________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૦૫
છે એમ જાણી કેટલાક દિવસ પોતાની પાસે રાખી. પછી ઉત્તમ સાર્થની સાથે ઉજ્જૈનીમાં લઈજઈ શિવાદેવીને સોંપી. આ પ્રમાણે પ્રક્ષીણ થઈ છે સંપૂર્ણ દોષની શંકાઓ જેની, સંસારમાં સારભૂત એવી તેની સાથે અભય વિષય સુખ ભોગવે છે. (૫૧).
પ્રદ્યોત રાજાને ચાર પ્રિય રત્નો છે.(૧) શિવા દેવી (૨) અગ્નિભીરુ રથ (૩) અનલગિરિ હાથી અને (૪) લોહજંઘ નામનો લેખાચાર્ય. તે લોહજંઘ વિકાલ સમયે ઉજ્જૈનીમાંથી નીકળેલો એક દિવસમાં પચ્ચીશ યોજન દૂર ભરુચ જાય છે. ત્યાંના રહેવાસી રાજાઓ વિચારે છે કે પવન જેવા વેગવાળા અને મારી નાખીએ તો આપણે આનાથી સુખી થઈએ. બીજો હોય તો ગણતરીના દિવસોથી અહીં આવે જ્યારે આ તો તત્કાળ આવે છે. પછી તેને ભાથું દેવા લાગ્યા. તે માર્ગમાં ભાથાને ઇચ્છતો નથી અને તે વખતે તેને તે ભાથું આપવામાં આવ્યું. તેમાં પણ કુદ્રવ્ય મિશ્રિત લાડુ કરીને ભાતાની થેલી ભરી આપી. માર્ગમાં કેટલાક યોજન જઈને જેટલામાં જમવા શરૂઆત કરી તેટલામાં પક્ષી તેને વારે છે. ત્યાંથી ઊઠીને અતિદૂર જઈને ખાવા બેસે છે. ત્યાં પણ વારણ કરાયો. આમ ત્રીજી વાર પણ તેને ખાતા રોક્યો. પછી તેણે વિચાર્યું કે અહીં કોઈ કારણ હોવું જોઈએ. પ્રદ્યોતની પાસે જઈને પોતાના કાર્યનું નિવેદન કર્યું. રાજાએ અભય વિચક્ષણ છે એમ જાણીને બોલાવીને તેને ભોજનના પ્રતિબંધનું કારણ પુછ્યું કે તું આનું રહસ્ય કહે. તેણે તે ભાથાની થેલી સૂધી અને કહ્યું કે આમાં કુદ્રવ્યના મિશ્રણથી દૃષ્ટિવિષ સર્પ ઉત્પન્ન થયો છે. ઉઘાડવા માત્રથી આ સર્પ નિશ્ચિતથી અંદર છે એમ ખાતરી થઈ. તો હવે શું કરવું? અભય- જંગલમાં પરામુખ બની છોડી દેવો. જંગલમાં છોડયો અને તેના દૃષ્ટિનો વિષય બનેલા સર્વવનો બળી ગયા. અને અંતર્મુહૂર્ત માત્રથી સાપ મરી ગયો. પ્રદ્યોત ખુશ થયો. અને કહ્યું- કારાગૃહના બંધનને છોડીને વરદાન માગ. અભયે કહ્યું કે મારા આ વરદાનને તમે જ થાપણ રૂપે રાખો. (૬૪)
- અન્યદા મદથી વ્યાકુલ આલાન સ્તંભને ભાંગીને ભાગેલા અનલગિરિને કોઈપણ પકડવા સમર્થ નથી થતો ત્યારે અભયને પુછ્યું. અભયે જવાબ આપ્યો કે વત્સદેશનો ઉદયન નામનો રાજા ગાંધર્વ ગીતને ગાનારો છે તે અહીં લેવાય તો કાર્યસિદ્ધ થાય. પ્રદ્યોત–તે અહીં કેવી રીતે લવાય ? પ્રદ્યોતપુત્રી વાસવદત્તા કલાકુશળ છે, તત્કાલે ગાંધર્વ વિદ્યામાં ઉદયનથી બીજો કોઈ શ્રેષ્ઠ નથી તેથી અભય કહે છે કે આને (વાસવદત્તાને) શિખવવા માટે અહીં લવાય. તે પણ કયા ઉપાયથી ગ્રહણ કરાય? એમ પુછાયેલો અભય કહે છે કે ઉદયન જયાં પણ હાથીને જુએ છે ત્યાં તેને વશ કરી બંધસ્થાનમાં નાખે છે. ઉદયન એ જાણતો નથી કે પ્રદ્યોતે પણ યંત્રમય હાથી બનાવીને છોડ્યો છે અને દેશના સીમાડા પર ચરાવાય છે. ઉદયને વનચર લોકો પાસેથી વૃત્તાંતને જાણ્યો. વત્સાધિપ સૈન્ય સાથે ત્યાં ગયો. તેની પાછળ પડતો ઉદયન સ્વયં સૈન્યથી