________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૮૯
જતા એવા તેના ઉપર દૃષ્ટિ રાખી. મૃત કલેવરના દુર્ગધવાળા માર્ગ પરથી તેને જતા જોઈને રાજાએ જાણ્યું કે આ અવશ્ય કામભોગથી નિર્વેદ પામ્યો છે. શ્રીયકને મંત્રી પદે સ્થાપ્યો. સ્થૂલભદ્ર સંભૂતિવિજય મુનિ પાસે દીક્ષા લઈ વિવિધ પ્રકારના અતિ ઉગ્ર તપ કરે છે. (૪૫)
પછી સંભૂતિવિજયગુરુની સાથે વિહાર કરતા ક્યારેક સદ્ધર્મમાં એક મનવાળો આ (સ્થૂલભદ્ર) પાટલીપુત્ર નગરમાં આવ્યો. ચાતુર્માસ આવ્યું ત્યારે તીવ્ર ભવભયથી ઉદ્વિગ્ન થયેલા ત્રણેય મુનિઓ પણ ક્રમથી આ દુઃખે પાળી શકાય એવા અભિગ્રહો લે છે. એક સિંહગુફામાં, બીજો દારુણ વિષવાળા સાપની વસતિમાં (અર્થાત્ સાપના દર પાસે) અને ત્રીજો કૂવાના થાળા ઉપર ચાતુર્માસી તપ કરીને રહે છે. તપકર્મ કર્યા વિના હું કોશાને ઘરે રહીશ એમ અનુજ્ઞા માગનાર તે ભગવાન સ્થૂલભદ્રનું સત્ત્વ જેણે જાણ્યું છે એવા ગુરુએ તેને કોશાના મંદિરે ચાતુર્માસ કરવાની અનુજ્ઞા આપી. સ્થૂલભદ્ર કોશાના ઘરે પહોંચ્યો. આ પરિષહોથી ભાંગી ગયા છે (પરાભવ થયા છે) તેથી ખુશ થયેલી કોશા ઊઠીને કહે છે કે તમે જે કહેશો તે હું કરીશ. ઉદ્યાનની અંદર પૂર્વ ઉપભોક્ત રતિમંદિરમાં આવાસ આપ. કોશાએ આવાસ આપ્યો અને સર્વપણ ભરપૂર રસોથી ભોજન આપ્યું. સ્નાનથી શરીરને સ્વચ્છ કરી, સર્વ અલંકારથી ભૂષિત થયેલી કોશા રાત્રે દીવો લઈને આવી. પોતાને કૃતાર્થ માનતી તેણે ચાપલૂસી કરી (ખુશામત કરી). તો પણ તેને રાગી કરવા (ચલાયમાન કરવા) શક્તિમાન ન થઈ. પછી ઉપશાંત થયો છે મોહ જેનો, સાંભળેલો છે ધર્મ જેણે એવી તે શ્રાવિકા થઈ. રાજાના અભિયોગ સિવાયના કોઈ પુરુષની સાથે મારે રમણ ન કરવું એ પ્રમાણે વિકાર વિનાની તે અબ્રહ્મની વિરતિ સ્વીકારે છે. (૫૪)
ચાતુર્માસમાં ઉપશાંત કરાયા છે સિંહ અને સર્પ જેઓ વડે એવા બે મુનિઓ તથા કૂવાના થાળે કરેલું છે ચાતુર્માસ જેણે એવા ત્રીજા મુનિ એમ ત્રણેય મુનિઓ ગુરુ પાસે આવ્યા. દુષ્કરકારીઓને કંઇક અભ્યત્થાન કરાયું અને તમારું સ્વાગત છે એમ ગુરુ જેટલામાં બોલે છે તેટલામાં ગણિકા ઘરે દરરોજ મનોજ્ઞ આહારનું ભોજન કરતા, સુંદર શરીરવાળા અને સમાધિ ગુણથી સંપન્ન સ્થૂલભદ્ર પણ આવ્યા. અતિદુષ્કર-દુષ્કરકારક બોલવાપૂર્વક પ્રણય સહિત અભુત્થાન કરીને ગુરુએ તારું સ્વાગત છે એમ કહ્યું ત્યારે તેઓ મત્સરને પામ્યા. ત્રણેય પણ કહે છે કે હે સાધુઓ ! જુઓ સૂરિ આને કેવું કહે છે ? આ અમાત્યનો પુત્ર અતપસ્વી પણ આવી રીતે પ્રશંસા કરાયો. બીજું ચાતુર્માસ આવ્યું ત્યારે જેણે મનમાં ગુસ્સાને ભરી રાખ્યો છે એવા તે સિંહગુફાવાસી સાધુએ સૂરિને કહ્યું કે હું ઉપકોશાને ઘરે જાઉં, જે કોશા વેશ્યાની નાની બહેન છે તેને બોધ પમાડું. શું અહીં કોઈ સ્થૂલભદ્રથી ઊતરતો છે? ઉપયોગ મૂકીને ગુરુએ જાણ્યું કે આ પાર નહીં પામે, અર્થાત્ કાર્ય સિદ્ધ નહીં કરી શકે. પ્રતિષેધ કરાયો છતાં પણ ગયો અને ૧. થાળું– કૂવાના મુખ ઉપર પાણી ઠાલવવાને માટે બાંધેલી છોબંધ કિનારાવાળી જગ્યા. અથવા કૂવા
વગેરેના મુખ ઉપર ઢળતું ચણેલું બાંધકામ કે ચોકડી જેમાં કૂવામાંથી કાઢેલું પાણી ઠલવાય છે.