________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૦૩ સામંત રાજાઓને શ્રેણિકે ફોડી નાખ્યા છે. જલદીથી પણ ભેગા મળીને તને બાંધીને શ્રેણિકને સુપરત કરશે તેથી જો મનમાં શંકા હોય તો અમુક ખંડિયા રાજાના અમુક ભાગમાં ભૂમિ ખોદાવીને ખાતરી કર. તેણે અભયે બતાવેલી ભૂમિને ખોદાવી ત્યારે દીનાર ભરેલા કળશો જોયા અને તે ત્યાંથી જલદીથી નાશી ગયો. પાછળ લાગેલા શ્રેણિક રાજાએ તેના સૈન્યને લૂંટી લીધું. ઉજ્જૈની નગરી પહોંચીને સર્વરાજાઓ કહે છે કે હે રાજન્ ! અમે શ્રેણિકનું કહ્યું કરનારા નથી, આ અભયનું ચરિત્ર છે એમ જાણો. નિશ્ચય થયો છે જેને એવો તે ક્યારેક સભામાં જઈને કહે છે કે તેવો કોઈ પણ મારી સભામાં છે ? જે અભયને મારી પાસે લઈ આવે. બીજી સહાય અપાય તો હું લાવી આપું એમ ગણિકાએ સ્વીકાર્યું. મધ્યમવયની સાત ગણિકાઓ તેને સહાય માટે અપાઈ. અને બીજા સહાય કરનાર ઘણાં સ્થવિરો તથા ઘણું ભાથું અપાયું. (૧૪)
પૂર્વ સાધુ પાસે કપટી શ્રાવિકાપણું સ્વીકારીને બીજા ગામો અને નગરોમાં જ્યાં સાધુઓ તથા શ્રાવકો છે ત્યાં આ ફરવા લાગી. સારી રીતે વિખ્યાત થયા પછી ક્રમથી રાજગૃહ નગરમાં પહોંચી. બહાર ઉદ્યાનમાં રહેલી તેઓ તે નગરના ચૈત્યોને વાંદવા નીકળી અને ક્રમથી અભયના ગૃહચૈત્યને વંદન કરવા આવી. ત્યાં પ્રવેશ વિધિમાં નિસીહિપૂર્વક ચૈત્યઘરમાં પ્રવેશી. આભૂષણ રહિત તેને જોઈને અભયે અભુત્થાન કર્યું. સંતુષ્ટ હૈયાવાળા અભયે કહ્યું : નિસીહિ બોલનારનું અહીં સ્વાગત થાઓ. ગૃહચૈત્યો બતાવ્યા અને વંદન કર્યું. પછી અભયને નમસ્કાર કરીને ક્રમથી આસન ઉપર બેઠી. વિનયથી નમેલી શરીરવાળી તીર્થકર ભગવંતોની જન્માદિ ભૂમિઓમાં આવેલી જિનપ્રતિમાઓને પરમ ભાવથી વંદન કરે છે. અને પુછાયેલી કહે છે કે અમે અવંતીદેશમાં અમુક વણિકની સ્ત્રીઓ છીએ. તેના મરણથી વિરાગ પામેલી અમે દીક્ષા લેવાની ભાવનાવાળી ચેત્યોને વાંદવા નીકળી છીએ. કારણ કે દીક્ષા લીધા પછી સ્વાધ્યાયાદિના કાર્યનો વ્યાપ હોવાથી ચૈત્યો વાંદી ન શકાય. તેઓને નમસ્કાર કરીને અભયે ઘણા ભાવથી કહ્યું કે આજે મારા અતિથિ થાઓ. પછી તેઓ કહે છે કે આજે અમે ઉપવાસ કર્યો છે. પછી લાંબો સમય સુધી રહીને મલપતિ વાતો કરી પોતાને સ્થાને ગઈ. તેઓના ગુણોથી આકર્ષાયેલો અભય બીજે દિવસે એકલો ઘોડા ઉપર બેસીને તેઓના ઘરે ગયો અને કહ્યું કે તમો મારા ઘરે આવો અને પારણું કરો. તેઓએ કહ્યું: તો તમે જ અહીં પારણું કરો. અભય વિચારે છે કે જો આલોકોની વિનંતિને માન નહીં આપું તો આઓ મારે ઘરે નિશ્ચયથી જમવા નહીં આવે તેથી અભયે ત્યાં જમવા સ્વીકાર્યું અને સંમોહ કરનારી વસ્તુઓ સાથે મિશ્રણ કરેલ મઘ પીવડાવ્યું. પછી ઘેનમાં પડેલા અભયને અશ્વરથમાં બેસાડીને જલદીથી પલાયન કર્યો. પૂર્વે બીજા પણ રથો માર્ગમાં રાખેલા હતા. પરંપરાથી આ ઉજ્જૈની ૧. મલપતિ– મોહ પમાડે તેવી ચાલવાનું કે વાતોવાળું અથવા ભારેખમપણે આનંદભેર ધીરેધીરે ડોલતી
છટાદાર ચાલે ચાલતી કે બોલતી હોય તેવી.