________________
૨૦૦
ઉપદેશપદ : ભાગ-૧ पवए तरंडचागा, सम्मं तरणं नहम्मि वा एयं । तुण्णाए पुण तुण्णण, मणायसंधि दुयं चेव ॥१२५॥
प्लवकस्तारकस्तरकाण्डत्यागानदीसरोवरादिजलेषु सम्यक् स्वयमब्रुडन्नेव तरणं प्लवनं नभसि वा आकाशे तत्तरणमभ्यासात् करोति । तुन्नाए' इति, तुन्नावायस्तुटितवस्त्रादिसंधानकारी पुनः 'तुणण्ण' त्ति तुण्णणं वस्त्रसंधानं अज्ञातसंधि परैरनुपलक्षितविभागं द्रुतं चैव शीघ्रमेवाभ्यासात् करोति, यथा भगवतः स्कन्धवस्त्रस्य; तथाहिभगवान् महावीरः सांवत्सरिकदानपूर्वं प्रतिपन्नव्रतस्तत्कालमेव शक्रारोपितस्कन्धप्रदेशदेवदूष्यः कुण्डग्रामाद् बहिर्देशे विहरन् दानकालासन्निहितगृहस्थपर्यायमित्रब्राह्मणेनागत्य प्रार्थनयोपरुद्धः सन् तस्मै देवदूष्यार्द्धं ददौ । साधिकवर्षान्ते च सुवर्णवालुकानदीतटप्ररूढवृक्षकण्टकाक्षेपाद् भूमौ पपात द्वितीयमर्द्धम्, गृहीतं च तत्तेनैव पृष्ठलग्नेन ब्राह्मणेन । समर्पितं च खण्डद्वितयमपि तुनवायस्य । तेनापि तथा तदज्ञातसंधि योजितं यथा लब्धप्राच्यलक्षप्रमाणमूल्यं संजातमिति ॥१२५॥
ગાથાર્થ– પ્લવકનું તાંડના ત્યાગથી સમ્યક તરવું અથવા આકાશમાં ઊડવું, તુન્નવાય એવી રીતે બે ભાગને સાંધી આપે છે જેમાં જરા પણ સાંધો ન દેખાય. (૧૫)
પ્લવક એટલે તરનાર. હોડકાનો ત્યાગ કરી નદી સરોવર આદિ પાણીમાં સ્વયં નહીં ડૂબતો સમ્યક તરે છે. અથવા આકાશમાં તરવાના અભ્યાસથી આકાશમાં પણ કરી શકે છે. તંતુવાય એટલે તૂટેલા વસ્ત્રને સાંધનાર. એવી રીતે વસ્ત્રને સાંધી આપે છે કે તેનો સાંધો ક્યાં છે એમ બીજાઓને ખબર ન પડે. આ શીધ્ર અભ્યાસથી સાધે છે. જેમકે– ભગવાનના સ્કંધ ઉપરથી પડી ગયેલા દેવદૂષ્ય વસ્ત્રને સાંધનાર. તે આ પ્રમાણે
ભગવાન મહાવીર સાંવત્સરિક દાન આપીને દીક્ષા ગ્રહણ કરી. તત્કાલ જ ઇન્દ્ર વડે જેના સ્કંધ ઉપર આરોપણ કરાયેલ છે દેવદૂષ્ય એવા ભગવાન કુંડગ્રામથી બહાર દેશમાં વિહાર કરતા હતા ત્યારે દાન સમયે હાજર નહીં રહેલા ગૃહસ્થપણાના મિત્ર બ્રાહ્મણ વડે આવીને પ્રાર્થના કરાયે છતે ભગવાને તેને અધું દેવદૂષ્ય આપ્યું. સાધિક વર્ષ પછી સુવર્ણવાલુકા નદીના કાંઠે ઉગેલા વૃક્ષના કાંટામાં ભરાઈને ખેંચાવાથી ભૂમિ ઉપર પડેલા બીજા અર્ધા ભાગને ભગવાનની પાછળ ફરતા તે જ બ્રાહ્મણે લઈ લીધું અને તેણે બીજો અડધો ભાગ પણ દરજીને આપ્યો. તેણે પણ તેવી રીતે ગૂઢ સાંધો કર્યો. જેથી પૂર્વેનું લક્ષ પ્રમાણ મૂલ્ય પ્રાપ્ત થયું. (૧૨૫)
वड्ढइरहाइदारुगपमाणणाणमह वेहदक्खत्तं । एमेव पूइयम्मिवि, मासाइदले मुणेयव्वं ॥१२६॥