धिमाहात्म्यात् । चः समुच्चये ॥१२७॥
॥ समाप्तानि कर्मजाया मतेना॑तानि ॥ ગાથાર્થ– કુંભાર માટીનું પ્રમાણ તથા સુકાઈ ગયેલા ઘડાને જલદીથી ઉતારવું જાણે છે. આ પ્રમાણે ચિત્રકાર આટલા રંગમાંથી આટલા ચિત્રો થશે તેમ જાણે છે. (૧૨૭)
કર્મના બુદ્ધિના પ્રભાવથી જાણે જીવતા હાથી, ઘોડા આદિ જીવનું આલેખન કરે છે. “ચ” શબ્દ સમુચ્ચયમાં છે. અર્થાત્ આના જેવા બીજા દગંતોનો અહીંયા સમાવેશ કરી શકાય. (૧૨૭)