________________
૧૯૮
ઉપદેશપદ : ભાગ-૧ 'किं शिक्षितस्य दुष्करम् ?' इति, श्रुतं तस्करेण । रुष्टश्च मनसा । लग्नो गृहीतशस्त्रस्तदनु मार्गेण । गतः क्षेत्रम् । गृहीतोऽसौ केशेषु । भणितश्च यथा त्वां मारयामि । पृष्टश्च तेन निमित्तम्। निवेदितं चानेनात्मकृतपद्माकारक्षात्रावज्ञारूपम् । ततः कृषीवलेन-'मुञ्च क्षणं, दर्शयामि ते कौतुकम्' इत्युक्त्वा पटं प्रस्तार्य स्ववचनं सत्यं कर्तुकामेन बीजानां मुष्टि ता भणितश्चौर:-'पराङ्मुखान्यधोमुखानि ऊर्ध्वमुखानि पार्श्वतोमुखानि एकाद्यङ्गलान्तराणि वा एतानि बीजानि क्षिपामीति वदेच्छानुरूपम् । क्षिप्तानि च तदिच्छानुरूपेण ।' तुष्टश्च चौर इति ॥१२२॥
આને જ ભાવના કરતા કહે છે–
ગાથાર્થ– સોની અભ્યાસથી સોનાને રાત્રે પણ જાણી લે છે, એ જ પ્રમાણે ખેડૂત પણ બીજના ક્ષેપાદિને સારી રીતે જાણે છે. (૧૨૨)
ઝવેરાતનો વ્યાપારી વારંવારના અભ્યાસથી દીનારાદિ રૂપિયાના સ્વરૂપને રાત્રે પણ જાણે છે. જેમકે આ સુવર્ણ આટલા પલાદિ પ્રમાણવાળું છે. એ જ પ્રમાણે ખેડૂત પણ મગ વગેરે બીજની વાવણીના સ્વરૂપને આદિ શબ્દથી ક્ષેત્રના ગુણોને અને ઉર્ધ્વમુખ, અધોમુખ બીજના નિપાતને તુલ્ય અંતરથી જાણે છે. કેવી રીતે જાણે છે ? અભ્યાસથી જ સચોટ જાણે છે. અને અહીં આ ઉદાહરણ છે
કોઈક નગરમાં કોઈક પ્લેચ્છાચારી ચોરે કોઈક ધનવાનના ઘરે રાત્રે આઠ-પાંદડાવાળા કમળાકારે બાકોરું કરી ખાતર પાડ્યું. અર્થસાર ખેંચી લીધો અને પ્રભાતે સ્વકર્મથી વિસ્મય પામ્યો. સ્નાનથી શરીર સ્વચ્છ કરી, શિષ્યલોકને ઉચિત એવા વેશને પહેરી, જનવાદને સાંભળવા તે પ્રદેશમાં આવ્યો. અહો ! ચોરની કેવી કુશળતા અને ધૃષ્ટતા ! જે અહીં પ્રાણોના સંકટ સ્થાનમાં પ્રવેશેલો પણ આ પ્રમાણે કલાકાર દેખાય છે. અને આ (ચાર) અતિ ખુશ થયો. એટલીવારમાં કોશ, યુપાદિ ખેતીની સામગ્રીને ખભા ઉપર લઈને જતો ખેડૂત ચોરીને જોવા માટે આવ્યો. જોઇને એણે કહ્યું કે શિક્ષિતને શું દુષ્કર છે ? આ વાત ચોરે સાંભળી અને મનમાં ગુસ્સે ભરાયો. શસ્ત્રોને લઈ માર્ગમાં ખેડૂતની પાછળ ગયો. ખેતરે પહોંચ્યો અને ખેડૂતના વાળ ખેંચી કહ્યું કે હું તને મારીશ. ખેડૂતે પુછ્યું કે શા માટે (ક્યા કારણથી) ? ચોરે પણ કહ્યું કે પદ્માકાર બાકોરું કરી મેં ચોરી કરી તેની તે અવજ્ઞા કરી તે કારણથી તને મારીશ. પછી ખેડૂતે કહ્યું: એક ક્ષણ મૂક, હું તને કૌતુક બતાવું, એમ કહીને કપડું પાથરીને પોતાના વચનને સાર્થક કરવાની ઇચ્છાવાળા ખેડૂતે બીજની મૂઠી ભરીને ચોરને કહ્યું: આ બીજોને હું પરમુખ, અધોમુખ, ઊર્ધ્વમુખ, અને બાજુમુખ અથવા એકાદિ આંગળના અંતરે અંતરે નાખી શકું છું તેથી તે પોતાની ઇચ્છા મુજબ કહે હું તેમ કરી આપું. ચોરની ઇચ્છા અનુરૂપ બીજો નાખી બતાવ્યા અને ચોર ખુશ થયો. (૧૨૨)